________________
૩૦૦
અનુભવ સંજીવની તત્પરતારૂપ સરળતા અને સત્યાસત્યની તુલના કરવા માટેની મધ્યસ્થતા – નિષ્પક્ષપાતતા હોય તેને આત્માર્થીપણું ઉત્પન્ન થાય છે. અંતર નિરીક્ષણથી આ ભાવોના સદ્ભાવને સમજવા જોઈએ.
(૧૯૮૫)
જે સત્-શોધક જીવને પ્રત્યક્ષયોગે જ્ઞાની ઓળખાય છે ત્યારે તેને જ્ઞાની રાગાદિથી ભિન્ન પરિણમતા દેખાય છે. રાગાંશ હોવા છતાં તેનાથી ભિન્નપણે વર્તતા પુરુષાર્થમાં સમ્યકત્વના – સમ્યક સ્વભાવના દર્શન જેને થાય છે, તે નિયમથી ક્રમે કરીને જ્ઞાની થાય છે. સૂક્ષ્મ અને નિર્મળ સ્વભાવના દર્શન તથારૂપ નિર્મળ અને સૂક્ષ્મ ઉપયોગ થવા યોગ્ય છે, માત્ર મોક્ષ અભિલાષામાંથી એવી નિર્મળતાનો જન્મ થાય છે.
(૧૦૮૬)
- સ્વયંનું જ્ઞાનાનુભવન જ સુખાભાસરૂપ ભ્રમણાની નિવૃત્તિનો પ્રયોગસિદ્ધ ઉપાય છે, એકમાત્ર ઉપાય છે. વેદના-દુઃખ નિવૃત્તિનો પણ આ જ ઉપાય છે. આ ઉપાય સિદ્ધ-પ્રાપ્ત થવાથી જીવ સંસાર તરી જાય છે. આવું જ્ઞાનાનુભવન તે સ્વ.નું અભેદજ્ઞાન છે અને પર–નું પરથી ભેદજ્ઞાન
. (૧૦૮૭)
- આત્માર્થી જીવે સૌ પ્રથમ એ વિચારવા યોગ્ય છે કે જે કાંઈ કર્તવ્યને ગ્રહતાં અને અકર્તવ્યને
ત્યાગતાં તત્ સંબંધી ‘અહમ્ ઉત્પન્ન જ ન થાય, તેવી સહજ સ્થિતિ રહે–તેવો ઉપાય ગષવા યોગ્ય છે. નહિ તો પર્યાયદૃષ્ટિપણાને લીધે દર્શનમોહ તીવ્ર થવાથી સહેજે અહમ્ થવાની સંભાવના રહેલી છે. તેથી મહાત્માઓએ સૌ પ્રથમ પૂર્ણતાનું લક્ષ' કરવા ફરમાવ્યું છે. – આ લક્ષ રહેવાથી પૂર્ણ શુદ્ધિ પર્વત, અતિ પરિણામીપણાથી ઉપજતો અહમ્ભાવ થતો નથી, પરંતુ ઘણું બાકી છે – તેમ જ લાગ્યા કરે.
(૧૦૮૮)
/ આત્માર્થી જીવે પ્રયોગ-પદ્ધતિનો વિષય સમજવા, ઉતાવળથી કે જાણકારીના લોભથી પહેલેથી ધારણામાં લેવો હિતાવહ નથી. પરંતુ પ્રયોગ દ્વારા જ તેનું Practical જ્ઞાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. નહિતો ધારણામાં પ્રાયઃ અટકવું થઈ જશે. તેથી સમજવાની પ્રયોગ પદ્ધતિ જ રાખવી તે ઉત્તમ છે. અર્થાત્ પ્રયોગ દ્વારા જ પ્રયોગને સમજવો ઉચિત છે–વગર પ્રયોગે પ્રયોગનું જાણપણું પર્યાપ્ત થતું પણ નથી. વળી જાણપણાનો લોભ, જાણપણું થતાં, સંતોષમાં રૂપાંતર પામે છે, તે પ્રયોગમાં આવવા નહિ દે. તે પણ લક્ષમાં લેવા યોગ્ય છે.
(૧૦૮૯).
અધ્યાત્મમાં કેટલાક સિદ્ધાંતો જે તે કોટીના સાધકો – અધિકારી આત્માઓ માટેના હોય