________________
૩૩૪
અનુભવ સંજીવની
નિજાવલોકન સાધન છે, અને સ્વભાવનો પરિચય સાધ્ય છે.
(૧૨૩૧)
અધ્યાત્મ પદ્ધતિમાં આત્માના એકાકારપણાને લીધે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી. તે પ્રકારના (ભેદપૂર્વકના) સ્પષ્ટિકરણથી, તેનો આંતરધ્વનિ જળવાતો નથી. તેથી તે ત્યાં અનઆવશ્યક જાણવા યોગ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય આગમ પદ્ધતિનો વિષય છે. અધ્યાત્મમાં તેની અપેક્ષા લઈ વિચારવું યોગ્ય નથી. દા. ત. સ્વરૂપ નિશ્ચય કાળે “આત્મા વડે આત્માનો નિર્ણય થાય છે.” અને “સ્વરૂપ ભાવનામાં આત્મા જ આત્માને ઉપાદેય છે." તથા (સ.ગા.૧૫) “શ્રુત જ્ઞાન જ આત્મા છે."
(૧૨૩૨)
એક મૃત્યુના પ્રસંગથી બચવા માટે જીવ કોઈપણ કિંમત ચુકવવા તૈયાર થાય છે. પરંતુ અનંત જન્મ-મરણથી છૂટવા માટે નજીવા બહાના કાઢે, તે અનંતી વિપરીતતા નથી ? ખરેખર (ઈમાનદારીથી) જેને છૂટવું હોય તેને આખું જગત ગૌણ થઈ જાય; અને એક આત્મહિત જ મુખ્ય થાય. છૂટવાનો કામી હોય તે છૂટવાની કોઈ તક જતી ન જ કરે.
(૧૨૩૩)
જગતના પદાર્થો-જડ, ચૈતન્યની પર્યાયોની વિચિત્રતા તે પર્યાયોનો સ્વભાવ છે, તેથી જ્ઞાની તેનાથી સમાધિયુક્ત ભાવે ઉદાસીન રહે છે તેમ છતાં સ્વયંના નિમિત્તે અન્ય જીવને અન્યાય વા દુભાવાનું થાય ત્યાં સહજ ખેદ થવા યોગ્ય છે. ક્ષમા પ્રાર્થી થવા યોગ્ય છે. (૧૨૩૪)
અન્ય (જીવ)ના ગુણ-દોષનું મૂલ્યાંકન કરતાં પહેલા, પોતાનું સ્થાન વિચારવું / સંભાળવું જરૂરી છે. પોતાની યોગ્યતા સમજયા વિના, કાજી (ન્યાયાધિશ) બની બેસવું યોગ્ય નથી. તેમજ આવા પ્રસંગમાં પૂર્વગ્રહ રહિત મધ્યસ્થ રહી વિચારવું યોગ્ય છે; નહિ તો નુકસાન પોતાને વધુ થાય
છે.
(૧૨૩૫)
/ આત્મા જ સારભૂત છે. આત્મસુખ અર્થે ધન-વૈભવ વગેરે અસાર / નિરર્થક છે, તેમ લાગ્યા વિના તેનું મહત્વ જાય નહિ. જેને ધન-વૈભવનું મહત્વ છે, તે દાનાદિ વડે ત્યાગ કરે તો પણ તેવા ત્યાગનું અભિમાન થયા વિના રહે નહિ ત્યાગ-દાનના શુભભાવથી, તેના અહંકારનું અશુભ વધી જાય છે, અજ્ઞાનપણામાં તે સમજાતુ નથી. યથાર્થપણે તો ધનાદિનું મહત્વ મટી જતાં, તે દાનમાં દેવાય છે, અથવા તેનું મમત્વ અને મહત્વ મટાડવા, દાનનો પ્રયોગ છે. (૧૨૩૬)
ઓઘસંજ્ઞાએ થયેલ આત્મામાં અનંત સુખ અને જ્ઞાન છે,'
સમજણ વડે પ્રતીતિ /