________________
અનુભવ સંજીવની
૩૯૩
ગૌણ કરે.
(૧૫૪૭)
ઉપયોગમાં સાવધાની સદાય વર્તતી હોય છે. આ સાવધાની તે જીવનું આચરણ છે. જ્ઞાનનું આવું આચરણ શ્રદ્ધાને નિમિત્ત પડે છે. સ્વરૂપની અંતર સાવધાની વાળો ઉપયોગ સમ્યક શ્રદ્ધાનનું કારણ છે અને પરની સાવધાની દર્શનમોહની વૃદ્ધિનું કારણ છે, તેથી આત્માને આવરણ આવે
(૧૫૪૮)
( જિજ્ઞાસા - અંતર્મુખ થવું એટલે શું? અને તે કેવી રીતે થવાય ? તે કેમ નથી થવાતું?
સમાધાન – જ્ઞાન સ્વયંનું સ્વસંવેદન કરે તે અંતર્મુખ દશા છે. પર વેદનરૂપ અધ્યાસ તે બહિર્મુખપણું છે. જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી જ્ઞાન વિશેષ દ્વારા અંતર્મુખ થવાય છે–આવી પ્રક્રિયા સ્વરૂપલક્ષ પૂર્વક હોય છે. સ્વરૂપ લક્ષમાં આવ્યા વિના જ્ઞાન વેદન આવિર્ભત થતું નથી. કારણકે ત્યાં સુધી પર સાથે એકત્વનો નિશ્ચય હોય છે, તેથી જ્ઞાન વિશેષનો આવિર્ભાવ મટતો નથી તેથી જ્ઞાન સામાન્ય તિરોભૂત રહે છે.
(૧૫૪૯)
જિજ્ઞાસા : કુટુંબ પ્રત્યેની ફરજ અને કુટુંબીઓ પ્રત્યેનો પ્રેમ તેમાં ફરક શું ? કુટુંબ પ્રેમ અથવા ફરજને પ્રતિબંધ ગણી શકાય ?
સમાધાન : ફરજની બાબત લૌકિક દૃષ્ટિકોણની છે. વ્યવહારીક સંબંધની તેમાં મુખ્યતા છે. તેમાં સમર્પણબુદ્ધિ હોય તો પ્રેમ ગણી શકાય, તોપણ તેમાં રાગની પ્રધાનતા છે. બંન્નેમાં પોતાપણું હોવાથી પરમાર્થે તેમાં પ્રતિબંધ છે. સાધર્મી ભાવે નિસ્પૃહપણે કરવામાં આવતા કાર્યમાં પ્રતિબંધ નથી. પ્રતિબંધ હોય ત્યાં આત્મકલ્યાણ ગૌણ થાય છે. આત્મકલ્યાણને મુખ્ય રાખીને બાહ્ય કર્તવ્ય હોવું ઘટે.
(૧૫૫૦).
- સંસાર પરિભ્રમણનો ભય થયે જીવને વૈરાગ્ય-ઉપશમ યથાર્થ પ્રકારે ઉત્પન્ન થાય છે, ત્યારે દર્શનમોહ ગળે છે; અને વિચાર ચક્ષુ નિર્મળ થાય છે, ત્યારે મુમુક્ષજીવને જ્ઞાની પુરુષના આત્મભાવ અને સિદ્ધાંતભાવ દેખાય છે અને તેથી જ્ઞાની પ્રત્યે ખરી ભક્તિ ઉગે છે. (૧૫૫૧)
જીવ સરળતા, ભક્તિ આદિ ગુણ સંપન્ન હોય, તોપણ જો કુટુંબ સ્નેહે ઘનીષ્ટ પ્રતિબંધ હોય તો મુમુક્ષતામાં વિકાસ થઈ શકતો નથી, તેમજ સત્સંગનો તથારૂપ લાભ થતો નથી.
(૧૫૫૨)