________________
૨૮૪
અનુભવ સંજીવની અંતર અવલોકન વિના, માત્ર વિચાર-તર્કણાથી પ્રયોગનો વિષય સમજાતો નથી. રાગ અને પરદ્રવ્ય સાથે એકત્ર થઈ રહ્યું છે. – તે વિપરીત - ઉલટો પ્રયોગ નિરંતર ચાલુ છે, થઈ રહ્યો છે. તે અવલોકનથી સમજાય તો, મટે અને સવળો પ્રયોગ કરવાની રીત પણ સમજમાં આવે ત્યારે ભેદજ્ઞાનનો પ્રયોગાભ્યાસ ચાલુ થાય. દર્શનમોહના અનુભાગને ઘટવામાં ભેદજ્ઞાનનો પ્રયોગ ઉત્કૃષ્ટ સાધન છે, તે સ્વસમ્મુખતાનો પુરુષાર્થ છે.
(૧૦૨૬)
જે એકરૂપ જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, જે સર્વદા અચળ અને નિરાબાધ રહે છે, તે જીવનું સ્વરૂપ જ્ઞાયકપણું અત્યંત અનુભવનું કારણ છે, અનુભૂતિ સ્વરૂપ છે. પર તરફ જોતાં અર્થાત્ પોતામાં પોતાને નહિ જોતાં, પણ પોતામાં - પર ન હોવા છતાં – પરને જોતાં (પરના પ્રતિભાસમાં પરના અસ્તિત્વનો ભ્રમ થવાથી) પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલે છે. પરંતુ અનુભવગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય, તે જીવનું સ્વરૂપ, તે જીવ પ્રત્યે પોતા પ્રત્યે) ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે–વેદાય છે, પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે ? પોતે તો પ્રત્યક્ષ જ છે, પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતાં વેદન પ્રત્યક્ષતા આવિર્ભત થાય છે. અનંત જ્ઞાનીઓ પ્રતીતિમાં પોતાને પ્રત્યક્ષ કરી કરીને અજર અમર થયા. – આ સ્વમાં અભેદજ્ઞાનનો પ્રયોગ છે.
(૧૯૨૭)
પોતામાં / નિજમાં પરના અસ્તિત્વને ભ્રમથી અનુભવતાં, પોતાના સ્વયંના સમ્ફ સ્વરૂપની વિદ્યામાનતાને ભૂલેલા જીવને, સમ્યમાર્ગમાં ચડાવવા અર્થે, પરપ્રકાશનના કાળે પરલક્ષના નિષેધ અર્થે, “ખરેખર પર જણાતું નથી– એવું જ્ઞાની પુરુષોનું નિજમાં નિજને ગ્રહણ કરાવવા માટેના હેતુભૂત પ્રયોગનું આ વિધાન છે, અધ્યાત્મ પદ્ધતિનું આ કથન સમ્યક પ્રકારે અવધારવા યોગ્ય છે. (અન્ય પ્રકારે નહિ) જિનેશ્વરનો સનાતન માર્ગ સદા જયવંત વર્તો !
(૧૦૨૮)
અધ્યાત્મનો વિષય પરમ ગંભીર છે, તેને અગંભીરપણે કથન કરવો અથવા શ્રવણકાળે અગંભીરપણે સાંભળવું તે જીવનો મોટો દોષ છે, તેમાં ગુપ્ત અનાદર | ઉપેક્ષા (સ્વચ્છંદ) થઈ જાય છે. એમ જાણીએ છીએ. તેથી હે જીવ! સ્વાધ્યાય કાળે ગંભીર ઉપયોગ રાખ! સંસારમાં એક વખતના મરણ – પ્રસંગે પણ તદ્યોગ્ય ગંભીરતા જાળવવામાં આવે છે. તો આ અનંત મરણ નિવારણ-પ્રસંગની વિચારણાના વિષયમાં અગંભીર પરિણામે વર્તવું, તે બાળબુદ્ધિ શું નથી ? ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાથી આ દોષ સહજાકારે હોય છે.
પરમ ગંભીર અધ્યાત્મતત્ત્વના પ્રતિપાદક શ્રીગુરુની ગંભીર ગુરુ-ગિરા પ્રત્યે અગંભીર વર્તન – તે સ્વચ્છેદનો પ્રકાર સમજવા યોગ્ય છે. તે શાસ્ત્ર અને ગુરુનો અવિનય છે. દર્શનમોહના આવરણનું