________________
૩૩૧
અનુભવ સંજીવની
જીવ મુસાફરીએ જતાં શુકન જોવે છે, તો દેહાંત થઈ અન્ય સ્થાને જવાના સમયે આત્મભાવમાં રહેવાના પ્રયાસરૂપ શુકન થવા ઘટે, જેથી પંચમતિની આખરની મુસાફરીનો અવસર આવે. છેવટ સત્તા સંસ્કાર પ્રાપ્ત થાય તેટલા શુકન થઈ જાય તો તે પણ મંગળ શુકન છે.
(૧૨૧૪)
નિશ્ચય આત્મસ્વરૂપનું પરલક્ષી ધારણા જ્ઞાન થવાથી અજ્ઞાની જીવ પણ તેનું પ્રતિપાદન કરી શકે છે. પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિની વિધિનું પ્રતિપાદન તેનાથી થઈ શકતું નથી. તે થવા અર્થે વિધિમાં પ્રવેશ થવો અનિવાર્ય છે. વિધિ સ્વયં સ્વરૂપ-પ્રાપ્તિનો પ્રયોગ છે. પ્રયોગનું જ્ઞાન માત્ર પ્રયોગ દ્વારા જ થાય છે, બીજી કોઈ રીતે થઈ શકતું નથી. તેમાં તર્ક કે અનુમાનનો પ્રવેશ નથી. એક દેશ અંતર્મુખ થયા વિના પુરુષાર્થની કળા આવડે નહિ, ત્યાં સુધી તેનું પ્રતિપાદન કેમ થઈ શકે ?
(૧૨૧૫)
ઑક્ટોબર-૯૩
‘સ્વસંવેદ્નાત સિદ્ધિ:’ધર્માત્મા સ્વસંવેદન દ્વારા આત્મશુદ્ધિમાં વૃદ્ધિ કરે છે. સ્વસંવેદન સ્વયં શુદ્ધિકરણ છે, શુદ્ધિ કરણશીલ છે. આત્મશુદ્ધિ માટે સાધનાંતરની અપેક્ષા નથી. પ્રગટ અનુભવગોચર આ સાધન છે.
(૧૨૧૬)
પ્રયોજનભૂત તત્ત્વનો નિર્ણય કરવો આવશ્યક છે. પરંતુ ક્યાં ઊભા રહીને તે નિર્ણય કરવો જોઈએ તે ‘વધુ આવશ્યક' છે. અન્યથા વિપરીત નિર્ણય થવાની સંભાવના છે. ધર્માત્માને તો દ્રવ્યની - ‘સર્વસ્વપણે ઉપાદેયતા’–દષ્ટિ હોવાથી ક્યાંય વિપર્યાસ થતો નથી. પરંતુ આત્માર્થીને ‘પૂર્ણતાનું લક્ષ’ થયું ન હોય ત્યાં સુધી વિટંબણા રહે છે. ‘પૂર્ણતાનું લક્ષ’ થતાં પ્રાયઃ યથાર્થતા રહે છે. આત્મહિતના લક્ષે તત્ત્વ-નિર્ણય કર્તવ્ય છે.
(૧૨૧૭)
-
ૐ પવિત્રતા – નિર્દોષતા પ્રાપ્ત થાય તે જૈન નીતિ છે. સર્વ ન્યાયો તદર્થ પ્રતિપાદન કરવામાં આવ્યા છે. ન્યાયમાં અનેક વિધતા છે. પરંતુ નીતિ સર્વદા એકરૂપ રહે છે, તેને બદલવાનો અવકાશ
નથી.
(૧૨૧૮)
મુમુક્ષુજીવે સત્ની જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. જિજ્ઞાસા ગૌણ થઈ, અન્ય ને સ્પષ્ટિકરણ મળે તે હેતુથી પ્રશ્ન થાય તો ‘પરલક્ષ’ની મુખ્યતા થઈ જાય છે, તેવું ન થવા અર્થે અભિપ્રાયપૂર્વક જાગૃતિ હોવી આવશ્યક છે.
(૧૨૧૯)