________________
૧૪૨
અનુભવ સંજીવની
પ્રશ્ન :– ‘જ્ઞાનમાત્ર' ભાવનો પરમાર્થ શું ?
સમાધાન – વર્તતી જ્ઞાનપર્યાયમાં, સ્વયંનું જ્ઞાનમાં માત્ર જ્ઞાનનું વેદન / અનુભવન તે જ્ઞાનમાત્રનો પારમાર્થિક ભાવ છે. જ્ઞાન સ્વસન્મુખ થઈ, પોતામાં રહેલા નિર્વિકલ્પ જ્ઞાન વેદનને ગ્રહે–વેદે (ગ્રહીને વેદે) જેમાં પોતે માત્ર જ્ઞાનભાવે – જ્ઞાતાભાવે અનુભવાય, તે પરમાર્થ છે, આરાધન છે, સારભૂત છે. તે સિવાઈ ઉદ્ધાર નથી. ‘જ્ઞાનમાત્ર’ ભાવે ‘અખંડ આત્મધૂનનો એકતાર પ્રવાહ’નું આકર્ષણ ઉત્પન્ન થયે, જ્ઞાનધારા ચાલે અને શુદ્ધોપયોગનો જન્મ થાય, અને ત્યારે જ સર્વ દ્રવ્ય ભાવથી સાચી ઉદાસીનતા / ઉપેક્ષાવૃત્તિ રહે - વા થાય. (૫૧૭)
‘જ્ઞાનમાત્ર’પણું સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. સવિકલ્પ કાળે પણ પોતે તો જ્ઞાનમાત્ર’ અનુભવાતો હોવાથી સર્વ અન્ય દ્રવ્ય, ભાવના પ્રકાશન કાળે પણ ‘જ્ઞાનમાત્ર’ પણે જ પ્રત્યક્ષ છે. ત્યાં અસમાધાન શું ? કે મૂંઝવણ, ખેદ, ભય, શંકા કે બીજા કોઈ વિકલ્પનો શું અવકાશ છે ?
અનઅવકાશપણે (પોતે) ‘જ્ઞાનમાત્ર’પણે પ્રત્યક્ષ હોવાથી, સર્વ કાળે પોતાના સ્વરૂપથી પૂર્ણ છું. ૐ શાંતિ
(૫૧૮)
જીવને ખાસ પ્રતિબંધ છે; તે સંસારના / ઉદયના કાર્યોમાં રસ છે તે છે, જેમાં દર્શનમોહ સામેલ છે. આ રસ યથાર્થ પ્રકારે, એટલે કે આત્મકલ્યાણની ખરી ભાવના, અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલી ભાવનાપૂર્વક નીરસપણું ન પામે, ત્યાં સુધી જીવને પોતાના કલ્યાણ / અકલ્યાણ સંબંધીનું મૂલ્યાંકન આવતું નથી અને તેથી આત્મપ્રત્યયી પરિણામોનું વલણ (બદલાઈને) થતું નથી. ચારેક પ્રતિકૂળતા સમયે - તીવ્ર પ્રતિકૂળતા સમયે નીરસપણું થાય છે, ત્યારે તેમ થવાનો આધાર, જે તે પ્રતિકૂળ સંયોગ હોય છે. (આત્મકલ્યાણ નહિ) જેથી, તેવા સમયે ચારિત્રમોહ થોડો સમય મંદ થાય છે, પરંતુ દર્શનમોહ તે વખતે પણ સાજો / બળવાન હોવાથી તેવું નીરસપણું માત્ર ‘સ્મશાન વૈરાગ્યવત્' નીવડે છે. તેથી આત્માર્થી જીવે વિચારણીય છે કે ‘અનંત દુઃખનો અભાવ અને અનંત સુખની પ્રાપ્તિ' નો માર્ગ સમજવા કાળે, નિજ હિતની ભાવનાની સ્થિતિ કેવા પ્રકારે છે ? માત્ર મંદકષાય કાળે ઉપરોક્ત માર્ગનું મૂલ્ય યથાર્થ થતું નથી. તેથી જ જાણવા છતાં, પરિણમન સંબંધિત કાર્યનો ઉપાડ સહજ થતો નથી; અન્યથા ઉપાડને રોકી શકાય જ નહિ—તેવો જ જીવ સ્વભાવ
છે.
(૫૧૯)
/ આત્માર્થી જીવને સત્સંગ પ્રાપ્ત થયે, સરળતા આદિ ગુણો સહજ પ્રાપ્ત થાય છે. જો સરળતાની પ્રાપ્તિ ન થઈ, તો એમ સમજવા યોગ્ય છે, કે ખરેખર તે જીવને સત્સંગ જ પ્રાપ્ત થયો નથી, અથવા ત્યાં નામ માત્ર સત્સંગ છે; પણ સત્સંગનો ગુણ થયો નથી, તેથી અસરળતા, કદાગ્રહ,