________________
૩૯૪
અનુભવ સંજીવની પ્રકૃતિદોષ અવાર નવાર ઉદય-પ્રાપ્ત થતાં જોર કરે છે, પરંતુ પરમ સત્સંગ યોગે અત્યંત ભક્તિથી તેમ થતું અટકે છે અને બીજું ભાવભાસન - સ્વરૂપનું. થવાથી પ્રકૃતિ જોર કરતી નથી. આમ પ્રકૃતિના બળને રોકવામાં બે અવલંબન છે. એક પુરુષ અને બીજું સ્વરૂપનું ભાવભાસન
(૧૫૫૩)
સ્વરૂપની સહજ પ્રત્યક્ષતા પુરુષાર્થને ઉછાળે છે. પ્રત્યક્ષતા ભાસવાથી સ્વરૂપ અત્યંત સમીપભાવમાં – થઈ જાય છે.
(૧૫૫૪).
, સમ્યકદર્શનનું રૂપ વાત્સલ્ય છે, તેથી તેની સુંદરતા અને શોભા છે. વાત્સલ્ય વિના પ્રભાવના થઈ શકે નહિ. વાત્સલ્ય પ્રેમગુણનો પર્યાય છે. નિજ ગુણ નિધાનનો પ્રેમ તે પરમ વાત્સલ્ય છે અને બીજા ગુણવાન પ્રત્યેના પ્રેમથી વ્યવહાર વાત્સલ્ય છે. વાત્સલ્યથી નમ્રતા આવે છે અને કઠોરતા થતી નથી.
(૧૫૫૫)
પ્રભાવના પૂર્વગ્રહપૂર્વક થઈ શકે નહિ. જેને વ્યક્તિગત પૂર્વગ્રહ હોય, તેને પારમાર્થિક બાધકપણું રહે છે. જિનેશ્વરનો માર્ગ અતિ વિશાળ છે – પૂર્વગ્રહ સંકુચિત ઉત્પન્ન કરે છે. પૂર્વગ્રહથી અભિપ્રાયની ભૂલ રહે છે. જે પૂરી ભૂલ છે. ઉપરથી આ ભૂલ સામાન્ય લાગે છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તેની ગંભીરતા ઘણી છે.
(૧૫૫૬)
જિજ્ઞાસા - મુમુક્ષુને (!) પણ ક્યારેક જ્ઞાની પુરુષ પ્રત્યે અભક્તિના પરિણામ થઈ જાય છે, તેનું શું કારણ ?
સમાધાન – ઓશભક્તિ અને સ્વચ્છંદ રહેવાથી તેવો પ્રકાર બની આવે છે. મૂળમાં, આમ બનવાનું કારણ અભિપ્રાયની ભૂલ છે અને પરમેશ્વરબુદ્ધિનો અભાવ છે. જો નિષ્કામ ભક્તિ શુદ્ધ અંતઃકરણથી હોય તો અભક્તિ ન થાય.
(૧૫૫૭)
- આત્મકલ્યાણના હેતુથી લખાયેલા શાસ્ત્રના કથનોમાં ક્યાંય પણ પૂર્વાર્પર વિરૂદ્ધતા નથી. છતાં વિરૂદ્ધતા લાગે છે જેને, તેને આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ ન રહેવાથી તેમ લાગે છે, આમાં અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે, જેને આત્મકલ્યાણનો અભિપ્રાય થયો છે તેને સર્વ વચનોમાં તે જ વંચાય છે અને સમાધાન આવે છે, ક્યાંય પણ અસમાધાન થતું નથી– કે વિરૂદ્ધતા ભાસતી નથી.
(૧૫૫૮)