________________
૪૬૮
અનુભવ સંજીવની
તેથી તે વેશ (ત્યાગ) ને, ક્રિયાને, ભાષાને, ક્ષયોપશમ જ્ઞાનને, તર્કને, વ્યક્તિત્વને, એવા એવા બાહ્ય દ્રવ્ય-ભાવોને નમે છે, તેની મહિમા અને અધિકતા કરે છે, જેથી જ્ઞાનીપુરુષની ઓળખાણ થતી નથી. પૂર્વે આ જીવે અનંતવાર આવી ભૂલો કરી છે. બાહ્યદૃષ્ટિ જીવને અંતરદૃષ્ટિથી દૂર લઈ જાય છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી.
(૧૮૪૩)
»!?
V અજ્ઞાનદશામાં જીવો ઉપવાસ કરે છે, મોહકંદને મજબૂત કરે છે, પરંતુ ત્યાં જીવ કાયરસ પીએ છે. જ્યારે જ્ઞાની ઉપવાસ કે આહારમાં આત્મરસ – જ્ઞાનરસ કે જે અકષાયરસ છે તેને પીએ છે.
(૧૮૪૪)
-
ની જિજ્ઞાસા : સમ્યક્ત્વ પામવા, ત્યાગ કરવો આવશ્યક છે ? મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગનું મહત્ત્વ
કેટલું સમજવું ?
સમાધાન ઃ માત્ર ત્યાગ કરવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. વાસ્તવિક અંશતઃ ત્યાગ તો મોક્ષમાર્ગીને પાંચમા ગુણસ્થાનથી રાગનો અંશે અભાવ થાય, તદનુસાર શરૂ થાય છે. મુમુક્ષુની ભૂમિકા ત્યાગની ભૂમિકા નથી, પરંતુ ઉદય પ્રસંગમાં નીરસતા–ઉદાસીનતા કેળવવાની છે, જેમાં કોઈ મુમુક્ષુ સારી યોગ્યતાને લીધે પ્રાપ્ત સંયોગોની મધ્યે પણ ઉદાસ રહે છે. પરંતુ જેની હીન યોગ્યતા હોય, તેણે જ્યાં જ્યાં જે જે ઉદયમાં રસ વધતો હોય, તે તે પ્રકારમાં રસ વિરુદ્ધ પ્રયોગ કરી, મોહને રસને સમજી મોળો પાડવો જોઈએ. અનુભવી જીવનું તેમાં માર્ગદર્શન સત્સંગ યોગે મળતાં, યથાર્થ પ્રયોગ થઈ શકે અથવા ભૂલ ન રહે તેની કાળજી રાખવા સત્સંગમાં ખૂલ્લા મનથી પરિણામની તે વિષયમાં ચર્ચા થવી ઘટે. જેથી નીરસતા કેળવાય.
-
પરંતુ ત્યાગની ભૂમિકા નથી, તેવું પકડી પરરુચિને અનુમોદન ન થવું જોઈએ. અને પ્રયોગનો નિષેધ ન થવો જોઈએ.
આત્માર્થીને આત્મભાવનાની પરિણતિ થવી ઘટે, જેથી સહજ ઉદાસીનતા રહે. (૧૮૪૫)
Ion
૧૯૯૯
ફેબ્રુઆરી યોગનો માર્ગ વિષમ છે. જો મન, વચન, કાય દ્વારા તે પરમાં જોડાય છે, તો આત્માને બંધન થાય છે. અને જો સ્વરૂપમાં યોગી યોગ સાધે છે, તો મોક્ષ પામે છે. તેથી ગુરુગમે યોગમાર્ગ આરાધવો જોઈએ.
(૧૮૪૬)
-
આગમ સ્વરૂપમાં પ્રવેશવા માટે છે, તેના બદલે સ્વરૂપને છોડી આગમમાં જ પ્રવૃત્ત રહેવું — તે વિપરીત પ્રવૃત્તિ છે. અધ્યાત્મ દૃષ્ટિએ પણ આગમમાં પ્રવર્તવું તે બહિર ભાવ છે, તથાપિ આગમ