________________
૧૩૮
અનુભવ સંજીવની યોગ વગેરે મુખ્ય કરે તો પ્રાયઃ ઉન્માર્ગે ચડી જાય; અથવા સ્વરૂપ પ્રાપ્તિની સાધારણ રુચિથી જે સત્સંગમાં આવવું થયું હતું તે રુચિનો પણ નાશ થઈ, સ્વચ્છેદ વધતાં વાર ન લાગે. તેથી, વિશેષ દુષમ એવા આ કાળને વિષે આત્માર્થી જીવે બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ છે. સંસારમાં અસત્ પ્રસંગોનો ચોતરફથી ઘેરાવો છે, તેનો આતાપ / ઉતાપ ઉત્પન્ન થયે સત્સંગરૂપી જળથી વિશ્રામ મળે તેમ છે. તેથી સપુરુષોએ તે જળની તૃષાને વેદી સત્ની ભાવના ભાવી છે.
(૫૦૫)
/ આત્માનો ધર્મ આત્મામાં છે, આત્મામાંથી જ તેની પ્રાપ્તિ થાય છે, તેથી આત્મા સિવાઈ બહારથી તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવા યોગ્ય નથી. આત્મધર્મ–એ આત્મત્વ પ્રાપ્ત પુરુષોએ બોધેલો– આત્મતામાર્ગરૂપ ધર્મ છે. તેથી તે સિવાઈ બાકીના માર્ગ કે મતમાં ન પડાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે. તે ઉપરાંત પોતાની મતિ-કલ્પનાથી, કલ્પનાયુક્ત ધ્યાનથી, સમાધિથી, કે યોગ – પ્રયોગથી કલ્યાણ થાય તેવા માર્ગે પણ ચડવું નહિ. જો કદાપિ તેવો માર્ગ બતાવનારા મળે, તો પણ આત્મજ્ઞાની પુરુષ હોય તેને જ અનુસરવાનો દઢ નિશ્ચય રાખવો. જ્યાં ત્યાં (જ્ઞાની પુરુષ સિવાઈ) ભરાઈ પડવાથી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી, અને મનુષ્ય આયુ વ્યતીત થઈ જાય છે – તે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. પ્રાયઃ આત્મ પ્રત્યયી માર્ગ મેળવવામાં ઓળસંજ્ઞા આદિ કારણવશ નિષ્ફળતા પ્રાપ્ત થતાં, જીવ અન્ય માર્ગે ચડી જવા પ્રેરાય છે, ત્યાં કદાચ કષાય મંદ થાય છે – રહે છે, પરંતુ દર્શનમોહ વૃદ્ધિગત થઈ જાય છે, તે ખચીત લક્ષમાં રાખવા યોગ્ય છે.
(૫૦૬)
સંસારી પ્રાણી બાહ્ય પદાર્થોની આશા પાછળ આયુષ્ય / જીવન વ્યતીત કરે છે. જેમ જેમ સંજ્ઞા (ક્ષયોપશમ સાથે ઈચ્છાઓ) વિશેષ તેમ તેમ આશા વિશેષ રહે છે. મનુષ્યમાં સર્વ સાધારણ આ પરિસ્થિતિ હોવાથી, તે સંબંધી અર્થાત્ તેના નુકસાન સંબંધી અગંભીર રહેવાનું પ્રાયઃ બને છે; એટલું જ નહિ, આશા વગરનું જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. પરંતુ એકમાત્ર આત્મકલ્યાણનું ધ્યેય સર્વ આશાઓને સમાપ્ત કરી, નવા જીવનના ઉદ્ભવ પ્રત્યે દોરી જાય છે, કે જે આત્મજ્ઞાન અને આત્મ શાંતિમય જીવન હોય છે. ત્યાં સર્વ પ્રકારની આશાઓની સમાધિ થઈ, નિરપેક્ષ જીવના સ્વરૂપથી જવાય છે, અને આશા તથા ઈચ્છાઓ માત્ર કલ્પના જ ભાસે
(૫૦૭)
સપુરુષોનો અનુભવ અને તે પૂર્વક નિષ્પન્ન અભિપ્રાય એ છે, કે અનંતકાળે દુર્લભ એવા સપુરુષના યોગે જો તેમની ઓળખાણ થાય તો, જેને ઓળખાણપૂર્વક પરમ ભક્તિ થઈ છે, તેવા મુમુક્ષુજીવને તેવી જ દશા અવશ્ય સંપ્રાપ્ત થાય છે. પરમ પદાર્થના નિશ્ચયનાં કારણભૂત – પરમાર્થ