________________
૩૯૨
અનુભવ સંજીવની મલિનતા જણાય, તો દોષની પક્કડ ન થાય, પરંતુ તેનો નિષેધ થઈ, અભાવ થાય તેવી વૃત્તિ રહ્યા કરે. - આવા તફાવતને મેળવીને નિયય થઈ શકે છે.
(૧૫૪૧)
ཚགས དང་ ཨམས་པས པ ས ས ས ས ས ས ས ་
- યથાર્થ ભાવના સાથે વિવેકની સુસંગતતા હોવા યોગ્ય છે. જ્યાં બાહ્ય ક્રિયાની પક્કડ હોય, ત્યાં રાગની પ્રબળતા છે, જ્ઞાનની નહિ. ભાવના અને જ્ઞાનમાં વિવેક અવિનાભાવી હોય છે. રાગ આંધળો છે. ભાવના બળવાન થયે બાહ્ય ક્રિયામાં દેખાય છે, પરંતુ ભાવનાની આડમાં બાહ્ય ક્રિયાનું પોષણ થવું ઘટે નહિ, હઠનું પોષણ ન થવું જોઈએ.
(૧૫૪૨)
સંપ્રદાયોમાં ભેદ હોવા છતાં, કેટલીક જૈન જેવી સમાનતા હોય છે. તેમાંહેની અસમાનતા છે, તેટલી વિકૃતી આવેલી હોય છે. કેટલાક સંપ્રદાયોમાં ગુરુ-મહિમા જૈન દર્શન – જેવો જ છે, તો કેટલાક સંપ્રદાયમાં શાસ્ત્ર મહિમા જૈન જેવો જ છે, જે સમાનતા છે, તે તીર્થકરના ઘરની છે. જે નિષેધવા યોગ્ય નથી. બાકી મુમુક્ષુને મતના મંડન-ખંડનથી દૂર રહેવું યોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં તે અહિતકારક પ્રવૃત્તિ છે.
(૧૫૪૩)
/ કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ, તે સત્સંગને નિષ્ફળ કરનાર મોટો દોષ છે–તેવી પ્રકૃતિ હોય તો તે જીવને મુમુક્ષતા આવી દુષ્કર છે, પૂર્વગ્રહ મધ્યસ્થતા ઉત્પન્ન થવા દે નહિ. આમાં અભિપ્રાયની મોટી ભૂલ થઈ જાય છે.
(૧૫૪૪)
જિજ્ઞાસા : માન પ્રકૃત્તિને લીધે અવાર નવાર પરિણામો બગડે છે, ક્રોધ પણ થઈ જાય છે, પછી ખેદ થાય છે, શું કરવું, જેથી આમ ન થાય ?
સમાધાન : પર્યાયબુદ્ધિથી માનની કલ્પના થાય છે, કે હું ફલાણો છું, પછી તેવી અપેક્ષા રહે છે, જે ન પોષાય તો ક્રોધાદિ કષાય થાય. પરંતુ તે તો નીચપદમાં ઉચ્ચપદની કલ્પના કરી છે. ભગવાન થઈને નીચપદનો આગ્રહ રાખે છે, તેમ સમજાય તો માન છૂટી જાય. (૧૫૪૫)
એપ્રિલ - ૧૯૯૬ V સ્વછંદ બે પ્રકારે છે. એક તો જીવના વિષય કષાયના નિરર્ગળ - બે લગામ, તીવ્ર રસવાળા પરિણામો અને બીજો ધર્મ પ્રવૃત્તિ / સાધન, જ્ઞાની પુરુષની આજ્ઞાએ નહિ કરતાં, પોતાની મતિ કલ્પનાએ કરવા તે.
(૧૫૪૬)
પ્રતિબંધ એટલે વિશેષપણે પોતાપણું થઈને જીવ ત્યાં અટકે અને આત્મકલ્યાણના પ્રસંગને