________________
અનુભવ સંજીવની
૩૯૫ જિજ્ઞાસા : ભાવના વધવાથી બાહ્યમાં ચેષ્ટા થઈ જાય છે તે તો યથાર્થ છે. પરંતુ બાહ્યક્રિયાનો આગ્રહ થવાથી પણ બાહ્ય ચેષ્ટા થાય છે, તો તો બન્નેનું અંતર કેમ સમજવું?
સમાધાન : ભાવના યથાર્થ હોય ત્યાં વિવેક સાથે રહે છે, તેથી બાહ્ય પ્રવૃત્તિ સ્વ-પર કલ્યાણક રહે છે. મુખ્ય-ગૌણ થવામાં ભૂલ થતી નથી.અર્થાત્ બાહ્યક્રિયાને યથાસ્થાને ગૌણ કરે છે. જ્યારે આગ્રહ હોય તેને પક્કડ રહે છે. તે ક્રિયાના આગ્રહમાં પકડાયેલ હોવાથી વિવેક ચુકી જાય છે અને ક્રિયાની મુખ્યતામાં વર્તે છે. તે યથાસ્થાને પણ ક્રિયાને ગૌણ કરે નહિ. (૧૫૫૯)
છે જિજ્ઞાસા ઃ અધીરાઈથી કામ સફળ થતું નથી. પરંતુ ભાવના-બળ હોય ત્યાં શીધ્ર કાર્ય થાય, તેવો સંવેગ આવે છે. તો સંવેગ અને અધીરાઈમાં અંતર શું ?
સમાધાન : અધીરાઈના પરિણામમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પોતાની વર્તમાન શક્તિનો વિવેક રહેતો નથી. તેથી તે જીવ હઠ કરે છે અને અંતે પાછો પડે છે ત્યારે પરિણામ બગડી જાય છે. જ્યારે ભાવનાવાળાને જે સંવેગ આવે છે, તેમાં યથાર્થતા હોવાથી વિવેકપૂર્વક તે પ્રવર્તે છે અને તે સફળ થાય છે. ભાવનામાં કોમળતા છે – અધીરાઈમાં તેવો ગુણ હોતો નથી . તીવ્ર ભાવનાવાળાના પરિણામ બગડતા નથી.
(૧૫૬૦).
Vજિજ્ઞાસા - મુમુક્ષુની કઈ કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયો બદલાય છે, અને મંદ પડે છે અને તે કયા કયા અભિપ્રાયો છે ?
સમાધાન :- મુમુક્ષુને સૌ પ્રથમ (૧) પરિભ્રમણની વેદના અને ઝૂરણા વેદાય છે ત્યારે, પછી (૨) પૂર્ણતાના લક્ષે પરિણામોમાં સંવેગ ઉપડે છે ત્યારે, પછી (૩) નિજાવલોકનમાં અભિપ્રાયપૂર્વક થતાં દોષ દેખાય છે ત્યારે, અને પછી તે સ્વરૂપનું ભાવભાસન થાય છે ત્યારે, વિપરીત અભિપ્રાયો બદલવા લાગે છે; અને પ્રથમથી જ મોળા પડવા લાગે છે. વચ્ચે જો (૫) કોઈ સપુરુષનો પ્રત્યક્ષ યોગ રૂપ પરમ સત્સંગ યોગ પ્રાપ્ત થાય છે તો તેવા યોગે પ્રયોજનભૂત માર્ગદર્શન પ્રાપ્ત થવાથી પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મોળા પડે છે અને નાશ પામે છે. ખાસ કરીને પૂર્વાગ્રહ, કદાગ્રહ, અને મતાગ્રહ તો મોળા પડે જ છે, જેથી લોકસંજ્ઞા અંગેનો પ્રતિબંધરૂપ અભિપ્રાય નિરસ્ત થાય છે અને કુળ પરંપરા તથા સંપ્રદાય બુદ્ધિ નાશ પામે છે. તેમજ અનંતાનુબંધી સંબંધિત પ્રકૃતિ (ચાર - ક્રોધ માન, માયા, લોભ) અંગેના અને કુતૂહલ વૃત્તિ અંગેના અભિપ્રાય મોળા પડે છે.
(૧) પ્રથમ પરિભ્રમણની વેદનાના સ્તરે, અભિપ્રાયપૂર્વક સંસારબળ મટે છે, એટલે કે, સંસાર પ્રત્યેના ભાવોમાં અભિપ્રાય પલટવાથી નીરસતા / ઓટ આવી જાય છે. ત્યારપછી,
(૨) પૂર્ણતાનું લક્ષ થવાથી આત્મકલ્યાણનો દઢ નિર્ધાર થાય છે જેથી તે અંગેના સર્વ વિપરીત અભિપ્રાયો બદલાઈ જાય છે, અને ચારેય પ્રતિબંધો ઢીલા પડી જાય છે, આ સ્તરે, માત્ર મોક્ષ