________________
૨૯૦
અનુભવ સંજીવની પકડાશે, અને ત્યારે મલિનતા અંતઃકરણની મટશે, તો પૂર્ણતાનું લક્ષ' થઈ શકશે. (૧૦૪૬)
શાસ્ત્ર અભ્યાસ પ્રસંગે હંમેશા જાણવાના વિષયને ગૌણ કરી, પ્રયોજનભૂત વિષયને મુખ્યતા આપવી જોઈએ, અને જેટલો કોઈ પ્રયોજનભૂત વિષય છે, તેમાં પોતાના દોષ અને વિપર્યાસ ટાળવામાં ઉપયોગી હોય, તે સિવાયના વિષયને ગૌણ કરવા જોઈએ. તેમાં પણ વર્તમાન સ્થિતિને અનુલક્ષીને આગળ વધવામાં વર્તમાનમાં ઉપયોગી થાય, તેને મુખ્ય કરી, પ્રયોજન સાધવું જોઈએ. આ પર્યાય નયે, વાત નિજહિતની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિ અંગેની છે. જે ધ્યેયને / પૂર્ણતાના લક્ષને અનુસરીને સહજ હોવા યોગ્ય છે. આશ્રયભૂત પરમભાવ પરમ પ્રયોજનભૂત છે, ત્યાં સુધી પહોંચવાની આ શ્રેણી કહી.
. (૧૦૪૭)
લક્ષણથી અને વેદનથી સ્વરૂપ પ્રાપ્તિની વિધિના વિષયમાં જેનો પ્રવેશ નથી, તેનો આધ્યાત્મિક વિષયમાં ખરેખર પ્રવેશ નથી. છતાં અધ્યાત્મ તત્ત્વની પ્રધાનતા થતી હોય તો તે ઘસંજ્ઞાએ થાય છે. તત્ત્વની અંતર રુચિ વડે ઓળસંજ્ઞા નિવૃત્ત થાય તો આત્મલાભ થાય, યથાર્થ લક્ષ – આત્મકલ્યાણનું હોય તો ક્યાંય અટકવું ન થાય, ઓઘસંજ્ઞામાં વિશેષ કાળ લંબાય નહિ. જો ઓઘસંજ્ઞામાં વિશેષ રહેવું થાય તો તેમાંથી વિકૃતિ વૃદ્ધિગત થઈ જાય છે, બાહ્ય લક્ષી કેવળ શુભોપયોગની સર્વ પ્રવૃત્તિ રહી જાય છે. વિષય અધ્યાત્મનો હોવાથી તેમાં યથાર્થતાનો વા સમ્યક શ્રદ્ધા જ્ઞાનનો ભ્રમ થાય છે. તેથી આ સ્થળે તેમ ન થવા જાગૃતિ હોવી ઘટે, વિચારવું ઘટે.
(૧૦૪૮).
જો આત્મહિતની જાગૃતિ જીવને ન રહે તો અનાદિથી અત્યાર સુધીની પ્રવૃત્તિ જેમ પરમાર્થે નિર્લક્ષ અને નિષ્ફળ ગઈ છે, તેમ જ બને. જેથી આવા સુયોગમાં કે જ્યાં પરમ સત્ નિતરતું હોય ત્યાં, આત્મજાગૃતિને દઢપણે ભાવીને, લોકભય અને લૌકિકભાવનો ત્યાગ કરીને વર્તવું ઘટે છે, જેથી સૌ સાધન નિજ હિતમાં જ નિમિત્ત થાય. સત્ સાધન નિમિત્ત)માં તો આત્મશ્રેયનું જ નિમિત્તત્વ છે. પણ તે ઉપાદાનની યોગ્યતાએ જ સિદ્ધ થાય છે, અન્યથા નહિ, તે પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. સર્વ સાધનમાં સત્સંગ સર્વોત્તમ છે, એ સર્વ આગમ અને જ્ઞાનીઓને સમ્મત
(૧૦૪૯)
જેઓ ભેદજ્ઞાન અને સ્વાનુભવ પરિણત છે, જેઓને પ્રારબ્ધયોગે પરભાવના ઉદય પ્રસંગે પ્રવર્તતા હિતબુદ્ધિ કે પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એવા જ્ઞાનીઓ પણ વ્યવસાય આદિ સંસારિક પ્રવૃત્તિથી નિવૃત્તિની ભાવના કરે છે, તો પછી મુમુક્ષુજીવે નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થ અર્થે નિવૃત્તિને