________________
અનુભવ સંજીવની
૨૯૯ શાસ્ત્ર વાંચનાદિમાં પ્રવર્તે છે, પણ તેથી આત્મહિત નથી, દઢ મોક્ષેચ્છાવાનને સ્વયંના અવલોકનનો પ્રકાર ઉત્પન્ન થાય છે. બીજો ઉપાય - પ્રત્યક્ષ સત્પરુષના યોગે, તેમની આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધના કરવાથી સહજમાત્રમાં સ્વચ્છંદ રોકાય છે. – આ સુગમ ઉપાય છે. પરંતુ પુરુષ મળવા જોઈએ અને તેમનો આશ્રય કરવાનો નિશ્ચય થવો જોઈએ. પ્રત્યક્ષ યોગનું મહત્વ સ્વચ્છેદ મટાડવા અર્થે સમજાવું આવશ્યક છે. અર્થાત્ જેને પ્રત્યક્ષયોગનું મહત્વ ભાસતું નથી, તેને આત્મહિત ખરેખર કરવું નથી, એમ નિશ્ચય થાય છે, અને તે મહાસ્વચ્છંદ જ છે. કારણકે નિજ દે અનંતકાળ પરિશ્રમ કરવા છતાં માર્ગ પ્રાપ્તિ થઈ નથી. “સ્વચ્છંદ નિરોધપણે સત્પરુષ આખપુરુષની ભક્તિને સમકિતનું પ્રત્યક્ષ / અનન્ય કારણ જાણીને તેને એક ન્યાયે સમકિત કહેવામાં આવ્યું છે, તે યથાર્થ જ છે.
(૧૦૮૨)
સ્વરૂપ-પ્રાપ્તિની ભાવના પ્રધાનતા આત્માર્થીને હોવા છતાં, પર્યાયનું અહમ્ ઉત્પન્ન ન થાય તે યથાર્થ ભૂમિકાનું વિલક્ષણપણું છે. દૃષ્ટિના વિષયભૂત દ્રવ્ય સ્વભાવનું જોર થવા છતાં, નિયાભાસ ન થાય અને દ્રવ્ય-પર્યાયનું સંતુલન જળવાઈ રહે, ત્યાં જો પૂર્ણતાને લક્ષે શરૂઆત થઈ હોય તો. અન્યથા સંતુલન જળવાવું સંભવિત નથી. સત્સંગ, યથાર્થતાની પ્રાપ્તિમાં પરમ ઉપકારી છે.
(૧૮૮૩)
Vસત્સંગમાં પ્રાપ્ત બોધની અસર થવાથી, મુમુક્ષુજીવની પ્રકૃતિદોષ ઉપર પ્રથમ ઘા પડે છે, અર્થાત્ પ્રકૃતિ મોળી પડી જાય છે. - આ એક શરૂઆતનું શુભ ચિન્હ છે. શરૂઆતમાં આવો ફેર ન પડે, તો તેને હળવાશથી ગૌણ ન કરતાં અતિ ગંભીર અયોગ્યતા સમજી, પ્રકૃતિદોષ હાનિ પામે તે અર્થે ઉપાય કરવા ગંભીરતાથી વિચારણા કર્તવ્ય છે. કારણ કે વીતરાગી બોધ પ્રકૃતિને હણવાનું અમોઘ શસ્ત્ર છે, તે નિષ્ફળ ગયા પછી કોઈ સાધન રહેતું નથી, શ્રી સમયસાર (ગા૩૧૭)માં આચાર્ય ભગવાને કહ્યું કે – સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરવા છતાં, અભવ્ય પ્રકૃતિ છોડતો નથી.’ કેટલી ગંભીર વાત કહી છે ?! પ્રકૃતિ ન છૂટતી હોય તેણે વિચારવા માટે. ગુણગ્રહણરૂપ સરળપણાના અભાવમાં આવું બને. જ્યાં સરળતા ન હોય, ત્યાં મધ્યસ્થતા ક્યાંથી હોય ? ન જ
(૧૦૮૪)
હોય.
ઈ પ્ર. - જ્ઞાનનું પાચન પરિણમન) કોને થાય ?
ઉ. – જેણે જન્મ-મરણથી છૂટવાનો નિર્ધાર કર્યો હોય અને તેથી જેનો કષાયરસ મંદ થયો હોય, તેમ જ રાગરસ ઘટવાથી વિરક્તતારૂપ અંતર વૈરાગ્ય ઉત્પન્ન હોય. આ બે પ્રકારની દશા, જ્ઞાનને પાચન થવામાં પાચકરસ જેવું કામ કરે છે. સાથે સાથે તત્ત્વ અને ગુણને ગ્રહણ કરવાની