________________
૩૯૦
અનુભવ સંજીવની
જિજ્ઞાસા :- જ્ઞાની પુરુષ પાસે અંગત (મુલાકાત)માં મુમુક્ષુએ પોતાના ગુણો દર્શાવવા, અન્ય જીવના દોષો દર્શાવવા કે પોતે કેમ આગળ વધી શકતો નથી, તે બાબતમાં માર્ગદર્શન મેળવવું? યથાર્થતા શેમાં છે ? લાભ-નુકસાન શેમાં છે ?
સમાધાન :- પાત્રતાવાન જીવ તો પોતાના ગુણોને ગોપવે અને બીજાના દોષોને ગોપવે અર્થાત્ ગૌણ કરે. તે પ્રયોજન સાધવામાં અનુકૂળ છે. પરંતુ પરલક્ષીપણાને લીધે અન્યના દોષને મુખ્ય કરવા અને માન કષાયથી પોતાના ગુણોને મુખ્ય કરવા તે પોતાને નુકસાનનું કારણ છે. પોતે કેમ આગળ વધે તે માટે માર્ગદર્શન મેળવવું તે યોગ્ય છે. તેમાં જ યથાર્થતા છે અને લાભ છે.
(૧૫૩૨).
/ જિજ્ઞાસા - મુમુક્ષુજીવ લાંબા સમયથી સત્સંગ અને સ્વાધ્યાય કરતો હોય છતાં આત્મહિતરૂપ પોતાના પ્રયોજનની સૂઝ કે પક્કડ ન આવી હોય તેનું શું કારણ ?
સમાધાન :- પરલક્ષી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, આત્મકલ્યાણની અંતરના ઊંડાણથી ઉત્પન્ન ભાવનાનો અભાવ અને તેથી પરિભ્રમણની વેદનાપૂર્વક અંતઃકરણની શુદ્ધિ નહિ થઈ હોવાથી, નિજ પ્રયોજનની સૂઝ આવતી નથી.
(૧૫૩૩)
ઉપદેશબોધ પરિણમ્યા વિના સિદ્ધાંતબોધ પરિણમતો નથી. (કારણકે દર્શનમોહનો અનુભાગ ઘટયો નહિ.) પરંતુ ઉપદેશબોધ પણ સિદ્ધાંતબોધના આધાર વિના કાયમ ટકી શકે નહિ, તેથી ઉપદેશની સ્થિરતા અર્થે સિદ્ધાંત બોધ જોઈએ.
(૧૫૩૪)
જિજ્ઞાસા - બીજા મુમુક્ષુના ગુણો જોઈને પ્રમોદ ન આવે તો તેનું શું કારણ હોઈ શકે? ક્યારેક ઈર્ષા પણ આવી જાય છે તેનું શું કારણ ? આવો દોષ ટાળવા માટે શું કરવું?
સમાધાન :- બીજાના ગુણો જોઈને પ્રમોદ ન આવે અને ઈર્ષા આવે, તે તીવ્ર દોષદષ્ટિના સદ્ભાવમાં બને છે, ત્યાં પોતાને ગુણ પ્રગટ કરવાની રુચિ નથી, ગુણગ્રાહીપણું નથી, ગુણો પ્રત્યે પ્રેમ નથી. આવો દોષ ટાળવા માટે તેનું નુકસાન, જે સ્વભાવ વિરુદ્ધતા છે તેને, સમજવું જોઈએ અને તેનો સખેદ નિષેધ થવો ઘટે.
(૧૫૩૫)
માર્ચ . ૧૯૯૬ જિજ્ઞાસા :- ધ્યાન કયારે સહજપણે થઈ શકે ?
સમાધાન :- જ્યાં . જેમાં આસક્તિ હોય ત્યાં સહજપણે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થવી તેનું જ નામ ધ્યાન છે. અને જેમાં પ્રેમ હોય છે, ત્યાં આસક્તિ થાય છે. તેથી જેને સપુરુષ