________________
અનુભવ સંજીવની
૩૦૧
છે, જેના દ્વારા તે જીવોનું આત્મકલ્યાણ શીઘ્ર સધાય છે. તથારૂપ યોગ્યતા વિના પ્રાયઃ તે વિષયનો શ્રવણયોગ થવા છતાં, તેનો પારમાર્થિક લાભ થવો સંભવતો નથી. યોગ્યતા વિના અને તત્ સંબંધિત પ્રયત્ન દશા વિના, માત્ર ધારણા કરવાં જતાં, તે વિષયમાં કલ્પિત નિશ્ચય થાય છે, જે અભિનિવેષનો હેતુ થાય છે. તેથી તેવા પ્રસંગમાં પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ ચાલવું હિતાવહ છે. દૃષ્ટાંત તરીખે :શ્રી નિયમસાર પરમાગમમાં ગા-૧૫ની ટીકામાં કારણશુદ્ધપર્યાયનું’ પ્રતિપાદન કર્યું છે ત્યાં તેને ‘પૂજિત પંચમભાવ પરિણતિ’ કહી છે, તેમાં ઉક્ત રહસ્ય અર્થાત્ શુદ્ધ પરિણમનનું સાક્ષાત્ કારણ– નો નિર્દેશ છે. જે તદ્યોગ્ય અધિકારી થઈ ગ્રહણ કરવા યોગ્ય છે. તે પહેલાં ધારણામાં જવું
જોઈએ નહિ.
(૧૦૯૦)
/
સહજાત્મસ્વરૂપપ્રત્યક્ષ
અનંત પ્રત્યક્ષ છે. જેની પ્રત્યક્ષતા માત્ર પ્રત્યક્ષ અનુભવ સંપન્ન સત્પુરુષના ‘પ્રત્યક્ષયોગ'માં જ પ્રકાશિત થાય છે, જે ઉત્કૃષ્ટ પાત્ર જીવને પરોક્ષતામાંથી પ્રત્યક્ષતામાં પ્રવેશ કરાવી દે છે. દિપકથી વાટ દિપકમાં પ્રવર્તન પામે તેમ.
સ્વરૂપ સંબંધીના ગમે તેટલા વાંચન વિચાર ચિંતન જીવ પરોક્ષતામાં રહીને કરે, પણ તેથી પ્રત્યક્ષ અનુભવ ન પ્રગટે, તેથી નિષ્કારણ કરુણાશીલ મહાત્માઓએ સંત-ચરણનું પ્રાધાન્ય દર્શાવ્યું છે, તેમાં પારમાર્થિક ઉક્ત આશય નિહિત છે. સંત-ચરણનું મૂલ્ય મોક્ષ છે. (૧૦૯૧)
-
-
સ્વરૂપ પ્રત્યક્ષતાનું પ્રકાશવું સત્પુરુષ સિવાય અસંભવિત છે, અને તેના અપ્રકાશનમાં, મુમુક્ષુને નિમિત્ત—નૈમિત્તિક ભાવે સત્ની પ્રાપ્તિ કેમ થાય ? તેથી જ જડથી જેમ ચેતનની ઉત્પત્તિ અશક્ય છે, તેમ અજ્ઞાની વડે, આત્માનું અર્થાત્ પ્રત્યક્ષ સ્વરૂપનું પ્રકાશવું અશક્ય છે. આ કારણથી સત્પુરુષની વિદ્યમાનતા અને તેમની આજ્ઞાકારીતાનું મહત્વ શાસ્ત્રોમાં ઠામ ઠામ દર્શાવ્યું છે, પ્રસિદ્ધ છે. સ્વરૂપ પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે ગ્રહણ થવાથી આત્મરસની ઉત્પત્તિ સહજ જ થાય છે, આ સ્વરૂપ રસ ઉત્પન્ન થવાનું અનન્ય કારણ છે. તેમ જાણી તથા પ્રકારે પ્રયાસ થવો ઘટે. ( વેદન પ્રત્યક્ષ વડે વ્યાપ્ય—વ્યાપકભાવે નિજ ભાવમાં ભાવાન્વિત થવું.)
સત્પુરુષના પ્રત્યક્ષયોગનું રહસ્ય એ છે કે, તેમને આત્મા પ્રત્યક્ષ છે, જે અન્યને પ્રત્યક્ષતા પ્રગટાવવા સમર્થ છે, તેનો બીજો પર્યાય નથી, તેની બીજી અવેજી નથી.- તેમ જેને સમજમાં આવે, તેને તેનું મૂલ્યાંકન થાય. (૧૦૯૨)
-
માર્ચ
૧૯૯૩
‘કારણ શુદ્ધ પર્યાય’ને ભગવાન પદ્મપ્રભમલધારીદેવે ‘પૂજિત પંચમભાવ પરિણતિ’ કહીને અનંત કરુણા કરી છે. ત્યાં, સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થમાં વર્તતા જીવને વર્તમાન સ્વાકારભાવે સ્વયંના
-