________________
અનુભવ સંજીવની
૨૮૫
કારણ છે.
(૧૦૨૯)
રાગ તો પર્યાયદૃષ્ટિમાં છે, અજ્ઞાની પર્યાયદૃષ્ટિ હોવાથી – તેને રાગ છે. સ્વભાવદષ્ટિમાં રાગ નથી. તેથી જ્ઞાનીને રાગ નથી."– પૂ. ગુરુદેવ.
ઉક્ત વચનામૃતમાં ઘણી ગંભીરતા | ઊંડાણ છે. પર્યાયમાત્રનું પોતાપણે અવધારણ – એ રૂપ પર્યાયદષ્ટિને લીધે, પર્યાયમાં રાગરૂપે પોતે અનુભવાય છે. તેથી આ મિથ્યા અનુભવરૂપ અજ્ઞાન જેને છે, તેને રાગ છે, તે રાગી છે, કારણકે પોતાને રાગ માને છે. હર્ષ-શોક પર્યાયદૃષ્ટિમાં
પરંતુ પર્યાયમાં રાગાંશ હોવા છતાં, જે સ્વભાવદૃષ્ટિવંતને તેમાં પોતાપણું–પોતાનું અસ્તિત્વ અનુભવાતું નથી, રાગ જેને પરશેયપણે જણાય છે, તેવા જ્ઞાનીને પોતામાં રાગ નથી, તેથી સ્વભાવદૃષ્ટિએ, રાગ નથી. દૃષ્ટિ રાગને કબુલતી નથી. તેને હર્ષ-શોક નથી. (૧૦૩૦)
કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. (શ્રી.રા-૪૬૦) આમ છતાં જીવ સંસારમાં અનેક કારણો પ્રાપ્ત થતાં ક્લેશ પામે છે. તેનું કારણ અવિચાર અને અજ્ઞાન છે. અજ્ઞાનથી, મોહ અને દુર્ગતિનાં દુઃખ ઉત્પન્ન થાય છે.
સંસારના કોઈપણ કારણોથી આ આત્માને નુકસાન થઈ શકતું નથી, તેવું અસંગતત્ત્વ પોતે છે–તેવા નિશ્ચયના અભાવમાં જીવ બાહ્ય પ્રસંગમાં પોતાનું કારણ કાર્યરૂપે માની, – ચિંતવીને ક્લેશિત થાય છે. આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન કેવળ અસંગ ચૈતન્ય હોવા છતાં – અકારણકાર્યપણે હોવા છતાં – મોહથી ભૂલીને સંબંધ કલ્પે છે, જેનું ફળ દુઃખ છે. ક્લેશની નિવૃત્તિ અર્થે સપુરુષની આજ્ઞા વિચારવી – અંગીકાર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે એકમાત્ર ઉપાય છે. કોઈપણ કારણવશાત્ સ્વરૂપનું વિસ્મરણ થવા યોગ્ય નથી. આત્મસ્વરૂપથી અધિક એવું આ જગતમાં કોઈ જ નથી. સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે.
(૧૦૩૧)
જીવની અનાદિથી પરપદાર્થમાં સુખબુદ્ધિ હોવાથી (જ્ઞાનમાં) પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તેમાં જોયાકાર જ્ઞાનનો અર્થાત્ જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈ જ્ઞાનસામાન્યનો તિરોભાવ રહે છે. આ સ્થિતિને જીવની જોય લુબ્ધતા અર્થાત્ શેયમાં આસક્તિ જાણવા યોગ્ય છે. સ્વરૂપમાં સુખનો નિશ્ચય થયે, જ્ઞાન સ્વલક્ષી થાય છે. તેવા સ્વલાપૂર્વક જ્ઞાનસામાન્યનો અર્થાત્ જ્ઞાનવેદનનો આવિર્ભાવ કરવામાં આવે તો, પ્રગટ આત્મા સ્વસંવેદનમાં આવે છે. સ્વલક્ષે આ પ્રક્રિયા સહજ છે, કારણ અનંતસુખનું નિધાન પોતે જ છે. તેથી પરિણામની તે પ્રત્યે ગતિ સહજ થઈ જાય છે. સ્વાભાવિકપણે જ જીવની વૃત્તિમાં સુખની અપેક્ષા સદાય છે. તેથી “સુખનિધાન પ્રત્યે જતા