________________
૨૯૨
અનુભવ સંજીવની ચોરી કરનાર, પ્રત્યેના કટાક્ષમાં કડવાશ ન ગણતાં, કરુણતા હોય છે. સંતોની વાણીમાં પણ તે જોવા મળે છે.
(૧૦૫૩)
ગુણ અને ગુણવાન પ્રત્યેનું બહુમાન તે ભક્તિનું સાચું સ્વરૂપ છે. આવી સાચી ભક્તિ ગુણ પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે. આ ભક્તિ બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભાષા જ્ઞાન કે વિદ્વતાથી નિર્મળજ્ઞાનની કોટી ઉંચી છે. જુદી જાત છે. (૧૦૫૪).
અપરમાર્થને વિષે પરમાર્થનો આગ્રહ દૃઢ થવાથી, (અથવા) (દર્શનમોહ વૃદ્ધિગત થવાથી), સમ્યફબોધ પ્રાપ્ત થવાના યોગે પણ, તે બોધ પ્રવેશ થાય, તેવો ભાવ ઉત્પન્ન થતો નથી, એવી વિટંબણા મુમુક્ષુજીવને ઉપરોક્ત કારણથી થાય ત્યારે, પરમ દીન ભાવે પરમાત્મા પ્રત્યે યાચના કર્તવ્ય છે કે હે નાથ ! આ પરિભ્રમણથી નિવૃત્તિનો સર્વોત્તમ ઉપાય એવો જે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ – તેનો શરણભાવ મને ઉત્પન્ન થાય – એવી કૃપા કર' ! એવા ભાવના વીસ દોહરા પ. કૃપાળુ દેવે, શ્રી લલ્લુજીને બોધ્યા હતા, તે ગુણ આવૃત્તિના હેતુથી આત્માર્થીજીવે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
(૧૦૫૫).
જેણે અંતતત્ત્વ-નિજ પદાર્થને જોયો નથી, અંતર્મુખી માર્ગ જાણ્યો નથી, તેવો જીવ અંધપણે તે પદાર્થ અને તેને પામવાના માર્ગને દર્શાવી શકે નહિ, તેમ છતાં કલ્પના વડે અપરિણામી રહી માર્ગ કહે, તો મહા અનર્થકારી દશા પોતાની થાય. – તેમ વિચારી, બીજાને ઉપદેશ કરતાં, ઉપરોક્ત વિષયની ગંભીરતા લક્ષમાં લેવા યોગ્ય છે. તેથી જ મુમુક્ષુજીવે જિનવાણીના આશ્રયે, ઉપદેશક નહિં થતાં, સત્સંગ ઉપાસવો, ગુણ જિજ્ઞાસુ રહેવું.
(૧૦૫૬)
અન્ય દ્રવ્ય-ભાવમાં તદાભ્યપણું ભાસે છે, તે જન્મ-મરણ અને પરિભ્રમણનું કારણ છે, તેની નિવૃત્તિ સ્વ સ્વરૂપને લક્ષણથી, ગુણથી, અને વેદનથી તદાભ્યપણે અનુભવતાં સહજ થવા યોગ્ય છે. પરમાં સ્વપણાની ભ્રાંતિ તે જ સંસાર છે, તે જ સર્વ દોષનું મૂળ છે. તેને છેદવાનો ઉપાય સર્વ પ્રથમ કર્તવ્ય છે, તેને ગૌણ કરી, નાના દોષ છોડવામાં સમય અને શક્તિ ખર્ચવી ઉચિત નથી.
(૧૦૫૭)
છે.
“જ્ઞાનમાત્રથી વેદનગોચર થતું જે નિજ અસ્તિત્વ તે જ આત્મા છે; જે પ્રત્યક્ષપણા વડે થી) સાક્ષાત્કાર થઈ નિશંક પ્રતીતિને ઉપજાવે છે. આત્મ-વેદન શાંત સુધામય હોવાથી તેમાં હરવુંજામવું સહજ થવા યોગ્ય છે.