________________
૨૯૩
અનુભવ સંજીવની જ્ઞાનમાત્ર ભાવમાં અનંત નિજ ઐશ્વર્યનું અવલંબન છે, વીર્યની ફુરણા છે. (૧૦૫૮)
ઉદય પ્રસંગોમાં અપેક્ષાવૃત્તિના કારણે દીનતા થતાં નિજ સામર્થ્યનો સહજ અસ્વિકાર થઈ જાય છે, તે અજ્ઞાનીનું લક્ષણ છે. જ્યારે સ્વયંના અનંત સામર્થના સ્વીકારને લીધે, નિરાલંબ નિરપેક્ષ પરમ તત્ત્વના અધારે ઉદયમાત્રમાં ઉદાસીનતા તે જ્ઞાનીનું લક્ષણ છે. તેથી જ જ્ઞાની અસંગતાની હંમેશા ભાવના ભાવે છે, જે અસંગદશાની પ્રાપ્તિનું કારણ છે.
મુમુક્ષુ જીવને શુભયોગની પ્રવૃત્તિ કરતાં દ્રવ્યાદિની વાંછા રહે, તો તે મુમુક્ષતાને નાશ કરે, તેવી વાંછાના પરિણામ તે ભૂમિકાની બહારના પરિણામ છે.
(૧૦૫૯)
- અનુભવજ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી કે બીજા પદાર્થના સંગથી પ્રવર્તતા આશ્રવ છે અને આત્મપરિણામની અસ્વસ્થતા અર્થાત્ અસમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતા તેટલી જ સમાધિ છે. તેથી જ સર્વ સંગ-પ્રસંગમાં જ્ઞાની ઉદાસ છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બે કરી શકે છે, એક જ્ઞાની અને બીજા જ્ઞાનીના આશ્રયે વર્તતા હોય છે. સર્વ ઉદ્યમથી અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તેમ પ્રવર્તવા શ્રી જિનેશ્વરની આજ્ઞા છે. (૧૦૬૦)
બાહ્યમાં પોતાનું મહાભ્ય દેખાય, તેવું કાંઈ કરવું, કરાવવું કે અનુમોદવું–તે જ્ઞાનીને પ્રિય હોતું નથી, બાહ્યદષ્ટિવાનને પ્રિય હોય છે. મનુષ્ય પર્યાયમાં માનને જીતવું અતિ દુષ્કર છે. તેનો સુગમ-સરળ ઉપાય પુરુષનો ચરણ–આશ્રય છે. તે સિવાઈ માનથી મુક્ત થવું અતિ દુષ્કર છે. – આ દુષ્કર કાર્યની સિદ્ધિનો અદ્ભુત ઉપાય સંતોએ બોધ્યો છે. તે મુમુક્ષુ જીવે પરમ હિતનું મૂળ સમજી ઉપાસવા યોગ્ય છે.
(૧૦૬૧)
અનુકંપા સમ્યક પ્રકારે ઉત્પન્ન થયે, સર્વ જીવ પ્રત્યે ભેદભાવ વિના નિરવૈર્ય બુદ્ધિ થાય છે, તે આત્મશાંતિનું કારણ છે. જ્યાં સુધી એકપણ જીવ પ્રત્યે વૈમનસ્યનું શલ્ય રહે, ત્યાં સુધી આનંદ ઉત્પન્ન થવામાં આત્માને પ્રતિબંધ છે, તેટલું સંકુચિતપણું છે. જ્યાં સંકુચિતતા હોય ત્યાં તેવું વલણ આત્માને વળગણ થઈ પડે છે. તેવી કુંઠિત દશામાં આનંદનો ઉદ્ભવ કેમ થાય? કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સર્વાત્માનો પૂર્ણ હૃદયથી સ્વીકાર-સત્કાર થાય તો, અલૌકિક દશા પ્રગટે.
(૧૦૬૨)
અનુભૂતિસ્વરૂપ હોવાથી, આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. આત્મામાં સહજ પ્રત્યક્ષતા અનંત છે. નિરંતર વર્તતુ જ્ઞાન વેદનથી તેવી સિદ્ધિ અને પ્રતીતિ છે. પ્રત્યક્ષતાના આધારે ઉત્પન્ન પ્રતીતિ,