________________
૩૮૮
અનુભવ સંજીવની સતુપુરુષનો યોગ અધિક કલ્યાણને યોગ્ય નિવડે છે. કારણકે તેમનું પરિણમન મુમુક્ષુને વર્તમાન પ્રયોજન માટે એકદમ બંધ બેસતું (Fit) છે અને જ્ઞાની પુરુષ પણ ખાસ કાળજી લઈને માર્ગદર્શન આપે છે. જ્યારે ઉપરના ગુણસ્થાનમાં વીતરાગતા વિશેષ હોવાથી તેઓ સ્વરૂપમાં ડુબેલાં રહે છે, અને ગ્રામ, નગરમાં તેમની ઉપલબ્ધિ પણ સુલભ નથી. જ્યારે જ્ઞાની પુરુષ ઉપલબ્ધ હોય છે. નમસ્કાર મંત્રમાં સિદ્ધ ભગવાન પહેલા, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે, તેમાં ‘આ’ સંકેત છે.
(૧૫૨૪)
- જિનાગમમાં મોક્ષમાર્ગ વ્યવસ્થિતપણે ગુણસ્થાન અનુસાર પ્રતિપાદન કર્યો છે, પરંતુ તેટલું વ્યવસ્થિત મુમુક્ષુપણું નથી કર્યું. કેમકે તે ભૂમિકામાં યોગ્યતા-અયોગ્યતાના અનેક પ્રકાર છે, જેને લીધે ઉપદેશ પણ અનેકવિધ પ્રકારે પ્રવર્યો છે. પહેલા ગુણસ્થાનમાં મુમુક્ષુને સપુરુષના યોગ વિના મુંઝાવુ પડે, તેવો અનુભવ માર્ગના શોધક મુમુક્ષુઓને અવશ્ય થાય છે, કારણકે ઉન્નતિક્રમનું નિયત પ્રતિપાદન ઉપલબ્ધ નથી. તેથી શ્રી જિને તેનો સુગમ ઉપાય એ બતાવ્યો છે કે “એક સપુરુષને શોધ અને સર્વભાવ તેને અર્પણ કરી દઈ વત્યે જા.”
સ્વચ્છેદનો ત્યાગ કરીને સર્વ ભાવે પુરુષની આજ્ઞા આધિનપણે વર્તવાનો દઢ નિશ્ચય અને અભિપ્રાય થતાં જીવ જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના માર્ગે ચાલવા તત્પર થાય છે, તેથી તે સુગમપણે સંસાર તરી જઈ શકે છે.
જો કોઈપણ રીતે જીવમાં આટલો વિવેક ઉત્પન્ન થાય તો, તે વિવેક સંપન્નતા સ્વયં જીવના દર્શનમોહને ગાળી, આત્મહિતની અપૂર્વ સૂઝને ઉત્પન્ન કરે છે. અને મહાત્માઓએ જે ક્રમને અનેક પ્રકારે બોધ્યો છે, તેનું પોતાને વિષે અનુસંધાન કરી શકે છે અને પાત્રતા વર્ધમાન થઈ, માર્ગ પ્રવેશ થાય છે. જ્ઞાનમાર્ગે પાત્રતા સંભવિત છે, તથાપિ સ્વચ્છેદ થવાનો અવકાશ સંભાવના) ઘણો
(૧૫૨૫)
| છે.
ફેબ્રુઆરી - ૧૯૯૬ ભક્તિ પ્રેમરૂપ થવાથી શ્રીગુરુમાં સર્વભાવ સમર્પણ થઈ, જીવ પૂર્ણ આશાકારિતામાં આવે છે, તેથી સહજ આત્મહિત સધાય છે, આત્મહિતમાં અવરોધક ભાવો ઘણું કરીને ઉત્પન્ન જ થતા નથી.
(૧૫૨૬)
( પ્રથમ જ્ઞાનાભ્યાસ પછી ધ્યાનાભ્યાસ હોય છે. અંતર અવલોકનરૂપ વારંવારના પ્રયાસરૂપ જ્ઞાનાભ્યાસથી સ્વરૂપનું ભાવભાસ થાય છે. નિજ સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યમાન થયા પછી સહજ તેનાં મહિમાથી એકાગ્રતાના પ્રયાસરૂપ ધ્યાનાભ્યાસ થઈ, ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. આવા