________________
૨૯૪
અનુભવ સંજીવની નિઃશંકતા અને પુરુષાર્થને સહજ ઉત્પન્ન કરે છે. પ્રત્યક્ષતાના અવલંબનથી આત્મરસ પ્રચુર થાય છે, વીર્યનો ઉછાળો આવે છે. વીર્યનું સ્વાભાવિક કાર્ય સ્વરૂપ રચના છે. (૧૦૬૩)
જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી અને જ્ઞાન વિશેષનો તિરોભાવ થવાથી, જ્ઞાનમાત્ર એવા સ્વ-સ્વરૂપનો પોતારૂપે અનુભવ થાય છે. અન્ય પદાર્થમાં સુખબુદ્ધિ મટવાથી – આસક્તિ મટવાથી – યાકાર જ્ઞાન નીરસ થવાથી, જ્ઞાનનું બાહ્ય પદાર્થ પ્રત્યે ખેંચાણ ઘટી જવાથી, અને આત્મિક સુખ પ્રતિ આસક્ત થવાથી, જ્ઞાનવિશેષ તિરોભૂત થઈ શકે છે, - વા થાય છે. (૧૦૬૪)
- જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના, જીવ સ્વચ્છેદે સ્વરૂપનો – સિદ્ધાંતનો નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી, તેમ કરવા જતાં વિપર્યાસ થવાનો સંભવ છે, જીવનું પરમાત્મા પણું સર્વ શ્રુતજ્ઞાનનો સાર છે, પરંતુ તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું, મોક્ષાર્થી રહી સપુરુષના આશ્રયે – આજ્ઞાએ નિશ્ચય કરવો, તે મોક્ષના બીજભૂત છે. નહિતો પરમાત્મપણાનું
અભિમાનની પ્રવૃત્તિ થાય, જે વીતરાગ સર્વજ્ઞ પુરુષોની અશાતના રૂપ છે. - આવી ગંભીરતા વિચારણીય છે.
(૧૦૬૫)
જાન્યુઆરી - ૧૯૯૩ મહાત્માઓની અંતર્બાહ્ય જીવનચર્યા જોતાં, ઉપદેશમાર્ગ પ્રવર્તાવવામાં સહજપણે અપ્રતિબંધ ભાવમાં જાગૃત રહી, પ્રવર્યા છે, પરંતુ ફુદીરણભાવે તેવી પ્રવૃત્તિ કરી નથી. જો તેમ કરે તે અવશ્ય પ્રતિબંધ થાય જે આત્માને વિષે ગુણ પ્રગટે તે અવશ્ય ભક્તિ કરવા યોગ્ય છે. તોપણ અવિરતિરૂપ ઉદય હોય, તેથી લોકોને કઠણ પડે; અને કંઈપણ વિરાધના થવાનો હેતુ થાય, તેમજ પૂર્વના પરમજ્ઞાની - વિરતિનો અનુક્રમ તૂટવા જેવું પ્રવર્તન પોતાથી ન થાય, વગેરે લક્ષમાં રાખી પ્રવર્તવું ઘટે. ઉદયમાં ઉદાસીનતા વિના આત્મજાગૃતિ સંભવિત નથી.
(૧૦૬૬)
લોકસંજ્ઞાને શ્રદ્ધા સાથે સંબંધ છે. જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે, તેને પોતા પર શ્રદ્ધા નથી. જેને પોતામાં શ્રદ્ધા છે તેને લોકોની પડી નથી હોતી. પોતાની નિર્દોષતા જ નિઃશંકતાનો આધાર હોવો જોઈએ. સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય, તો તે પાંગળુ, અપંગ થઈ જાય. લોકોના અભિપ્રાયને ખરીદવાવાળા સત્યને વેચી, આત્મઘાત કરે છે. તેવા જીવનમાં શાંતિ હોતી નથી. સમ્યમાર્ગે ચાલનાર સ્વતંત્ર વિચારક, કોઈની પણ તેમા કર્યા વિના, મસ્તીમાં જીવે છે. તેને કોઈ ઘટના કે દુર્ઘટના ચલીત કરી શકતી નથી, સર્વ પ્રસંગો માર્ગની દઢતા થવામાં તેને, ઉલટાના ઉપકારી થાય છે. સાચી સમજણનો આવો સ્વભાવ છે.
(૧૦૬૭)