________________
અનુભવ સંજીવની
૨૯૧ ઈચ્છવી, તે વિચારવાન જીવનો વિવેક છે. આ પ્રકારના વિવેકનો અભાવ–પરભાવની રુચિનો દ્યોતક છે. ખરી મુમુક્ષતામાં તો ઉદય-પ્રસંગમાં અસારપણું ભાસે છે. વૃથા સમય ખોવો પડે છે, તેમ જાણી, નિવૃત્તિની ઝંખના રહ્યા કરે અને પૂરી શક્તિથી આત્માર્થ પાછળ સમય વ્યતીત થાય તેવો ઉપયોગ રહે.
(૧૯૫૦)
ડિસેમ્બર – ૧૯૯૨ અનુપમ ચિદ્રુપને – નિજ પરમેશ્વર પદને અંતરમાં જેણે વ્યાપક નિહાળ્યું, તેને રાગાદિમાં સ્વપદનો ભ્રમભાવ મટયો, રાગની મીઠાશ છૂટી, કારણ અશુચિ અને દુઃખ લાગવાથી અપેક્ષા છૂટી ઉપેક્ષા થઈ, જેને રાગની ઉપેક્ષા થઈ. તેને રાગના વિષયભૂત દેહાદિ અને ઈન્દ્રિય વિષયોની માયા તજવી સહજ હોય. શાશ્વત પદમાં નિવાસ થતાં, ભવઉદાસી થઈ નિજ સુખરાશી પામે. આખાભવથી ઉપેક્ષાબુદ્ધિ થાય, ત્યાં ભવના પેટા ભેદરૂપ ઉદય પ્રસંગોમાં ગૌણતા થવી સહજ છે. સત્સંગને નિષ્ફળ કરનાર એવા લૌક્કિભાવને તો આ અલૌકિક સન્માર્ગમાં જરાપણ અવકાશ નથી.
(૧૦૫૧)
અહો ! સત્પુરુષના હૃદયનું ગાંભીર્ય ! માન-અપમાનની બુદ્ધિ નહિ હોવા છતાં, પોતાનો આત્મા બાહ્ય મહાભ્યને ન ભજે, તે અર્થે જેઓ અત્યંત જાગૃત છે, અન્ય મહાત્માઓ પ્રત્યે અને પાત્રતાવાન ઉત્કૃષ્ટ મુમુક્ષુ પ્રતિ જેઓ સહજ બહુમાનપૂર્વક વિનમ્રતાપૂર્ણ વ્યવહારથી પ્રવર્તે છે. દૃષ્ટિ સમ્યક હોવાથી જેમને મહા વિવેક પ્રગટ થયો છે. ધર્મ-પ્રભાવના પ્રવર્તાવતાં, મુમુક્ષુઓને આશ્રય માર્ગ બોધવા છતાં, પ્રાપ્ત મહત્વથી જેઓ અંતરથી નિસ્પૃહ રહે છે, તેમ છતાં અંતેવાસી સુપાત્ર જીવની ભક્તિ–ભાવનાને કેવળ નિષ્કારણ કરુણાથી અનુમોદે છે, સ્વદોષને પણ પ્રગટ કરી જે પરસ્પરની એક્યતાને વૃદ્ધિગત કરે છે. તેવી સ્વ-પર કલ્યાણક વિચિક્ષણતાના ધારક ધર્માત્મા પ્રત્યે હૃદય નમી પડે છે. ખરેખર તેઓ આશ્ચર્યની પ્રતિમા જ છે. જેમ જેમ તેમના સમ્યક ચરણની સમીપ જવાય છે, હૃદય વારંવાર બહુમાનથી પોકારી ઊઠે છે – અહો અહો !
(૧૦૫૨).
અવગુણ પ્રત્યે અણગમો તે પ્રશસ્ત ષ છે. ચાહે તે સ્વનો હોય કે પરનો. ગુણ જિજ્ઞાસા - ચાહનાની ભૂમિકામાં તે થયા વિના રહે નહિ. સમ્યક વીર્યની ઉત્પત્તિ થવા પહેલાંનો આ ક્રમ છે. અનાદિથી અવગુણ પ્રત્યે જીવનો પુરુષાર્થ પ્રવર્તે છે, જે વાસ્તવમાં નપુંસકતા છે, અથવા કેવળ ગુસ્સો એ નપુંસકતા છે. આત્મ- જાગૃતિ અથવા સમાજ જાગૃતિ અર્થે પુણ્યપ્રકોપ સવિર્ય હોય છે, પૌરૂષી હોય છે. અવગુણ સામે આત્મા કકળી ઊઠે, તે સદ્ગુણ છે, દોષ નથી.
દંભના દોર પર રાચનાર, પ્રભાવનાના નામે પ્રસિદ્ધ પ્રાપ્ત કરનાર, સોયનું દાન કરીને સોનાની