________________
અનુભવ સંજીવની
૪૬૯ સ્વરૂપમાં પ્રવેશવાની વિધિ ઉપદેશતા–પ્રેરણા દેતા હોવાથી કોઈ એક ભૂમિકામાં ઉપકારી (સ્વરૂપમાં પ્રવેશવાના પુરુષાર્થીને ગણ્યા છે. બાકી મહામુનિઓએ તો આગમમાં વિચરતી બુદ્ધિને વ્યભિચારિણી કહીને – સ્વરૂપ રમણતાની ઉપાદેયતાને વિશિષ્ટપણે પ્રકાશી છે,
(૧૮૪૭)
સ્વભાવનો પ્રતિબંધ દુઃખ ઉત્પન્ન કરે છે, જ્ઞાન રોકાઈ–બીડાઈ જવાથી મૂંઝવણ થાય છે, આકુળતા અનુભવ જ્ઞાનને રોકે છે અને વિકલ્પનો અભાવ થઈ નિર્વિકલ્પ થતાં જ અપૂર્વ આનંદનો ફુઆરો છૂટે છે, તાત્પર્ય એ છે કે જીવે અન્ય દ્રવ્ય – ભાવના પ્રતિબંધથી મુક્ત થવા પુરુષાર્થ કર્તવ્ય છે.
(૧૮૪૮)
P
[
/મોક્ષનું કારણ જીવ દ્રવ્યનું શુદ્ધત્વ પરિણમન છે, અને તેનું કારણ જ્ઞાનમાં અનુભવ શક્તિ છે, જેથી જ્ઞાન વેદન છે, તેનો, અન્ય દ્રવ્ય-ભાવના પ્રતિબંધથી મુક્ત થઈ.) આવિર્ભાવ કરવો તે છે. તેને જ્ઞાનગુણ – જ્ઞાનસ્વભાવ જાણવા યોગ્ય છે. સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાનગુણથી જ છે, અન્ય પ્રકારે નથી.
(૧૮૪૯).
આ પ્રયોગ એ અનુભવ પ્રધાન પરિણમન હોવાથી પ્રતીતિનું કારણ છે. યથાર્થ વિચારણાથી ત્યાગાદિ પ્રયોગ–પરનું પરપણું જાણીને થતો પ્રયોગ, મુક્તિસુખની પ્રતીતિ ઉપજાવે છે. જેમ જેમ પ્રયોગની સહજતા થાય છે, તેમ તેમ શ્રદ્ધા-શાનનું પ્રગાઢપણું થતું જાય છે. ભેદજ્ઞાનનો પ્રયોગ સ્વસંવેદનમાં પરિણમે છે અને તે સર્વ સિદ્ધિ–શુદ્ધિનું કારણ છે.
(૧૮૫૦)
| જિજ્ઞાસા : પૂર્વે થઈ ગયેલા મહાત્માઓ-તીર્થકરાદિ સર્વજ્ઞ વધુ ઉપકારી કે વર્તમાનમાં પ્રત્યક્ષ આત્મજ્ઞ પુરુષ, મુમુક્ષુને વધુ ઉપકારી ? બંન્નેની ભક્તિનો ભાવ હોય છે, તો તેમાં વધુ લાભદાયી ક્યો ભાવ ?
સમાધાન : મુમુક્ષુજીવને તરવા માટેનું નિમિત્તત્વ બંન્નેના વચનોમાં સરખુ છે. તથાપિ પરોક્ષ વચનની અસર કરતા પ્રત્યક્ષ વચન સ્વરૂપ પ્રત્યેની ચેષ્ટા સહિત હોવાથી વધુ અસર કરે છે. તેથી જેને પોતાના આત્મામાં અસર થાય છે, તેને ખરી ઉપકારબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષ યોગનું મહત્વ સમજાય છે. આ પ્રકારે અસરના અનુભવથી પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ સમજાવો ઘટે છે. વળી પરોક્ષ મહાપુરુષની ભક્તિ કરતા પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યથી ઉપરોક્ત અસરને લીધે ભક્તિ-બહુમાનનું તારતમ્ય વધવાથી દર્શનમોહ વિશેષ પ્રમાણમાં ગળે છે. તે પણ અનુભવથી જ સમજવું ઘટે છે.
(૧૮૫૧)