________________
અનુભવ સંજીવની
૨૯૫ પરમાર્થે આત્મ-સ્વરૂપ અસંગ છે. તેવી સ્વરૂપાકાર દશાની – અસંગદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. તેવી દશાની પ્રાપ્તિના ઉપાયથી જે અજાણ છે, તેણે માર્ગના અનુભવી પુરુષના સત્સંગની ઉપાસના કરવી – એમ અનુભવી મહાત્માઓએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. નિવાર્ણમાર્ગ અગમ અને અગોચર છે. શ્રીગુરુના આશ્રય વિના તે માર્ગ મળવો અશક્ય છે–જો કે જેને માર્ગ પ્રાપ્ત છે તે પણ સત્સંગની ઉપાસના આવશ્યક સમજે છે, અન્યથા પ્રાપ્ત બોધ સ્થિર રહેવો વિકટ છે, તો આત્માર્થીને તેની આવશ્યકતા વિશેષ ભાસે જ . એ નિઃસંશય છે.
(૧૦૬૮)
નિજદોષ જોવાના દૃઢ નિશ્ચયને લીધે તથારૂપ લક્ષ રહે, જેથી સ્વછંદ રહિતતા થાય, તેવા મુમુક્ષુ જીવે શાસ્ત્ર વાંચવા, તે પહેલાં શાસ્ત્ર જ્ઞાન કરતાં, શાસ્ત્રીય અભિનિવેષ થવાનો પ્રાયઃ સંભવ છે. સ્વચ્છેદરહિત જીવને આત્મા સમજવા અર્થે શાસ્ત્ર ઉપકારી થાય છે. અનેકવિધ શાસ્ત્ર વચનોમાં પૂર્વાર્પર અવિરોધતા, ક્રમભંગ રહિત યથાર્થતા, તેમજ યોગ્ય પ્રકારે વજન હિનાધિક દેવાપણું – વગેરે સૂક્ષ્મ પ્રકાર– સત્સંગ વિના સમજાવા દુર્ગમ છે.
પૂર્ણતાના લક્ષ પ્રાપ્ત ઉપશમ દશા વડે, જીવ શાસ્ત્રનું અવગાહન કરવા માટે અધિકારી થાય છે. અનઅધિકારી જીવને શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે છે.
(૧૦૬૯)
જ્ઞાનીને સ્વરૂપમાં સ્થિરતાં વર્ધમાન થવાથી વીતરાગતાને લીધે સહજ ત્યાગ વર્તે છે, તે તેમના ઐશ્વર્યને વ્યક્ત કરે છે. શ્રી તીર્થંકરદેવે આ પ્રકારથી ત્યાગનું ઉત્કૃષ્ટપણું પ્રકાશ્ય છે. જે સર્વ જીવોને ઉપકારી છે, – ઉપકારભૂત છે. જે જે પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન થાય, તેનાથી છૂટવા જ્ઞાનીને સહજ ઉદ્યમ થવા યોગ્ય છે. અકર્તાપણે ત્યાગ થવો ઈષ્ટ છે. સમ્યફપ્રકારે વર્તતા ત્યાગમાં દીનતાનો અભાવ હોય છે. વીતરાગતાના સભાવમાં અને પ્રમાણમાં, રાગનો – વિકલ્પનો અભાવ થાય છે, તેથી રાગના વિષયો તનુસાર સહજ (આર્તધ્યાન વિના) છોડી શકાય છે વા છૂટી જાય છે, તેમાં પ્રતિજ્ઞાનો ભાવ / વિકલ્પ નિમિત્ત થાય છે. (૧૦૭)
સર્વકાર્યમાં મુમુક્ષુને કર્તવ્ય એકમાત્ર આત્માર્થ જ છે. તે આત્માર્થરૂપી પ્રયોજનનું લક્ષ અને ભાવના રાખવી યોગ્ય છે. શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન ભાવનામાં ધ્યેય – પ્રાપ્તિ ગર્ભિત છે.– આ કારણ-કાર્યની પરંપરાનો નિયમ છે, – સંધિ છે.
(૧૦૭૧)
* પરલક્ષી વિચારની પહોંચ જ્ઞાન સામાન્યરૂપ જ્ઞાનવેદન – અંતરંગ સુધી નથી. સ્વ અવલોકનના અભ્યાસ દ્વારા જ્ઞાનવેદન પકડાય છે.
* આત્માર્થતા અને આત્મજાગૃતિ વિના આત્મકલ્યાણનો આશય વાણીમાં વ્યક્ત થઈ શકતો