________________
૨૮૭
અનુભવ સંજીવની કલ્યાણકારી થાય છે. આથી વ્યક્તિગત ઉપદેશનું મહત્વ વિશેષ સમજવા યોગ્ય છે. આવી સમજણ અસાધારણ વિવેક – વિચારવાન જીવને જ હોય છે, તે જોઈ મહાપુરુષના ચિત્તની પ્રસન્નતા ઉપજે છે, તે જ તેમની કૃપાદૃષ્ટિ સમજવી. બાહ્ય પ્રભાવનામાં સમ્મષ્ટિગત ઉપદેશ વિશેષ કાર્યકારી
(૧૦૩૬)
છે.
આત્માર્થી જીવને સ્વદોષ દેખી સહજ ખેદ થાય છે. તેમાં વિભાવરસનું ઘટવું થાય છે. તેમ છતાં જે તે દોષ વારંવાર થઈ આવે છે અને ટળતાં નથી, તેથી મૂંઝવણ થઈ આવે છે. ત્યાં સ્વદોષને પ્રગટ કરવા યોગ્ય સત્સંગના યોગે–તેવો સંગ ઈચ્છવો અને દોષનું નિવેદન કરવાનું સ્થાન, તે દોષ ટાળવાનો ઉપાય જાણી, તે સંગનું ઉપકારીપણું જાણવું. પૂર્ણ નિર્દોષતાના અભિલાષી જીવની આવી આચરણા હોય. જિનેશ્વરદેવનો માર્ગ લોકોત્તર નિર્દોષ-પવિત્ર છે. પૂર્ણ પવિત્ર નિજ સ્વરૂપને નિહાળવા માટે આવી તૈયારી હોય પવિત્રતાની રુચિ તે આત્મા રુચિ છે. જેની રુચિ તેની સાવધાની રહે. પવિત્ર સ્વભાવની સાવધાનીમાં સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટવાનું કારણ પણું છે. કારણ કાર્યની પરંપરાનો આવો ક્રમ છે.
(૧૦૩૭)
પર પદાર્થને જાણવાનું આત્માને કાંઈ પ્રયોજન નથી. તેમ છતાં, સ્વપર પ્રકાશક શક્તિને લીધે, દર્પણવત્ જ્ઞાનમાં પરપદાર્થનું પ્રતિબિંબ ઊઠે છે. તેથી પરનું જણાવું અનિવાર્ય છે. અનાદિથી ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જીવને પોતાના જ્ઞાનમય ભિન્ન અસ્તિત્વનું જ્ઞાન નહિ હોવાથી, પર જણાતાં પર સાથે એકત્ર થઈ રહ્યું છે. આવી સ્થિતિ હોવાથી, પરને પરપણે જાણવું–તે જરૂરી છે, તેથી પરનું મમત્વ / એકત્વનો દોષ મટે તે પ્રયોજનભૂત છે. દોષને ન જાણવામાં ન સમજવામાં આવે તો, તેનો ક્ષય કરવાનો સમ્યક્ ઉપાય થઈ શકે નહિ. કલ્પિતપણે અથવા યુક્તિ વડે પર સર્વથા જણાતું નથી' – તેમ દઢ કરવાથી, પદાર્થના સ્વરૂપજ્ઞાનનો વિપર્યય થાય છે, ભેદજ્ઞાન - પ્રયોગવડે નિજ અસ્તિત્વને ગ્રહણ કરવાના પુરુષાર્થમાં, નિજમાં માત્ર નિજને જ વેદીને જાણવું, જેથી ભાવમાં પરનું એકત્વ મટે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એવો દઢભાવ તે સમ્યકત્વ છે.” (–અનુ. પ્ર.)
(૧૦૩૮)
શ્રત પ્રાપ્ત થવા છતાં પણ જીવને નિજ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થવામાં, એટલે કે સ્વરૂપની ઓળખાણ થવામાં અંતરાયરૂપ જીવનો મતિ વિપર્યાસ છે. તે મતિ વિપર્યાસ, પરમાં સુખબુદ્ધિને લીધે ઉત્પન્ન થયેલા રસને લીધે છે. અંતરથી આત્મકલ્યાણની ભાવના પૂર્વક, આ વિભાવરસને ઝેર જાણી, મોળો ફીક્કો પાડવામાં આવતાં વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે છે. આમ યથાર્થપણે વિભાવભાવો નીરસ થયાં પહેલાં, સ્વરૂપને સમજવા જતાં, જાયે અજાણ્ય સ્વરૂપનો અન્યથા -