________________
અનુભવ સંજીવની
૩૯૧
પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ હોય છે, તેને સત્પુરુષના ચરણ-કમળનું ધ્યાન વર્તે છે. જે મોક્ષનું મૂળ છે. (૧૫૩૬)
ધાર્મિક જગત પણ યથાર્થ ભક્તિ / નિષ્કામ ભક્તિથી અજાણ છે, તો પ્રેમમય ભક્તિ અને તેના રહસ્યથી અજાણ હોય, તેમાં શું આશ્ચર્ય છે ? મહાભાગ્યે તેવી ભૂમિકાની કોઈને પ્રાપ્તિ હોય છે. ત્યારે તે જગત વ્યવહારથી પર થઈ વર્તે છે. તેને તે ભૂમિકામાં આવ્યા વિના બીજા જીવો તેને સમજી શકતા નથી. કારણ તે બુદ્ધિનો કે ન્યાયનો વિષય નથી.
(૧૫૩૭)
જિજ્ઞાસા :- દર્શનમોહ યથાર્થ પ્રકારે મંદ થવાના કારણભૂત પરિભ્રમણની ચિંતના / વેદના ઉત્પન્ન થવી ઘટે—તેવી સમજણ હોવા છતાં પણ તે વેદના, દર્શનમોહના બળવાનપણાને લીધે, ઉત્પન્ન ન થતી હોય તો, શું ઉપાય કરવો ઘટે ?
સમાધાન :- સત્પુરુષની નિષ્કામ ભક્તિ વડે દર્શનમોહ મંદ થઈ, જીવ વેદનામાં આવે છે, જેથી ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ થઈ, આગળ વધવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, અર્થાત્ મુમુક્ષુપણાની દઢતા પ્રાપ્ત થવા યોગ્ય ભૂમિકા થાય છે.
(૧૫૩૮)
જિજ્ઞાસા :- મુમુક્ષુ સર્વ ઉદય પ્રસંગોમાં પોતાના પ્રયોજનની પક્કડ ન છૂટે, તેવા પ્રકારે સંતુલન રહે, તેમ સહજ વર્તી શકે—તે કેવા પ્રકારથી બનવા યોગ્ય છે ?
=
સમાધાન :- પ્રયોજનની પક્કડ અભિપ્રાયમાં બરાબર રહેવાથી, ઉદય પ્રસંગમાં ઉપાદેય બુદ્ધિએ પ્રવૃત્તિ થતી નથી – પ્રસંગની ગંભીરતા સમજી, પોતાના પરિણામોની શક્તિ અનુસાર, અભિપ્રાય બદલ્યા વિના, (એડજસ્ટમેન્ટ) બાંધ-છોડ કરાય છે. અભિપ્રાયમાં આત્મકલ્યાણની જ મુખ્યતા રહે, ન ચાલતા કરવો પડે તેવો વ્યવહાર કરે, તે ઉચિત વ્યવહાર છે.
(૧૫૩૯)
0:0
જિજ્ઞાસા : ઉદય પ્રસંગોમાં પ્રવર્તતાં મુમુક્ષુ, પોતાના સ્વચ્છંદ કે પ્રતિબંધને સેવે છે કે સંતુલન જાળવે છે, તે કેમ સમજવું ?
સમાધાન ઃ ઉદયભાવો અભિપ્રાય સહિત થતા હોય તો તે સ્વચ્છંદ છે અને તેમાં આત્મકલ્યાણ ગૌણ કરીને વર્તવાનું બને તો પ્રતિબંધ સેવાય છે. પણ અભિપ્રાય વિરુદ્ધ ખેદ સહિત પ્રવર્તવું પડે, તો સંતુલન જાળવવા, પ્રવૃત્તિ થાય છે—તેમ સમજવા યોગ્ય છે.
(૧૫૪૦)
જિજ્ઞાસા : પોતાની મલિનતા દેખાય છે, તે પૂર્વગ્રહ તો નથીને ? કેમ નક્કી કરવું ? સમાધાન : પૂર્વગ્રહ હોય તો હતોત્સાહ / નિરાશા આવે, અને જો મધ્યસ્થ ભાવે અવલોકનથી