________________
૩૯૬
અનુભવ સંજીવની અભિલાષનો અભિપ્રાય વર્તતો હોવાથી, અલ્પ પણ લૌકિક સુખની પ્રાપ્તિની ઈચ્છા ન હોવાનો અભિપ્રાય થઈ જાય છે. અભિપ્રાયમાં તો મારે આ જગતમાંથી કાંઈપણ જોઈતું નથી–એક મારો આત્મા જ શીધ્ર જોઈએ છીએ –તેવું થઈ જાય છે. તેથી સંસાર ઉપાસવાના જે જે અભિપ્રાયો હતા, તે બધા ઉક્ત અભિપ્રાયમાં પલ્ટી જાય છે. આ ભૂમિકામાં બહુભાગ પાયાના અભિપ્રાયોમાં પલ્ટો આવે છે.
(૩) ત્યાર પછી, પોતાના દોષ જોવાની ભૂમિકા આવે છે, જેમાં જે જે દોષ અભિપ્રાય પૂર્વક થતાં હોય છે, તે તે અનુભવ પૂર્વક સમજાય છે અને તે સંબંધિત પ્રયોગ પૂર્વક તે તે અભિપ્રાયોમાં પલ્ટો થાય છે, જે વ્યક્તિગત ભિન્ન ભિન્ન પ્રકારે હોય છે.
(૪) ત્યાર પછી, ભેદજ્ઞાનનો પ્રયોગ શરૂ થાય છે, તેમાં આત્મસ્વરૂપનું ભાવભાસન થાય છે, તેમાં સર્વ શેષ રહેલા વિપરીત અભિપ્રાયો મટી, જીવનો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય છે. જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં વિપર્યાય હોય ત્યાં સુધી, પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ થતો
(૧૫૬૧)
નથી.
- જીવને આત્મબુદ્ધિએ ઉદયનું મહત્વ પૂરેપૂરું છે, તે ખોવાની જરૂર છે, મહિમાવંત આત્માના આશ્રયે તે મહત્વ ટળે છે, પરંતુ જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે. તેથી પ્રથમ જ્ઞાની ગુરુનું ઓળખાણથી અત્યંત મહત્વ આવતાં ઉદય ગૌણ થાય છે, ત્યારે મોક્ષમાર્ગ મળે છે. સ્વરૂપની ઓળખાણ થવા અર્થે પણ જ્ઞાનીનો યોગ અનિવાર્યપણે આવશ્યક છે. – તેવી સમજણ તે ઉપાદાનની યોગ્યતા છે, અને તેથી તે આત્માનો વિવેક છે.
(૧૫૬૨)
- પૂર્ણતાનું લક્ષ થયા પછી, મોક્ષાર્થીજીવ નિજાવલોકનમાં આવે છે, ત્યારે પ્રથમ તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવે છે. - આ પ્રકારના અભ્યાસથી અવલોકન સૂક્ષ્મ થતું જાય છે; ત્યારે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદાનો અનુભવ સમજાય છે, તે એવી રીતે કે, હું માત્ર ભાવરૂપી કાર્ય કરું છું, મારું કાર્યક્ષેત્ર અહીં સમાપ્ત થાય છે. પર પદાર્થના કાર્ય કરવાનો ઉદય ભાવ થાય છે. પરંતુ મારી પહોંચે તે પરમાં નથી. તેથી પરનું કાર્ય કરવું અશક્ય દેખાય છે, તેથી તે ઉદય ભાવનું જોર તૂટી જાય છે. આ પ્રકારના અભ્યાસથી પરની કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ મોળી પડતી જાય છે, દેહના કાર્યોમાં પણ એવો જ અનુભવ થતો દેખાવાથી દેહાત્મબુદ્ધિ પણ મંદ પડતી જાય છે, સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ પણ મોળી પડવાથી, દર્શનમોહનો અનુભાગ સારા પ્રમાણમાં ઘટતો જાય છે – એકત્વ પાતળું પડતું જાય છે. '
(૧૫૬૩)
પરમતત્ત્વ અને સ્વાનુભૂતિ મનાતીત અને વચનાતીત હોવાથી, વચન અગોચર છે, બહુ જ