________________
૨૮૨
અનુભવ સંજીવની અનંતકાળમાં ઘણીવાર આત્મકલ્યાણની ભાવનાથી બહિર્મુખભાવે જીવે ધર્મ-ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે. જ્ઞાનના ક્ષયોપશમથી અને વીર્યના ક્ષયોપશમપૂર્વક અત્યંત ગંદકષાય થવા છતાં પરિણામની દિશા બદલાઈ નથી. બહુભાગે તો દિશા બદલવાનું લક્ષ ઉપર જ આવ્યું નથી. ક્યારેક અંતર્મુખ પરિણામ કરવા યોગ્ય છે – એમ સંમત થવા છતાં, અંતર્મુખ થવાની રીત સમજયો નહિ, તેનો ક્રમ અર્થાત્ પરિણામના કારણ-કાર્યની પરંપરામાં ઉતરવાના વિજ્ઞાનથી અજાણ રહેવાથી બહારનું બહાર જ બધું કર્યા કર્યું. ખરી ભાવનાના અભાવને લીધે આમ થયું છે. (૧૦૧૯)
જ્ઞાનીને સ્વરૂપલક્ષે મુનિદશાની, પૂર્ણદશાની ભાવના હોય છે. તેથી સ્વરૂપ-આશ્રય હોય છે. તેમાં ફેર પડતો નથી, અને યથાર્થતા જળવાઈ રહે છે. તેથી મુમુક્ષુને પણ પર્યાય બક્ષે કોઈ ઉચ્ચ કોટીની પર્યાય-પ્રાપ્તિની સમ્યક્દર્શન–સ્વાનુભવ-વિ.) ભાવના ન થવી જોઈએ. કારણ કે સ્વરૂપ લક્ષે સહજ ઉપર ઉપરની પર્યાય પ્રગટે છે. પર્યાય બક્ષે પર્યાયનું કતૃત્વ થઈ જાય છે, તે વિપરીતતા છે. વિપરીતતા કે કતૃત્વ દઢ ન થાય તેવી સાવધાની ન રહે તો દર્શન મોહ મંદ થવાને બદલે તીવ્ર થઈ જાય છે.
(૧0૨૦)
ઑક્ટોબર – ૧૯૯૨ સંસારના ત્રિવિધ તાપાગ્નિમાં બળતા જીવને પરમ કારુણ્યમૂર્તિ સત્પુરુષનો બોધ / સંગ જ શીતળ જળ છે. પરંતુ તેવો યોગ અતિ દુર્લભ છે. તેમ છતાં જે જીવ છૂટવા માગે છે, તેણે તેની જ ભાવના – જિજ્ઞાસા અને પરમ ભક્તિ રાખવી. પરમ ભક્તિ એ પ્રાપ્તિ માટેની પૂરી ગરજરૂપી પાત્રતા છે. તેથી તે જ મેળવવા અહોરાત્ર રટણ રાખવું, અને તેવા યોગના વિરહમાં રહી, વેરાગી અને સરળ ચિત્તવાળાં મુમુક્ષુનો સંગ કરવો જે ચિત્ત શુદ્ધિનું કારણ છે. રંગરાગના રસીયા અને વક્ર પરિણામવાળાં મનુષ્યનાં સંગમાં ન રહેવું. તેમ જ સુપાત્ર મુમુક્ષુના સંગથી સંતુષ્ટ નહિ થતાં, વિરહની વેદના વૃદ્ધિગત થવી ઘટે, વિરહાગ્નિ જલવાથી તેનું ફળ સાક્ષાત્ પ્રાપ્તિ છે, સંત તેમજ પરમ નિજ સ્વરૂપને વિષે, તે નિયમબદ્ધ છે.
(૧૦૨૧)
* પરદ્રવ્યથી ભેદજ્ઞાન કરવાનો હેતુ એ છે કે, તેમાં સુખબુદ્ધિ અને મમત્વ ન થાય, અહંભાવ ન થાય, પર માત્ર પરપણે . જુદાપણે જ ભાસે, એકત્વ મટે, કર્તાપણું મટે, આશ્રય મટે.
* રાગથી ભેદજ્ઞાન કરવાનો હેતુ એ છે કે તે મલિન અને દુઃખરૂપ ભાવ હોવાથી તેનો નિષેધ થતાં તે અભાવને પ્રાપ્ત થાય અને રાગના એકત્વનો / કતૃત્ત્વનો અભાવ થાય.
* પરલક્ષી અથવા ઈન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરવાનો હેતુ એ છે કે તે રાગને ઉત્પન્ન થવાનું કારણ હોવાથી બંધ સાધક છે, તે જ્ઞાન આત્મ સાધક નથી, તેથી પર તરફ ઝૂકતા ઉપયોગને