________________
અનુભવ સંજીવની
૨૮૩ સ્વસમ્મુખ કરવો; અર્થાત્ દિશા બદલવાનો તેમાં આશય છે.
પર્યાયમાત્ર (ક્ષાયિકભાવ પણ) થી ભિન્ન સ્વદ્રવ્યને ભાવવા-ઉપાસવાનો હેતુ સ્પષ્ટપણે એ છે કે સર્વ ક્ષણિક ભાવો અવલંબનને યોગ્ય નથી. શુદ્ધ પર્યાય તો ત્રિકાળી સ્વભાવના અવલંબને જ જ્ઞાનીને પ્રગટે છે. મુમુક્ષુનું વજન પર્યાય ઉપર રહે તો પર્યાયબુદ્ધિ અર્થાત્ મિથ્યાત્વ દઢ થાય; દ્રવ્યદૃષ્ટિ પ્રગટવામાં તે બાધક છે. જ્ઞાની-મુનિ નિજ કારણ પરમાત્માની ભાવના અર્થે સર્વ પર્યાયથી ભિન્ન સ્વરૂપને ભાવે છે, દૃષ્ટિનો પુટ આપે છે. ઉક્ત પ્રકારે ભેદજ્ઞાન વિષયક વિધિ-નિષેધ અવગાહવા યોગ્ય છે.
(૧૦૨૨)
જ્ઞાનમાં, અવલંબનભૂત જ્ઞાનમાત્ર પ્રસિદ્ધ છે, અને જ્ઞાનમાત્રની પ્રાપ્તિ સ્વસંવેદનથી છે. આત્માના સર્વ પર્યાયોમાં અને સર્વ ગુણોમાં, એકરૂપ નિશ્ચળ, અભેદ (દ્રવ્ય-પર્યાયના ભેદથી પર . અનઉભય) સ્વરૂપનું ગ્રહણ, સ્વસંવેદન દ્વારા થતાં પરિણામની દિશા અંતર્મુખ થાય છે. આત્મધર્મ અંતર્મુખ પરિણામે અંતઃ તત્વ-પરિણામીક ભાવના અવલંબને થાય છે. કોઈ બહિર્મુખ ભાવમાં ધર્મ નથી. શ્રીગુરુનો આ (પરમાર્થ) ઉપદેશ છે.
(૧૦૨૩)
માત્ર સ્વરૂપ સ્થિત ધર્માત્માથી આત્મા / ધર્મ શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય છે, આરાધન કરવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી કે “કલ્પના પ્રાપ્ત પુરુષથી આત્મા શ્રવણ કરવા યોગ્ય નથી. પ્રાપ્ત થવા યોગ્ય નથી. કલ્પના પ્રાપ્ત જીવ ગૃહિત મિથ્યાત્વમાં છે. આ સત્પુરુષનું – પરમકૃપાળુદેવનું – વચનામૃત, પત્રાંક - ૪૦૩ - મુમુક્ષુ જીવે વિસ્મરણ કરવા યોગ્ય નથી. પુરુષના વિયોગમાં વિરહની વેદનાપૂર્વક, મુમુક્ષુઓએ તેમના વચનોના આધારે, વિકલ્પ સુપાત્ર જીવો સાથે સત્સંગમાં રહી સ્વરૂપની ગવેષણા કર્તવ્ય છે, સ્વરૂપ જિજ્ઞાસા પ્રાપ્તિની ભાવના કર્તવ્ય છે.
' (૧૯૨૪)
હક
શ્રી વીતરાગદેવે નિરૂપણ કરેલાં સર્વ સિદ્ધાંતો કેવળ આત્મહિતના હેતુભૂત છે. તેમ છતાં શુદ્ધ અંતઃકરણથી તેનું અવગાહન ન કરવામાં આવે તો મતિ વિપર્યાસ થઈ, જીવને ઉન્માર્ગમાં જવાનું થાય છે. તેથી પૂર્વજ્ઞાની પુરુષોએ જે તે સિદ્ધાંત - નિરૂપણ કરતાં, સંભવિત વિપર્યાસના નિરોધ અર્થે યથાયોગ્ય માર્ગદર્શન કરીને પરમ ઉપકાર કર્યો છે. નમસ્કાર હો તેમની કારુણ્યવૃત્તિને !
પ્રતિપાદીત સિદ્ધાંત દ્વારા આત્મલાભ ક્યા પ્રકારે થાય અને તે જ સિદ્ધાંતને અયથાર્થ ગ્રહણ કરતાં, કેવા પ્રકારે વિકૃતી ઉત્પન્ન થાય વા એકાંત થઈ જાય, એ વગેરે, ચારેય પડખેથી મુખ્યગૌણ, કારણ-કાર્યનો ક્રમ, આગમ-અધ્યાત્મનું અવિરોધપણું આદિની સ્પષ્ટતા (આત્મ- લક્ષ સહિત / સમ્યક્ પ્રકારે) પ્રકાશનાર મહાત્માઓનો અનુપમ ઉપકાર છે.
(૧૦૨૫)