________________
૩૩૨
અનુભવ સંજીવની અંતર અવલોકન દ્વારા જીવ પોતાના પરિણામના અનેક મહત્વના અને પ્રયોજનભૂત પાસાઓ સમજીને યથાર્થતામાં આવી શકે છે, તેમાં દોષને નિષ્પક્ષપાતપણે અવલોકતા, અભિપ્રાયપૂર્વક થતા દોષ (ને) સમજાતાં અભિપ્રાયમાં સુધાર થવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ પ્રકારે મૂળમાંથી દોષ મટવાનું કારણ – અવલોકન છે. જેમ જેમ અવલોકનનો અભ્યાસ વધે છે તેમ પરિણમનનું અનુભવ જ્ઞાન અને ઊંડાણ અનુભવાય છે. જે અંતે અનુભવાશે પરમાર્થની સ્પષ્ટ પ્રતીતિ રૂપ સમકિત પણે પ્રાપ્ત થાય છે.
(૧૨૨૦).
ધર્માત્માને ઉદયભાવથી ભિન્નતા પારદ્રવ્યવત્ વર્તે છે. જેથી તે ઉદયભાવ અપ્રયત્ન દશાએ વર્તે છે. પ્રયત્ન દશા તો સ્વરૂપ પ્રત્યયી સહજ રહે છે. તેથી નિરાધાર વર્તતો એવો તે ઉદયભાવ સ્વાભાવિક મર્યાદામાં વર્તીને વ્યતીત થતો થકો – ક્ષીણતા પ્રત્યે ગમન કરે છે. સ્વરૂપની મુખ્યતામાં વિભાવ ગૌણ થવા છતાં, ત્યાં સ્વચ્છંદનો અવકાશ નથી. – આવી અલોકિક દશા વંદનીય છે. (૧૨૨૧)
જીવ સત્-દૃષ્ટિવાન હોય તો, ગમે તે ધર્મમાં રહેલા માર્ગાનુસારીને ઓળખી શકે છે. ગુણદષ્ટિની આ અલૌકિક વિશિષ્ટતા છે. સંપ્રદાયબુદ્ધિમાં ગુણદષ્ટિનો અભાવ હોવાથી મતિ કુંઠિત થઈ જાય છે, તેથી સત-ધર્મના પરમ હિતકારી સિદ્ધાંત અને ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ જીવ તેમાંથી વિપર્યાસપણે પરિણમે છે. – આ દ્રવ્યની સ્વતંત્રતાની દ્યોતક પરિસ્થિતિ છે. (૧૨૨૨)
' આત્માર્થી જીવને આત્માર્થે સવેગ . ઉલ્લાસિત વીર્ય હોવું તે બીજા શમાદિ લક્ષણથી ઉત્તમ છે. પૂર્ણતાના લક્ષે ઉત્પન્ન સંવેગ તે આવેગ નથી, પણ સંવેગ છે. યથાર્થ લક્ષ વગર જે વેગ હોય છે. તે આવેગ છે. સંવેગી જીવ ઉત્તમ પાત્ર છે.
(૧૨૨૩)
- જીવ પરિભ્રમણકાળમાં, અનંતકાળ નિગોદમાં જન્મ-મરણ કરી વિતાવે છે. તેમાંથી ત્રસપર્યાયની પ્રાપ્તિ થાય તે આંધળાને રત્ન જડવા સમાન છે. તો પછી મનુષ્યત્વનું મૂલ્ય કેટલું? અમૂલ્ય એવું મનુષ્યપણું જે પાપમય જીવનથી વિતાવે છે, તે દુર્ભાગી છે. વિચારવાન જીવ તો જીવનનું ધ્યેય પરિવર્તન કરી, સત્ ના ચરણે સત્ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં લાગે છે, તેનાં સૌભાગ્ય માટે શું કહેવું ?
(૧૨૨૪).
રાગ અને પરની સાવધાની દર્શનમોહની દ્યોતક છે. મુમુક્ષુજીવને જો દર્શનમોહ શિથિલ થાય તો આ સાવધાનીમાં ફરક પડે છે. અર્થાત્ સ્વ પ્રત્યયી સંવેગને લીધે, જીવ રાગ અને પરમાં ઉદાસીન થાય છે, તો વિકલ્પ વિનાની જ્ઞાન વેદના લક્ષમાં આવે છે. જે આનંદને ફરાયમાન