________________
૨૮૬
અનુભવ સંજીવની
પરિણામને રોકી શકાય નહિ.
(૧૦૩૨)
સત્પષની વાણીમાં આત્મહિતનો – પરમાર્થનો વિષય ગમે તેટલો સ્પષ્ટ વ્યક્ત થયો હોય, તોપણ જે મુમુક્ષુએ આજ્ઞાંકિતપણે સત્સંગ ન ઉપાસ્યો હોય તેને તે પરમાર્થ સમજાતો નથી. આજ્ઞાંકિતપણાને લીધે મુમુક્ષુની મતિ પરમાર્થ સમજવા માટે નિર્મળ / સરળ થાય છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે મુમુક્ષજીવ સત્સંગ આજ્ઞાંકિતપણે ઉપાસે તો જ સત્સંગ સફળ થાય, અન્યથા નહિ, કારણકે તે સિવાઈ સ્વચ્છેદ – જે મહાદોષ છે તેની હાનિ થતી નથી. આજ્ઞાંકિતપણું મુમુક્ષુના દર્શનમોહના રસને ઘટાડે છે. જેથી તે ઉપશાંત થવાને યોગ્ય થાય.
(૧૦૩૩)
મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમોહની પ્રધાનતા ન થાય, તેવી સાવધાની રાખવી ઘટે છે. નહિ તો કષાયની મંદતા કરવા માટે પ્રયાસ રહ્યા કરશે અને જે મંદકષાય થશે, તે મુમુક્ષુની ભૂમિકા માનતાં – દર્શનમોહની વૃદ્ધિ થશે અથવા વિધિની ભૂલ થશે. જો કે દર્શનમોહનો રસ ઘટવાથી ચારિત્રમોહનો રસ સહજ આપોઆપ મંદ પડે છે. તોપણ ચારિત્રમોહ – મંદરસ અને મંદકષાય સર્વથા એક નથી, અથવા તેમાં સમવ્યાપ્તિ પણ હોય છે અને વિષમ વ્યાપ્તિ પણ હોય છે. મોહની શક્તિ મોહરસમાં હોવાથી રસની મંદતા અને અભાવ કર્તવ્ય છે. અવલોકન પદ્ધતિ વડે મોહરસ મંદ પડે છે, અને નિજહિતની જાગૃતિ વૃદ્ધિગત થાય છે. તે યથાર્થ ભૂમિકા છે. (૧૦૩).
કોઈપણ સત્ સાહિત્ય વાંચી વિચારી આત્મગુણ પ્રગટ થવાનો મુખ્ય દષ્ટિકોણ-ઉદ્દેશ્ય મુમુક્ષુ જીવને હોવા યોગ્ય છે. શાસ્ત્ર-વચનમાં, ઉપદેશ પર્યાય પ્રધાનતાથી હોય છે અને નિશ્ચયના ઉપદેશમાં સર્વ પર્યાયો ગૌણ કરાવાય છે. તે સર્વમાં કેવળ હિતબુદ્ધિથી વાંચવા-વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. તેથી ક્યાંય પણ મુંઝવણ, અનર્થ કે અવિવેક થતાં નથી. અંતે, સર્વ વિભાવમાં અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી પોતાનું સર્વથા ભિન્નપણું પ્રત્યક્ષ અનુભવ કરી, સ્વસ્વરૂપનું પૂર્ણપણું, શુદ્ધપણું, સમ્યક્ષ, અત્યંતશાંતપણું – આનંદપણું, અવિનાશીપણું, દૃષ્ટિગોચર કરવા યોગ્ય છે. સંપૂર્ણ મહાભ્યનું સ્થાન એવા નિજસ્વરૂપના મહિનામાં ડુબતાં, સમસ્ત જગતનું વિસ્મરણ સહજ થવા યોગ્ય છે. એ જ ભાવના !
(૧૦૩૫)
નવેમ્બર - ૧૯૯૨ મહાત્માના યોગે સમષ્ટિગત ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ આત્માર્થી જીવ તેથી સંતુષ્ટ નહિ થતાં, પોતાના પ્રયોજન અર્થે વ્યક્તિગત ઉપદેશ ગ્રહણની આવશ્યકતા મહેસૂસ કરી, મહાપુરુષનું સામીપ્ય ચાહે છે. ત્યારે તે જીવની વર્તમાન યોગ્યતાને અનુલક્ષીને મહાપુરુષ બોધ આપે છે, જે