________________
કરે છે.
અનુભવ સંજીવની
(૧૨૨૫)
સમજરૂપ – જ્ઞાનનું અમલીકરણનો ઉત્સાહ, મુમુક્ષુજીવને પ્રયોગમાં યોજે છે. તેવા પાત્ર જીવને સફળતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું અમલીકરણ તે મુમુક્ષુ – ભૂમિકાનું યથાર્થ આચરણ (ચારિત્ર)
છે.
(૧૨૨૬)
વાવ, કુવા, તળાવના પાણી સુકાય છે, પરંતુ પાતાળ ફોડીને નીકળેલું પાણી સુકાતું નથી, તેમ (સ્વરૂપ) લક્ષના કારણથી ઉત્પન્ન થયેલ જ્ઞાન છૂટતું નથી, પરંતુ તે જ્ઞાનના, અંતરના ઊંડાણમાંથી, શેરડા ફાટે છે. આવું જ્ઞાન સ્વાનુભવનું કારણ છે. ધારણા જ્ઞાન ટકતું નથી.
(૧૨૨૭)
૮ ધર્મનું ફળ મોક્ષ છે.
*
લક્ષ
આત્મ-ભાવના, પ્રારંભમાં સ્વરૂપ પ્રાપ્તિની લગની – તાલાવેલી રૂપ હોય, સ્વરૂપ થતાં સામાન્યના આવિર્ભાવપૂર્વક હોય છે. ઉત્કૃષ્ટ ભાવના પ્રારંભિક અવસ્થામાં જાગૃત થાય, તો તે વૃદ્ધિગત થઈ સ્વયં પ્રયોગમાં / આત્મજાગૃતિ અને અંતર અવલોકનમાં પરિણમીત થઈ જાય છે. યથાર્થ ભાવનાનો આ ઉન્નતિ ક્રમ છે. જે અંતે સ્વરૂપ સ્થિતિરૂપ હોય છે.
(૧૨૨૮)
*
રાગાદિભાવ ચારિત્રગુણનો વિભાવ છે. તેમ જ પરલક્ષીજ્ઞાન જ્ઞાનગુણનો વિભાવ છે. વિભાવમાં સ્વભાવની પહોંચ નથી. તેથી પરલક્ષી જ્ઞાનથી કાર્ય સિદ્ધિ નથી. મુમુક્ષુને આત્મહિતના આશયથી યથાર્થતા રહે છે. આશય ફેર હોય ત્યાં ગમે તેવી પ્રવૃત્તિથી પણ આત્મસિદ્ધિ નથી. (૧૨૨૯)
૩૩૩
*
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.
* સહજ સ્વરૂપે સ્થિતિ રહેવી તે ધર્મ છે.
*
-
ધર્મનું બીજ સ્વરૂપ - નિશ્ચય છે. તેનું પણ બીજ ‘પૂર્ણતાનું લક્ષ’ છે.
‘પૂર્ણતાના લક્ષ’માં સર્વ ઉપરની દશાઓ ગર્ભીત છે. વડના બીજમાં વટવૃક્ષ રહેલું છે, તેમ.
(૧૨૩૦)
-
નવેમ્બર - ૧૯૯૩
...
આત્મ સ્વભાવનો પરિચય થવાથી, પરમશાંત સુધામય સ્વભાવમાં સહજ ઉપયુક્ત (ઉપયોગનું જોડાવું) થવાય છે- અતઃ સ્વભાવનો પરિચય સ્વભાવમાં ઉપયુક્તિનો પ્રયોજક છે. સ્વભાવનો પરિચય જ્ઞાનમાં જ્ઞાનની સ્વયં અવલોકના દ્વારા સતત અવલોકના દ્વારા, થાય છે. અતઃ જ્ઞાનનું