________________
અનુભવ સંજીવની
પૂર્વગ્રહનો આગ્રહ - વગેરે અવગુણ કે જે આત્મકલ્યાણમાં મુખ્ય પ્રતિબંધરૂપ છે, તે બળવાનપણે વર્તી રહ્યા છે અને તેથી દર્શનમોહ પણ પુષ્ટ થતો રહે છે.
(૫૨૦)
૧૪૩
આત્માર્થી જીવને આત્મકલ્યાણ અર્થે સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ રહે, જેથી ઉદય પ્રસંગે સહજ નીરસપણું રહે. ઉદયભાવોથી અકલ્યાણ સમજાય, અને પ્રયોજન ન ચુકાય આ પ્રકાર ચાલુ રહેતાં, અંતર ખોજ દ્વારા સ્વરૂપ (આશ્રયભૂત તત્ત્વ) નું લક્ષ થાય તો સર્વ ઉદયીક કાર્યોમાં સ્વરૂપનું લક્ષ રહ્યા કરે, જેથી સ્વરૂપ સમીપતા થઈ અભિન્નભાવ થાય. આમ પૂર્વભૂમિકામાં લક્ષના બે પ્રકાર વ્યવસ્થિત સમજવા યોગ્ય છે. ઉક્ત ‘લક્ષ’ના કારણે, તે ભૂમિકાના અન્ય યથાયોગ્ય પરિણામો - રુચિ, લગની, ધૂન આદિ સહજ થવા યોગ્ય છે.
(૫૨૧)
-
જ્યાં સુધી પૌગલીક પદાર્થોમાં સુખ ભાસે ત્યાં સુધી આત્મસ્વરૂપ ભાસ્યમાન ન થાય તેવી વસ્તુસ્થિતિ છે. વળી ત્યાં સુધી સત્પુરુષની ઓળખાણ પણ થવી સંભવતી નથી. તેથી તેના ફળસ્વરૂપે સ્વરૂપનો યથાર્થ મહિમા ઉત્પન્ન થઈ શકતો નથી, તેમજ સત્પુરુષ અને તેના સમાગમનું માહાત્મ્ય પણ ખરેખર ભાસતું નથી. આમ હોવાથી સાંસારિક પદાર્થોના પ્રસંગ કાળે, આત્માર્થી જીવે અત્યંત જાગૃતિમાં રહી, પારમાર્થિક લાભ / નુકસાનનો વિવેક કર્તવ્ય છે. (૫૨૨)
સ્વરૂપ પ્રાપ્તિના ‘લક્ષ’ પૂર્વક, સ્વરૂપ પ્રાપ્તિની નિરંતર ભાવના રહે, તો જીવને અન્ય દ્રવ્ય / ભાવની ભાવના, જે અનાદિની છે, તે મોળી પડે અર્થાત્ તેનો પ્રતિબંધ ટળે, અને ઉપયોગદ્વારમાં, ‘ચૈતન્ય પ્રકાશ’ માલૂમ પડે. અન્યથા પરવેદન / પરપ્રવેશભાવનો અધ્યાસ ન છૂટે અર્થાત્ ચાલુ રહે અને તેથી સ્વસંવેદનને આવરણ આવે છે. જો ઉક્ત સ્વરૂપની ભાવનાથી જ્ઞાનવેદનનું ગ્રહણ થાય તો તેના અભ્યાસથી આત્મરસ ઉપજે . અને તે રસની પરિણતિ' થાય. આવી પરિણતિ થાય તો જ ઉદયકાળે તીવ્ર રસે કરીને પ્રવર્તવાનું ન બને; અને સર્વ વિભાવ યથાર્થ પ્રકારે મોળાં પડે; અને ક્રમે કરીને ઉપશમ થાય. – આમ સ્વરૂપની ભાવના, તે પાયાની વાત છે. તે વિના સમ્યક્ માર્ગમાં એક ડગલુ પણ ભરી શકાય નહિ.
(૫૨૩)
૧ વસ્તુ સ્વરૂપનું સિદ્ધાંત-જ્ઞાન, નિર્મળ ઉપશમીત થયેલાં પરિણામો દ્વારા ઉત્પન્ન થયું હોવાથી, તેવા પરિણામોમાં સ્થિત રહીને, સિદ્ધાંત જ્ઞાનનું નિરૂપણ સત્ શાસ્ત્રોમાં થયું છે, તેમ જાણી, તે તે સિદ્ધાંતોમાં ઉપશમનો હેતુ રહેલો છે, તે હેતુને / આશયને સાથે / મુખ્ય રાખીને જ સર્વ સિદ્ધાંતોનું અવગાહન કરવા યોગ્ય છે. જેથી તે અવગાહન સમ્યક્ પરિણામને પામે. અન્યથા માત્ર સિદ્ધાંત જ્ઞાનનો અભ્યાસ થવાથી પ્રાયઃ શુષ્કતા ઉત્પન્ન થઈ આવે છે, જે અનર્થ/ અવગુણનું કારણ થાય