________________
અનુભવ સંજીવની
૩૮૭
ઉચ્ચ સ્તરે – દૃષ્ટિ હેતુવાદના સ્તરે-તો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતથી પણ આગળ વધીને વચન પ્રયોગે ઉપદેશ પ્રવર્તો છે–, અધ્યાત્મ ભાવના ભાવતાં પ્રયોજન સિદ્ધ થાય છે – ત્યાં દ્રવ્યાદિનું આગમ-જ્ઞાન માત્ર જાણવા માટે રહે છે, ઉપાસવા માટે તેની ગૌણતા અભિષ્ટ છે. (દા.ત. નિયમસાર ગા-૫૦) ગુરુની ભક્તિમાં પણ તેવો જ પ્રસંગ છે.
(૧૫૧૯)
—
મુમુક્ષુજીવના આત્મકલ્યાણની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. તે બાબતથી અજાણ હોવા છતાં આજ્ઞાકારિતામાં રહેલ જીવ પડતો બચી જાય છે અને છેવટ પામી જાય છે.—આ જેને સમજાતું નથી, તે પ્રાયઃ સ્વચ્છંદે ચડી જાય છે અને સન્માર્ગથી દૂર થઈ જાય છે. (૧૫૨૦)
દર્શનમોહનો અનુભાગ ઘટે, તેવા અનેકવિધ પરિણામો મુમુક્ષુજીવને થાય છે, તેની યથાર્થતા જ્ઞાનીપુરુષ સમજે છે. અનુભવથી યથાર્થ ક્રમ ઉપર લઈ જવાની સૂઝ તેમને હોય છે. તેથી તેમની આજ્ઞાએ વર્તતાં માર્ગ-પ્રાપ્તિ સુલભ થાય છે. આજ્ઞાંકિતપણું ન હોય તો દર્શનમોહ વધે તેવા પરિણામો સાથે સાથે થતા હોવાથી જીવ માર્ગની સમીપ થતો નથી - જેથી છેવટ મૂંઝાવુ પડે છે, વા મિથ્યા સમતા આવે છે. (૧૫૨૧)
ધ્રુવ તત્ત્વનું નિજાવલંબન અંગેનો તથારૂપ પુરુષાર્થ જ્ઞાનમાં સ્વસંવેદનનો આવિર્ભાવ ઉત્પન્ન કરે છે, અને જ્ઞાન–સામાન્યના આવિર્ભાવથી આત્મા નિજ જ્ઞાન સ્વભાવના સ્વતઃ. આલંબનમાં પરિણમી જાય છે-બંન્ને પ્રક્રિયા સમકાળે હોય છે. કથનમાં ક્રમ પડે છે, પરંતુ પરિણમનમાં અવિરોધ અને સમકાળ છે. જ્ઞાન–સામાન્યનો આવિર્ભાવ તે સ્વસંવેદનનો આવિર્ભાવ છે, જે જ્ઞાનવિશેષના તિરોભાવપૂર્વક થાય છે. પરિણમનમાં બંન્ને પ્રયોગ થવા યોગ્ય છે. તેથી બંન્ને પ્રકારે ઉપદેશ પ્રવર્તો
છે.
(૧૫૨૨)
આત્મકલ્યાણને ઈચ્છતા જીવોની યોગ્યતા / અયોગ્યતા ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જ્ઞાનીપુરુષના યોગ વિના તે જીવો અંધારામાં અથડાતા હોય છે. અથવા સ્વમતિ કલ્પનાએ આત્મહિતના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. પણ તેથી કાંઈ કલ્યાણ થાય નહિ.
જ્ઞાનીપુરુષ તેવા જીવોના પૂર્વાગ્રહને સમજે છે અને તે પૂર્વાગ્રહ (Misconcepts) ને કેમ મટાડવા તે જાણે છે. સત્સંગ યોગે તેનું નિદાન અને ઈલાજ કરવામાં આવે છે. તેથી ઉપદેશ અનેક ભેદે પ્રવર્તો છે. છતાં પરમાર્થમાર્ગ એક જ પ્રકારે છે.
(૧૫૨૩)
મુમુક્ષુજીવ માટે (દેવ,મુનિ,જ્ઞાનિ) સજીવનમૂર્તિનો યોગ પરમ કલ્યાણકારી છે. તથાપિ