________________
અનુભવ સંજીવની
વર્તવાની યોગ્યતા પામે છે. વિચારવાન જીવ આમ સ્વરૂપ પ્રાપ્તિની પરમ અવગાઢ ભાવનામાં – દશામાં આવીને માર્ગે ચડે છે.
(૧૦૭૫)
લોકસંજ્ઞાનો દોષ અતિ ભયંકર છે. લોકોમાં સ્વયંની મહત્તા થવી – એ જ જેનો આત્મા છે, તે, તે અર્થે, દેવ, ગુરુ, શાસ્ત્રનો વિરોધરૂપ વિરાધના સહજમાત્રમાં કરી બેસે છે. વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાન હોવા છતાં, મતિ-મૂઢતાને લીધે આ મહાદોષ થાય છે, પરંતુ લોક સમૂહને ગૌણ કરનાર સામાન્ય મુમુક્ષુને પણ આવી ભૂલ થતી નથી. યોગ્યતાનું આવું વિલક્ષણપણું ઊંડાણથી વિચારવા યોગ્ય છે. તેમજ લોકસંજ્ઞા જીવને ગૃહિત મિથ્યાત્વમાં દોરી જાય છે, તે પણ વિશેષપણે લક્ષમાં રાખવા યોગ્ય છે. જીવના પરિણામમાં લોકસંજ્ઞા મળ-વૃદ્ધિ કરે છે અને તેથી આત્મલ્યાણથી જીવ દૂર જાય છે.
(૧૦૭૬)
ધર્મ-અધર્મના વિષયથી જે અજાણ છે, તે શુભ પરિણામથી ધર્મ કેમ ન થાય ? એવી સમસ્યામાં મુંઝાય છે, પરંતુ અધર્મ થવામાં મુખ્ય કારણ અશુભ પરિણામ કેવળ નથી, પરંતુ મુખ્યપણે અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વકનું સર્વ આચરણ / પરિણમન તે અધર્મનું સ્વરૂપ છે. તે જ પ્રમાણે ધર્મમાં ત્રણેય મુખ્યગુણોની શુદ્ધિ એકસાથે જ થતી હોવાથી, કોઈ એક ગુણના પરિણમનથી ધર્મ પ્રગટ કરવાની સમજણ ભૂલ ભરેલી છે. ધર્મનું મૂળ તો શ્રદ્ધા છે, જે જ્ઞાનપૂર્વક થાય છે. તેથી ધર્મજિજ્ઞાસુએ પ્રથમ તેની એટલે શ્રદ્ધા - જ્ઞાનની મુખ્યતાથી ધર્મની વિચારણા કરવી ઘટે નહિ કે માત્ર શુભ ભાવની મુખ્યતાથી.
(૧૦૭૭)
સપુરુષ પ્રત્યેની (૧) અનન્ય આશ્રય ભક્તિનું રહસ્ય એ છે, કે તેનાથી તેઓશ્રીના આત્મહિતકારી વચનોનું યથાર્થ ગ્રહણ થવાની (૨) યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. અથવા જે મોક્ષાર્થી જીવ છે તેને સત્પુરુષના આત્મકલ્યાણી વચનોનું યથાર્થ ગ્રહણ થાય છે, તેને પ્રતીતિ સહિત સપુરુષની “અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન થાય છે, જે દર્શનમોહના અનુભાગને વિશેષ પ્રમાણમાં ઘટાડવામાં, અને વચનબોધને પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે, પરદ્રવ્ય, પરભાવમાં અહપણારૂપ અનાદિ મહાદોષ છેદવા, મૂળથી મટાડવા સમ્યક જ્ઞાનદશા જોઈએ, પરંતુ તે ઉત્પન્ન થવા અર્થે તે દોષ મોળા પડે છે અને તેવું મોળાપણું થવામાં ઉપરના બે કારણો મુખ્ય આધારભૂત જાણી, તેનું લક્ષ રાખી, – તેની નિરંતર મુખ્યતા રાખી, પરિણતિ થવી / કરવી ઘટે.
એ વાત લક્ષમાં રાખવી ઘટે છે કે ઉદયભાવોમાં નીરસતા – આત્મહિતની જાગૃતિપૂર્વક – કેળવ્યા વિના, સત્પુરુષના વચનનું ગ્રહણ થવારૂપ વિચારદશા અથવા સમજણની યથાર્થતા પ્રાપ્ત થતી નથી. વૈરાગ્ય, ઉપશમ, ઈન્દ્રિયનિગ્રહ, અનાસક્તિ, વગેરે યથાર્થ નીરસતા / ઉદાસીનતાના