________________
૨૯૮
પર્યાયો છે.
અનુભવ સંજીવની
(૧૦૭૮)
જો કોઈપણ જીવને અંતરના ઊંડાણમાંથી આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય છે, તો સર્વ પ્રથમ તેને, પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણમાં જવાનો ભાવ આવે છે. જે આ ભાવનાની વાસ્તવિકતા છે અને તે જીવની પાત્રતા છે. આ પ્રકારે ભાવ થયા વિના, જે આત્મકલ્યાણ અર્થે ધર્મપ્રવૃત્તિ કરે છે, તેને ખરી આત્મભાવના થઈ જ નથી, તે ત્યાં સુધી ઉપર ઉપરથી જ પ્રવૃત્તિ કરે છે, જે પૂર્વાનુપૂર્વ છે, તેમાં વાસ્તવિકતા નથી. સિદ્ધાંત પણ એમ છે કે પ્રત્યક્ષ સત્પુરુષ કે જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, જે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે, તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તેથી મુમુક્ષુજીવે તે આત્મારૂપ પુરુષના સત્સંગ માટે નિરંતર આતુર રહી, ઉદયમાં ઉદાસીનપણે વર્તવું.
(૧૦૭૯)
તૃષ્ણાનો અંત નથી. તેથી તૃષ્ણાવાન જીવના સંસારનો પણ અંત નથી. તે તૃષ્ણા ત્યાં સુધી જીવંત રહે છે, જ્યાં સુધી ભોગોપભોગમાં અનાસક્તિ ન થાય અને લૌકિકમાં પોતાની વિશેષતા – સંયોગોથી – દેખાડવાનો અભિપ્રાય રહે. તેથી મુમુક્ષુજીવને લૌકિકમાનનું તુચ્છપણું સમજવામાં આવે અને સત્પુરુષના વચને આસક્તિના પરિણામમાં નીરસતા આવે, તો તૃષ્ણાનો પરાભવ થવા યોગ્ય છે. નહિ તો તૃષ્ણાને લીધે જીવને અનેક પ્રકારે આવરણ આવે તેવા પરિણામો થયા જ કરે. લૌકિકમાનની કલ્પના પાછળ કેટલું અહિત થઈ જાય ? તેનો વિવેક ખચીત હોવો ઘટે.
(૧૦૮૦)
ફેબ્રુઆરી
૧૯૯૩
અનંતકાળે મોંઘુ એવું મનુષ્યપણું મળ્યું છે. તેમાં દેહાર્થની સર્વ બાબતને ગૌણ કરી એક આત્માર્થને જ મુખ્ય કરી, આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, – તેવો અખંડ નિશ્ચય થતાં આત્માર્થાતા પ્રગટે. દેહાર્થે સુખી થવું – તે કેવળ કલ્પના છે, તેમ યથાર્થ ભાસે તો જીવ સંસારમાર્ગથી પાછો વળી પરમાર્થમાં અગ્રેસર થાય, અને સર્વ શક્તિથી આત્મહિતનો જ પુરુષાર્થ કરે. સંયોગોની ચિંતા એકાંતે આત્મગુણરોધક છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી.
(૧૦૮૧)
જ્યાં સુધી સ્વચ્છંદ છે, ત્યાં સુધી બોધબીજ યોગ્ય ભૂમિકા નથી. સ્વચ્છંદ જીવનો મહાદોષ અનાદિથી છે. તેને છેદવાના બે ઉત્તમ ઉપાય છે, એક ઉપાદાન સાપેક્ષ અને બીજો નિમિત્ત સાપેક્ષ. પોતાના દોષને અપક્ષપાતપણે જોવાથી સ્વચ્છંદ અવશ્ય હાનિ પામે છે, જ્યાં સુધી તે પ્રકારે નિજાવલોકનરૂપ આત્મજાગૃતિ ન ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્વચ્છંદે જ જીવ ધર્મ પ્રવૃત્તિમાં જપ, તપ,