________________
૩૩૦
અનુભવ સંજીવની જ્ઞાન સુખરૂપ છે, તે વેદનથી સમજાય, તો સ્વરૂપ–નિશ્ચય થાય – સ્વરૂપ-લક્ષ થાય. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જે જીવ મોક્ષાર્થી થઈને, નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે, તેને દોષથી ઉત્પન્ન દુઃખ-તે રૂપ વિભાવ સ્વભાવ વેદનથી સમજાય. વેદનથી – અનુભવથી સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન-વેદનથી સમજતાં સ્વભાવનું – અસ્તિત્વનું ગ્રહણ થાય. જ્ઞાન સ્વયં વેદ્યવેદકપણે વર્તે ત્યાં સ્વસમ્મુખતા જ થાય. અન્ય ઉપાયે પર સન્મુખતાનો અભાવ થતો નથી. (૧૨૦૮)
જ્ઞાનવેદનથી ભેદજ્ઞાન થતાં, ચૈતન્યદળમાં સહજ અભિન્નતાનો અનુભવ આવે છે. પરાવલંબન છૂટવાના કારણથી સ્વાવલંબનમાં આવવું સહજ છે. જ્ઞાનવેદન સ્વપણે વેદાતાં જ સહજ ચૈતન્યદળનું અવલંબન આવી જાય છે – આ એક અનુભવ-માર્ગનો ચમત્કાર છે. (૧૨૦૯)
સમાધિ સુખામૃતનું સ્વરૂપ એવું છે કે જ્યાં ઈન્દ્રાદિ સંપદા રોગ-વત્ ભાસે લાગે અને કોઈ પરિષહની વેદના થતી નથી. સ્વરૂપ ધ્યાનથી તેની ઉત્પત્તિ થાય છે. સ્વરૂપ ધ્યાન અન્ય ચિંતાના નિરોધથી ઉપજે છે, એકાગ્ર થવાથી. રાગ-દ્વેષ મટવાથી જ સ્વરૂપ એકાગ્રતા થાય છે. તે રાગ-દ્વેષનું મટવું જોય પદાર્થમાં ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિના અભાવથી થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી ઈષ્ટ અનિષ્ટ કોઈ ભાસતું નથી. – આમ આત્મિક સુખની પ્રાપ્તિના કારણોની શૃંખલાના મૂળમાં દર્શનમોહના અભાવ રહેલો છે.
(૧૨૧૦)
આત્માર્થીની ભૂમિકા યોગ્ય જ્ઞાનની નિર્મળતા વડે, જ્ઞાન પોતામાં સ્વરૂપ શક્તિને વેદન . લક્ષણ વડે જાણે, ત્યારે લક્ષ્ય લક્ષણ પ્રત્યક્ષ તેજ પોતે પોતામાં ભાસ્યમાન થાય, ત્યારે સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટ થાય – સ્વરૂપથી અન્યપણે રહેવું – જીવવું ન સહેવાય – પોસાય, તે જ સ્વાનુભૂતિનું બીજરૂપ જ્ઞાન.
(૧૨૧૧)
અસતુપુરુષની ઓળખાણ થયે સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય છે – આ ઓળખાણની વાસ્તવિકતા છે. ત્યારપછી માર્ગ-પ્રાપ્તિ નિકટ છે. અતિવ નિકટ છે. તે પહેલાં ઘણી વિકટતા
(૧૨૧૨)
છે.
ઉઘાડજ્ઞાનની રુચિ તે અનાત્માની રુચિ છે. જ્ઞાનની રુચિ સ્વસંવેદન ઉપજાવે છે. સ્વસંવેદન જ્ઞાન તે પરમાર્થ છે. – તેના નિશ્ચયથી આત્મરુચિ કર્તવ્ય છે. તે જ કલ્યાણ સ્વરૂપ છે. તે જ અનુભવનીય છે, તે જ પરમ સત્ય છે.
(૧૨૧૩)