________________
૨૮૦
અનુભવ સંજીવની
ભેદપ્રધાન અભિપ્રાય / વજન જાય તેવા પ્રકારે પ્રવર્તાય નહિ - તેવી જાગૃતિ રાખવી ઘટે, નહિ તો ભેદપ્રધાનતા વધી જતાં સ્વપર અહિત થવાની સંભાવના રહે છે.– તે જવાબદારીની ગંભીરતા સમજવા યોગ્ય છે. (૧૦૧૨)
*
સર્વજ્ઞ સ્વભાવના અવલંબને આત્મારૂપ થયેલા ધર્માત્માને કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટ થાય છે. તેમાંથી આશ્ચર્યકારી ભાવો / ન્યાયો પ્રગટે છે. તેથી બાર અંગ - સંપૂર્ણ દ્રવ્યશ્રુત-ધારી જે ન્યાયો કાઢે તે સમકિતી ધર્માત્મા કાઢી શકે છે. લબ્ધિમાંથી ઉપયોગ, વગર વિકલ્પે થઈ જાય છે. – આ લબ્ધજ્ઞાન નથી, પણ સાધક અવસ્થામાં પ્રગટ થયેલી ઋદ્ધિ છે. લબ્ધજ્ઞાન તો શ્રુતજ્ઞાન પર્યાયનો અંશ છે, અવયવ છે, જે ઉપયોગપૂર્વક થયેલી પરિણતિ છે. તે જ્ઞાની–અજ્ઞાની બંન્નેને સદાય હોય છે. જ્ઞાનીને સ્વરૂપાકાર - સ્વરૂપના વેદનરૂપ હોય છે. તે સ્મૃતિ કે ધારણારૂપ નથી. (વિચાર અને ધારણામાં સ્વરૂપને અનુભવવાનું સામર્થ્ય નથી. પરંતુ અતિન્દ્રિય પ્રત્યક્ષ શુદ્ધોપયોગથી પ્રાપ્ત લબ્ધજ્ઞાનની જ્ઞાનધારા છે. અજ્ઞાનીને ઉદય અનુસાર વિભાવરસયુક્ત વિભાવરૂપ કર્મધારા છે.
(૧૦૧૩)
મહામુનિવરો આચાર્યદેવો દ્વારા રચિત મહાન પરમાગમો વા અનુભવી સત્પુરુષોનાં વચનરૂપ સાસ્ત્રો – જેને જિનવાણી કહેવાય છે, તે પૂર્વ સંસ્કાર સંપ્રાપ્ત જીવને સ્વરૂપ અનુસંધાનમાં નિમિત્ત થાય છે, પરંતુ અનાદિ મિથ્યાદષ્ટિ સ્વભાવ-સંસ્કાર રહિત જીવને પરોક્ષ જિનવાણીનો તેવો ઉપકાર થતો નથી, તે માટે તો પ્રત્યક્ષ સજીવનમૂર્તિ જ જોઈએ. યદ્યપિ પ્રત્યક્ષ જ્ઞાની પણ વાણીના માધ્યમ દ્વારા જ બોધ આપે છે, તો પછી ત્યાં એવી શું વિશેષતા છે ?
સમાધાન :– બંન્ને સ્થાનમાં વાણી તો વાણી જ છે. પરંતુ પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં તે વાણી સાથે / ઉપરાંત જાગૃત ‘ચૈતન્યની ચેષ્ટા’, આ ચેષ્ટાની ક્રિયા સાથે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત વચનો હોય છે, જેના દ્વારા પાત્ર જીવને આત્મભાવનાં દર્શન થાય છે, અર્થાત્ સમ્યક્ સ્વભાવનું ભાવભાસન થાય છે. પ્રથમ તો સત્પુરુષના ચરણમાં આજ્ઞારુચિરૂપ પાત્રતા પ્રગટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જે સમ્યક્ત્વ થવાનું પ્રત્યક્ષ કારણ છે. પ્રથમ આ પ્રકાર ‘પ્રત્યક્ષ યોગ’ વિના સંભવિત નથી. અમૂક આત્મભાવો – (અંતર્મુખતા, સ્વસંવેદકતા, શાંતતા, સભ્યતા વગેરે.) જે વાણી દ્વારા વ્યક્ત થતા નથી અથવા વક્તવ્ય નથી, તે ચેષ્ટાથી . વિશેષપણે - વ્યક્ત થઈ ભાવભાસનમાં નિમિત્ત પડે છે. અંતર ધ્વનિ
આશય પ્રત્યક્ષ બોલવામાં આવે અનુભવી પુરુષોએ ‘પ્રત્યક્ષ યોગ’
બીજાને – થઈ શકવા યોગ્ય –
=
સ્થિત.'
(૧૦૧૪)
-
તેટલો લખાણમાં આવી શકે નહિ . એ વગેરે કારણોને લીધે સમાન કોઈને ઉપકારી જાણ્યા નથી. તે સિવાઈ આત્મજ્ઞાન વસ્તુસ્થિતિ – નથી. પાવે નહિ ગુરુગમ વિના યહી અનાદિ
=