________________
અનુભવ સંજીવની
૨૮૯
સ્વરૂપની ભાવના નિરંતર રહે, વૃદ્ધિગત થતી રહે તો, સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય જ. ભાવનાથી દર્શનમોહ અને જ્ઞાનનો વિપર્યય-મળ વગેરે અવરોધ દૂર થાય છે, વા ગળી જાય છે, ત્યારે ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો પ્રકાશ દેખાય છે, આત્મામાં સહજ પ્રત્યક્ષતા અનંત છે – તેનું દર્શન એ જ ચૈતન્ય પ્રકાશ છે. જે ભાવના વડે પ્રાપ્ત થવા યોગ્ય છે, ખરી ભાવના સિવાઈ બીજા પ્રકારે પ્રાપ્ત થવા યોગ્ય નથી.
(૧૦૪૩)
-
પ્રશ્ન :- પૂર્ણતાનું લક્ષ-ધ્યેય થયાનું લક્ષણ
સ્વરૂપ શું ?
ઉત્તર ઃસ્વરૂપની ભાવના નિરંતર રહે, લગની / તાલાવેલી લાગે, તે પ્રાપ્ત થયે જ છૂટકો, ત્યાં સુધી જંપ ન વળે, પ્રાપ્તિના જ પાયા ગોતે, ખરા મોક્ષાર્થીને આવું હોય. આવો પ્રકાર ભૂમિકાની યથાર્થતાને ઉત્પન્ન કરે છે. જે યથાર્થતા વિકાસ પામી સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ઉત્પન્ન થતાં, પોતાના પ્રયોજનના વિષયને, પ્રયોજન (આત્મહિત) સધાય તેવી રીતે પૂર્ણતાના લક્ષ્ય અનુસાર જાણે છે. (૧૦૪૪)
-
સામાન્યના આવિર્ભાવરૂપ જ્ઞાનવેદન સુધી જેની પહોંચ નથી, તે અધ્યાત્મનો વિષય અધ્યાત્મ શાસ્ત્ર અનુસાર ન્યાય યુક્તિ (અનુભવના દૃષ્ટાંતો) અનુસાર અવધારે, તોપણ તેમાં જાણવાની પ્રધાનતાથી કથન આવી શકે, પરંતુ વેદન પ્રધાનતા અથવા વેદન સંબંધિત કાર્ય પદ્ધતિ અને તે વિષયમાં થતી વિપરીતતા - અવિપરીતતા આદિ - (સાંગોપાંગ વિષયના અજાણપણાને લીધે) આવી શકે નહિ. યપિ વેદનનો વિષય અધિકાંશ અવક્તવ્ય છે, તો પણ જે કાંઈ અલ્પાંશે વક્તવ્ય છે, તે વ્યક્ત થવામાં તે દશાના અનુભવની ઝલક અનુભવરસ સહિતની હોય છે. તેથી ત્યાં સુધી જેની પહોંચ નથી, તેનાં વક્તવ્યમાં તફાવત રહે છે, જે તે વિષયનાં અનુભવીને સમજાય છે, સાધારણ મુમુક્ષુને કે મધ્યમ કોટીનાં મુમુક્ષુને આવો ભેદ ન સમજાવાથી, તે ભ્રાંતિમાં પડે છે.(૧૦૪૫)
પ્રશ્ન :- જો પૂર્ણતાનું લક્ષ ન બંધાયુ હોય તો શું કરવું ? ધ્યેય બાંધવું છે, પણ તે માટે શું કરવું તેની મૂંઝવણ છે ?
સમાધાન :– ધ્યેય શૂન્ય પ્રવૃત્તિનું મૂલ્ય શૂન્ય જાણવું, જેથી નિરહંતા રહે અને ધાર્મિક પ્રવૃત્તિમાં રોકાવાનું કારણ ઉત્પન્ન ન થાય. સત્સંગને અમૃત જાણી, સંસારના સર્વ પ્રસંગની ગૌણતા થાય. સંસારની સર્વ મહત્વકાંક્ષા સાવ મૂકી દેવી, તીવ્ર અપેક્ષા કયાંય પણ ન રાખવી. સત્સંગમાં પણ પૂર્ણતાનું લક્ષ’ નથી થયું, તેની ખટક રાખી, તે અર્થે જ સર્વ વિચારણા મંથન ચાલે, તેનો જ પ્રયત્ન રહે તે જ ‘તેનું” કારણ છે. કારણમાં કાર્ય ગર્ભિત સમજવું. જેને છૂટવું જ છે, તેને કોણ બાંધી શકે ? એવું શુદ્ધ અંતઃકરણ છે કે નહિ તે તપાસવું. તપાસતાં અભિપ્રાય (નિયત)
―
-