________________
૨૮૮
અનુભવ સંજીવની કલ્પિત નિર્ધાર થઈ જાય છે. કારણકે મિથ્યાત્વ મોળું પડવું નથી. તેથી પરમાં સુખબુદ્ધિ એજ આરંભ . પરિગ્રહ છે, કે જે યથાર્થ વૈરાગ્ય . ઉપશમરૂપ આત્માર્થીની યથાર્થ ભૂમિકાના વેરી છે, વિરોધી અને ઘાતક છે. આત્માર્થી જીવે સર્વ ઉપદેશ અને સિદ્ધાંતને ઉપશમ અર્થે (વિભાવરસ તોડવા અર્થે) ગ્રહણ કરવા યોગ્ય છે, અને તે જ યથાર્થતા છે.
(૧૦૩૯)
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવ અવલોકન પદ્ધતિમાં ન આવે તો અધ્યાત્મના વિષયથી જાણકાર થાય છે, તોપણ વેદન – અનુભવના વિષયથી અજાણ રહે છે. તેથી વિધિના વિષયની જાણવાની પ્રધાનતા સંબંધિત સ્થળ જાણકારી થવા છતાં, અનુભવની સૂક્ષ્મ, યથાર્થ વિધીથી અજાણ હોય છે, કારણકે વિચારની પહોંચ જ્ઞાન સામાન્ય કે જ્યાં જ્ઞાનવેદન છે, ત્યાં સુધી નથી. વળી અવલોકન વિના પરલક્ષ મટવાની દિશામાં કોઈ વાસ્તવિક પ્રક્રિયા શરૂ થઈ હોતી નથી. તેથી સર્વ જાણવું પરલક્ષી હોય છે. તેમાં ન્યાય આદિ આગમ અનુકૂળ હોવા છતાં, યથાર્થતા ઉત્પન્ન હોતી નથી, અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવા છતાં, ભાવ ભાસતો નથી. તેથી સ્વલક્ષી અવલોકનમાં ઘણી ગંભીરતા છે. ભાવભાસન વિના સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થતો નથી. (૧૦૪૦)
અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવાથી, ત્રિકાળી પરમપરિણામિક જ્ઞાયક સ્વભાવનો, આશ્રય - અવલંબન–લક્ષ – અંતર્મુખતા – વગેરે થવાનું, તેમ થવાના હેતુઓ, ન્યાયો, યુક્તિઓ, આગમ આધારો વગેરે – સમજવાનું અને સમજાવવાનું બની શકે છે. પરલક્ષી જ્ઞાનમાં ત્યાં સુધી પરમાર્થના વિષયનો સંભવ છે, પણ યથાર્થતા તો સ્વલક્ષ થતાં જ થાય છે. ત્યાં સુધી ઉક્ત વિષયનો ભાવાભાસતો નથી. આવી સ્થિતિમાં પ્રાયઃ યથાર્થતા મનાઈ જાય છે, જે યથાર્થતાને પ્રતિબંધક છે. યથાર્થતા સમ્યકત્વ ઉપજવાનું અંગ છે. એટલે કે પૂર્વભૂમિકા છે. – આ વિષય સૂક્ષ્મ છે, કારણકે યથાર્થતા આવ્યા વિનાની આ સમજણમાં કલ્પના થઈ, કલ્પિત ભાવમાં સંતોષ – મિથ્થા સંતોષ / સમતા આવે છે. પણ સ્વભાવની અપૂર્વ રુચિ અને વિભાવની અરુચિ પ્રગટતી નથી. ફલતઃ યોગ્યતા રોકાઈ જાય છે.
(૧૦૪૧)
આત્માર્થી પ્રારબ્ધ પ્રસંગમાં પોતાપણાનો રસ ઘટાડવા જાગૃત હોય. આવી જાગૃતિ નિજ કલ્યાણની બળવાન ભાવના વશ ઉત્પન્ન હોય. ગુણ જિજ્ઞાસાપૂર્વક સત્સંગનું મહત્વ ભાસવું, સરળતા અને વૈરાગ્ય – ઉપશમ આદિ યથાર્થ ભૂમિકામાં હોય તો આત્મસ્વરૂપનો વિચાર – ખોજ યથાર્થપણે થાય, સ્વભાવની સમ્યકતાનું સૂક્ષ્મ) સ્વરૂપ સુધી ઉપયોગની પહોંચ થાય. જ્ઞાની પુરુષની દશામાં સ્વભાવની સમ્યકતા પ્રગટ છે. જે વડે સ્વરૂપની અભિમુખતા અને અપ્રતિબદ્ધતાની પ્રયત્ન દશા સમજાય, તો આત્માર્થ સમજાય અને જ્ઞાની મહાત્માની અપૂર્વ ભક્તિ પ્રગટે. (૧૦૪૨)