________________
અનુભવ સંજીવની
૩૩૫
વિશ્વાસ ઉત્પન્ન થઈ શકતો નથી, તેથી તત્ સંબંધી બળ ઉત્પન્ન થતું નથી. સમજવા છતાં પુરુષાર્થ નહિ ઉપડવાનું – આ કારણ છે. સ્વરૂપનું ભાવભાસન તો સ્પષ્ટ અનુભવાશે થતું હોવાથી, તે નિજ સુખના વિશ્વાસ / પ્રતીતિનું કારણ છે. જેથી પુરુષાર્થ થયા વિના રહે જ નહિ. ભાવભાસન એ પુરુષાર્થનું પ્રયોજક છે.
(૧૨૩૭)
| સર્વ પ્રકારે સંસારની આશા / અપેક્ષાને પૂરી શક્તિ-જોરથી છોડનાર જીવ ને જ પૂર્ણતાનું લક્ષ' બંધાય છે. – પ્રારંભમાં આવું જોર આગળ વધવામાં, પાયાનું કામ કરે છે – તેથી આવો આત્માર્થી જીવ સર્વ પ્રતિબંધ રહિત હોવાથી, અવશ્ય સફળ થાય છે. આ લક્ષ' વિના યથાર્થ સંવેગ ઉત્પન્ન થતો નથી.
(૧૨૩૮)
તીર્થંકરપ્રભુનો નિર્વાણ પ્રસંગ પણ સાધક જીવને આત્મકલ્યાણમાં નિમિત્ત થાય છે, તેથી કલ્યાણક કહેવાય છે. જો કે પ્રભુના વિયોગનો તે પ્રસંગ છે, પરંતુ સંયોગ જેમ હિતમાં નિમિત્ત થાય છે, તેમ વિયોગ પણ હિતમાં નિમિત્ત થાય છે. ભલે બાહ્યમાં સંયોગ પ્રશસ્ત રાગનું નિમિત્ત છે, અને વિયોગ પ્રશસ્ત દ્વેષનું નિમિત્ત છે, પરંતુ અંતરંગમાં તે બંન્નેના નિમિત્તે સાધક જીવ, સાધના – વૃદ્ધિમાં પરિણમે છે.
મુમુક્ષુ જીવને, યોગ્યતાવાન હોય તો, સત્સંગનો સંયોગ યોગ્યતા - વૃદ્ધિમાં નિમિત્ત પડે છે, તેમ જ સત્સંગના વિયોગની વેદના અને નિજ પરમાત્માના વિયોગની વેદના – દર્શન પરિષહ – યોગ્યતા વર્ધમાન થવાનું જ કારણ બને છે.
(૧૨૩૯)
જે જીવની વિચારશૈલી આદર્શ પ્રધાનતા યુક્ત હોય છે, તેનું અંતઃકરણ નિર્મળ હોય છે, તેથી તેવા નિર્મળ અંતઃકરણવાળો જીવ સુગમતાએ પૂર્ણતાનું લક્ષ બાંધી શકે છે. તેને તો ઉચ્ચકોટિનું જીવન ઘડવાનો પ્રથમથી જ અભિપ્રાય હોય છે. તેથી તથારૂપ અવકાશ મળવાથી તે જીવન બદલવા સહજ તૈયાર થઈ જાય છે. આવો જીવ પ્રાયઃ વીર્યવાન અને સમર્પણબુદ્ધિ યુક્ત હોય છે. જે “લક્ષ' બાંધવા માટે સુસંગત છે, સુયોગ્ય છે.
(૧૨૪૦)
જે જીવ બીજાના લક્ષે સ્વાધ્યાય – ભક્તિ આદિ કરે છે, તેમાં માન અથવા લોભનો આશય હોવાથી તે વ્યાપાર છે. પોતાના માટે ફક્ત, સ્વાધ્યાય આદિ, કર્તવ્ય છે. (૧૨૪૧)
કોઈપણ ભોગે, કોઈપણ કિંમતે, અત્યારે જ આત્મહિત કરી જ લેવું છે–તેવું જોર આવ્યા વિના વાસ્તવિક શરૂઆત ન થાય. જ્યાં મુમુક્ષુતાની શરૂઆત પણ ન થાય ત્યાં આગળ વધવાની