________________
૧૪૪
છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે.
અનુભવ સંજીવની
(૫૨૪)
જ્ઞાનીપુરુષની ઓળખાણ થવી અતિ દુર્લભ છે; કારણકે જ્ઞાનીપુરુષના ઉદયભાવ / વિકલ્પ પૂર્વ કર્માનુસાર વિચિત્ર પ્રકારે પ્રવર્તે છે; પરંતુ તેમના અભિપ્રાયમાં ત્યારે પણ અવિચિત્રપણું જ હોય છે; જે સમજાયાથી અસમાધાન થતું નથી. જેમકે જ્ઞાની સદાય વાત્સલ્ય પ્રભાવનાદિ અંગથી વિભૂષિત જ હોય છે. છતાં શ્રી રામચંદ્રજીએ લૌકિક કારણ વશાત્ સાધર્મી શ્રી સીતાજીનો ત્યાગ કર્યો હતો, છતાં તેમણે વાત્સલ્યનો ત્યાગ કર્યો ન હતો. અભિપ્રાય અને વલણ બદલાયા વિના પણ આ પ્રકારે પરિણામનું થવું સંભવિત છે; તે નિકટવર્તી એવા સીતાજી સારી રીતે સમજતા હતા અને તેમને પ્રતીતિ પણ હતી જ. આ પ્રકા૨ે જ્ઞાનીપુરુષનું હૃદય જેને સમજાય છે, તેને જ્ઞાનીપુરુષમાં શંકા પડતી નથી. પરંતુ અજ્ઞાની જીવે તેની નકલ કરી / આધાર લઈ, દોષનું પોષણ કરવા યોગ્ય નથી. (૫૨૫)
પરિણામમાં સુવિચારણા, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ જીજ્ઞાસા, સ્વરૂપ નિશ્ચય, ભેદજ્ઞાનની પ્રક્રિયા, નિશ્ચયનો પક્ષ વગેરે અનેક પ્રકારે યથાર્થ ક્રમવાળા પ્રકાર ઉત્પન્ન થવા છતાં, તે તે ભાવોનું એકત્વ / અવલંબન રહે ત્યાં સુધી, અપરિણામી ધ્રુવ સ્વરૂપનું અવલંબન આવતું નથી, ગ્રંથિભેદ થઈ સ્વાનુભવ / સમ્યક્ત્વ પ્રગટ થતો નથી. તેથી પુરુષાર્થવંત આત્માર્થી જીવે ઉપરોક્ત ક્રમમાં પસાર થતાં, ચલ સ્વભાવરૂપ પરિણામ ધારાનો આત્યંતિક (અવલંબનનો) વિયોગ કરી, સ્વરૂપાનુસંધાન પ્રાપ્ત કરવું યોગ્ય છે. યદ્યપિ સ્વરૂપ લક્ષ થતાં પરિણામોનું ગૌણપણું જ રહે છે. તો પણ એકદમ ધ્રુવ તત્વનું અવલંબન માટેનું બળ પર્યાપ્ત માત્રામાં વધતાં દૃષ્ટિ પ્રગટે છે. (૫૨૬)
ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્મા સહજ પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે. સ્વરૂપની પ્રત્યક્ષતા અનંત છે. આવો સહજ અનંત પ્રત્યક્ષતામય પોતે, પોતાથી પરોક્ષ કેવી રીતે રહેવો સંભવે છે ? પ્રત્યક્ષતામાં સુખ અને આનંદ અમૃતની પ્રત્યક્ષતા થતી હોવાને લીધે, તે પ્રતીતિને ઉત્પન્ન કરે છે, જેના બળે પૂર્ણ સિદ્ધપદની સિદ્ધિ છે.
(૫૨૭)
પોતા પ્રત્યે અન્યાયપૂર્વક વર્તી, પ્રતિકૂળતાઓ દેનાર (?) પ્રત્યે અસમાધાન થઈ દ્વેષ, કલેશ, ખેદ, આકુળતા થાય ત્યારે એમ સમાધાન (પર્યાયાર્થિક નયે) કરવા યોગ્ય છે કે ખરેખર પૂર્વે મે દોષ કરીને આવું કર્મ ઉપાર્જન કરેલ, તેનો આ ઉદય આવેલ છે, તેથી કોઈ પ્રત્યે દ્વેષ કરવો યોગ્ય નથી. તેમજ (દ્રવ્યાર્થિક નયે) એમ અવલોકન કરવું કે ખરેખર કોઈ પ્રતિકૂળ સંયોગ સાથે મારે સંબંધ નથી. હું તો સર્વથી સર્વ પ્રકારે જુદો જ છું. મારા અવ્યાબાધ સ્વરૂપમાં કોઈ બાધા