________________
૨૯૬
અનુભવ સંજીવની
નથી, અર્થાત્ તે આશય વક્તાની ચતુરાઈનો વિષય નથી.
* પદાર્થ દર્શન વિના વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કલ્પનાયુક્ત અને પૂર્વાપર વિરોધી હોય છે, તેમજ સંતુલિત હોતું નથી. માત્ર આગમ – અભ્યાસથી પૂર્વાપર અવિરોધપણું પ્રાપ્ત થઈ શકતું નથી.
* સ્વરૂપ-લક્ષ થયા વિના મુખ્ય-ગૌણ કરવામાં યથાર્થતા રહેતી નથી. ભાવમાં હિનાધિક વજન દેવાથી નય દુભાય છે, અને વિપર્યાસ સધાય છે,
(૧૦૭૨)
પ્રશ્ન :- સ્વાનુભૂતિને આવરણ કરનાર પરિણામ ક્યા ક્યા છે. ?
ઉત્તર :- અનુભવજ્ઞાનમાં પરપ્રવેશભાવરૂપ દેહાદિ અધ્યાસ અને અન્ય પદાર્થ (રાગ અને રાગનો વિષય)ને વિષે અહંતા-મમતાના પરિણામ સ્વયંના વેદનને આવરે છે. ઉક્ત પરિણામોને મટાડી ઉપયોગ સ્વભાવમાં પરિણમે અને જ્ઞાન સ્વરૂપપણું ભજે અર્થાતુ પોતાનું જ્ઞાનમાત્રપણે સંચેતના વર્તે – તેથી જ્ઞાન નિરાવરણ થાય છે. વા શુદ્ધ થાય છે. જ્ઞાની સંમયા જ્ઞાન સતવ શુદ્ધ પ્રાશ (સ. ક. ૨૨૪).
(૧૦૭૩)
દર્શનમોહની શક્તિ ઘટવા અર્થે, સત્સંગનો આશ્રય કરવાની આજ્ઞા જ્ઞાની પુરુષોએ મુમુક્ષજીવને કરી છે, અને ઠામ ઠામ સત્સંગનું મહાભ્ય દર્શાવ્યું છે. તેમજ અસત્સંગથી દૂર રહેવાની ભલામણ કરી છે. તેનું યથાર્થ લક્ષ ન થવાથી જીવ તે વીસરી જાય છે. તેથી પરિણામ અખંડ રહેતા નથી. આત્મરુચિ વૃદ્ધિગત થવાની ઈચ્છાવાન મુમુક્ષુએ બીજાં સર્વ બાહ્ય સાધનને ગૌણ કરી સત્સંગને ઉપાસવો યોગ્ય છે. જેને એવો વિવેક નથી, તેને નિમિત્ત અંગેનો પણ વિવેક નથી, તો ઉપાદાનનો વિવેક તો તેને કયાંથી હોય ? તેમ છતાં ઉપાદાનનું નામ લઈ જે સત્સંગને ગૌણ કરે છે, તે જ્ઞાનીની આજ્ઞાની વિરાધના / ઉલ્લંઘન કરે છે અને સ્વચ્છંદને સેવે છે. તે નિસંશય છે.
(૧૦૭૪)
મનુષ્યપણું અનંતવાર પ્રાપ્ત થયું છે, પરંતુ આત્મહિતાર્થે તેનું સફળપણું થયા વિના, પ્રાયઃ દેહાર્થે પ્રવૃત્તિ કરવામાં તે વ્યતીત થયું છે. જન્મ-મરણનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તેવા જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, આશ્રય કર્યો, તે મનુષ્યપણું સફળ છે. જે આશ્રય વડે જીવ અનેક પ્રકારના મિથ્યા આગ્રહથી મુક્ત થઈ, તે ભવમાં અથવા સમીપના અલ્પ કાળમાં સ્વસ્વરૂપને પ્રાપ્ત કરશે. જ્ઞાની પુરુષનાં આશ્રય વિનાં જીવને ધર્મ પ્રવૃત્તિ કરતાં, ઉપર ચડવાને બદલે પડવાનાં અનેક સ્થાનો છે, અટકવાના શુભજોગનાં અનેક હેતુઓ છે. જીવની દઢ મોક્ષેચ્છા, તેને સત્પુરુષની ખોજ અને આશ્રય ભાવના માટે પ્રેરે છે. ત્યારે જ સર્વાર્પણભાવે જીવ આજ્ઞાશ્રિત