________________
અનુભવ સંજીવની
૨૮૧ આત્મકલ્યાણ વાંચ્છ – સુબુદ્ધિ જેને પ્રગટ થઈ છે, તેવો મોક્ષાર્થી જીવ, અપૂર્વ જિજ્ઞાસાથી પોતાના મૂળ સ્વરૂપને અંતરમાં શોધે છે. ઉણી યોગ્યતાને લીધે અંતરશોધમાં સફળતા મળતાં વાર લાગે તો અત્યંત બેચેની થઈ, નિજ પરમાત્માના વિયોગમાં ઝૂરે છે. તેથી ઉણપ / અયોગ્યતા દૂર થઈ, જ્ઞાનક્રિયામાં અનુભૂતિમાં) અનુભૂતિ સ્વરૂપ સમ્યક સ્વભાવ જે વેદનથી ઘોતમાન છે, તેનું પોતારૂપે લક્ષ થાય છે. અનુભવથી જ વિકલ્પ-વિચારથી નહિ) જેની મહાનતા જણાવા યોગ્ય છે, એવા નિજ પરમપદને પરમ પુરુષાર્થ વડે આરાધવા યોગ્ય છે. સમ્યક સ્વભાવની એકરસ સમ્યક અવસ્થાએ પહોંચવાનું આ અનન્ય કારણ છે.
(૧૦૧૫)
આત્મા સુખનું અક્ષયપાત્ર છે. પ્રદેશ પ્રદેશે અનંત સુખ-શાંતિ ભર્યા છે. ગમે તેટલું સુખ પીવાય, પરંતુ સુખધામમાંથી જરાપણ ઓછું થવાનું નથી. ફક્ત જીવને આ વિદ્યમાન સુખની પ્રતીતિ હોવી ઘટે છે. ભ્રાંતિગતપણે જે જે પ્રસંગોમાં અને પદાર્થોમાં સુખ ભાસે છે, તે સ્થિતિ આત્મામાં સુખની પ્રતીતિ થવામાં બાધક છે. સત્પાત્રતા આવ્યે ભ્રાંતિમાં ફેર પડે છે – મોળી પડે છે અને પરભાવમાં દુઃખ લાગવાનું શરૂ થાય છે. સ્વરૂપ-સુખની શોધ ભ્રાંતિને મોળી પાડે છે. ત્યારે સુખને શોધતું જ્ઞાન નિજાવલોકનમાં જ્ઞાન સ્વયં સુખરૂપ છે – તેમ “સુખખાણનો પત્તો મેળવી લ્ય છે. અવલંબનભૂત એવા સુખનિધાનના અસ્તિત્વને જોતાં. ગ્રહતાં, સુખ પ્રાપ્તિની અનાદિની અપેક્ષિત વૃત્તિ જોર કરે તે સહજ અને સ્વાભાવિક છે – આ પ્રકારે આત્મિક સુખની ઉપલબ્ધિ છે. (૧૦૧૬)
અનિત્ય અને મલિનભાવોમાં એકત્ર થવાથી, નિયમથી ભય ઉત્પન્ન થાય છે– વૃદ્ધિ પામે છે. પરંતુ પવિત્ર નિત્ય સ્થિર નિજ ચૈતન્ય સ્વરૂપમાં એકત્ર થતાં નિર્ભયતા છવાઈ જાય છે. હું ધ્રુવ ચૈતન્ય વજ છું – જ્યાં પર્યાયનો પણ પ્રવેશ નથી. તો અન્ય દ્રવ્ય-ભાવનો વિકલ્પ જ શું? નિજ પરમાત્માના દર્શન થતાં વિભાવ ઓસરી જાય છે. એવો હું અદ્ભુત પરમ નિર્વિકાર ચૈતન્ય રત્ન છઉં.
(૧૦૧૭)
દ્રવ્યાનુયોગ – ચારેય અનુયોગમાં પરમ ગંભીર છે. વીતરાગ પ્રભુએ વીતરાગી પ્રવચનનું રહસ્ય તેમાં ભર્યું છે. મુમુક્ષુજીવને ધર્માત્મા પ્રત્યેના પરમ વિનયથી પ્રાપ્ત યથાર્થતા, નિર્મળતા, અને દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, દ્રવ્યાનુયોગમાં પ્રવેશ પામવાની ક્ષમતા / યોગ્યતા પ્રાપ્ત થાય છે, એકત્વ-વિભક્ત એવા દ્રવ્યની, સમ્યક સ્વભાવની સૂક્ષ્મતા અને ઊંડાણ અગાધ છે. પરમાર્થ સંયમના બળ વડે, આત્મારામ પરિણામ, પરમ વીતરાગ– દષ્ટિવંત મહાત્માઓ સ્વભાવના ઊંડાણમાં ઊંડે ઊંડે વિચરે છે. તેઓની સમાધિનું રહસ્ય, દ્રવ્યાનુયોગ પરિણમ્યો તે છે. (૧૦૧૮)