________________
૧૪૧
અનુભવ સંજીવની છે આત્માર્થી જીવે, સુવિચારણાની સાથે સાથે, સ્વયંની ભિન્નતાનો પ્રયોગ ચાલુ રાખવા યોગ્ય છે; રોજીંદા વ્યવહારમાં પણ આ ક્રમ સેવવો પ્રયોગનો.) તેમાં પણ મોટી પ્રતિકૂળતા-મહાવ્યાધિરોગના ઉત્પત્તિકાળે તો દેહાદિ સંયોગોનું ભિન્નપણું અવલોકી, જીવે મમત્વ છોડી જરૂર જ્ઞાનીપુરુષના માર્ગને અનુસરવું યોગ્ય છે. જ્ઞાની પુરુષો, ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદનપણે, અવ્યાકુળ૫ણે, વેદે છે. તે જ પ્રકારે આત્માર્થી જીવનું અનુપ્રેક્ષણ રહે; અનુસરણ રહે. (૫૧૩)
Wવર્તમાનમાં વિષમતા અત્યંત વધીને વ્યાપેલી હોવાથી, વિષમકાળના નામે આ કાળ પ્રસિદ્ધ છે; જેને આત્મકલ્યાણ કરવું છે, વા કર્યું છે, તેને લોકસંગ રુચતો નથી. કારણ કે તે અસતુંસંગ છે. આત્માને અહિત થવાનું નિમિત્ત છે. તેથી ઉદયવશ તેવા સંગમાં રહેવું પડે, તો પણ ક્યાંય મન લાગે નહિ, પરંતુ વારંવાર સત્સંગ માટે ભાવના રહ્યા કરે; અને સત્સંગની પ્રાપ્તિમાં પ્રશસ્તરાગ વૃદ્ધિ નહિ કરતાં, આત્માર્થી જીવ સન્માર્ગનો પુરુષાર્થ વિશેષપણે આદરે છે. આવો જ્ઞાની પુરુષનો માર્ગ છે. પરંતુ જે પરિણામ બહાર જાય છે, ત્યાં તો આત્મવાર્તા જ ઈચ્છનીય છે; કે જેથી આત્મરસની વૃદ્ધિ થાય. આમ અંતર્બાહ્ય એક આત્મરસ જ ઘૂંટતા “અખંડ આત્મધૂનનો એકતાર પ્રવાહ રહ્યા કરે, તે હેતુ ઉપરોક્ત સર્વ પ્રવૃતિમાં રહેવો ઘટે.
(૫૧૪)
ક્ષયોપશમીક જ્ઞાન તે કર્મોની અવસ્થાઓ સાથે સંબંધ રાખનારી પર્યાય છે, તે તથા તેવી જે જે અવસ્થાઓ કર્મ-સંબંધી છે, તેની ભાવના જ્ઞાની કરતા નથી, કારણકે તે એક ન્યાયે પુલની ભાવનારૂપે હોવાથી જ્ઞાનીને હેય છે. આત્માભિમુખ એવું જે સમ્યકજ્ઞાન, તેમાં આત્મા ઉપાદેય હોવાથી, વિરુદ્ધ એવી પુલની ભાવના હોતી નથી, કારણ પુદ્ગલની ભાવના એ જ સંસારની ભાવના છે. આમ આત્મદ્રવ્યની દૃષ્ટિ અને સમ્યકજ્ઞાનનું એકત્વ રહે છે. જેમાં પર્યાય દષ્ટિનો સહજ અભાવ છે. અર્થાત્ પર્યાય દૃષ્ટિથી દ્રવ્ય-દષ્ટિનું વિરુદ્ધપણું છે.
(૧૫)
Vમનુષ્ય આયુ, વર્તમાન કાળે, અલ્પ અને અનિશ્ચિત છે. તેમાં અનેક કાર્યો કરવાની જંજાળમાં જીવ અટવાયેલો રહે છે. જો કે સંસારમાં જીવને તૃષ્ણા અને મહત્વકાંક્ષાઓનો પાર નથી. ત્યાં અસંગ એવું આત્મતત્વ કયાંથી સાંભરે? આત્માર્થી જીવે સર્વ અભિલાષાઓ છોડીને, ઉદયમાં ઉપેક્ષિત રહીને, અમૂલ્ય એવા જીવનને, દેહાથે કરાતા એવા પ્રપંચોથી થતા આવરણથી બચાવી, જ્ઞાનજીવન' પ્રાપ્ત કરવું યોગ્ય છે, કે જેથી જીવ નવા આવરણને પ્રાપ્ત ન થાય, અને જૂના આવરણથી મુક્ત થાય. જો આ પ્રકારે જીવન પલટવાનો વિવેક ન થાય તો, તે ખચીત્ અવિચારીપણું છે, જેનું ફળ અનંત દુઃખ છે.
(૫૧૬)