________________
અનુભવ સંજીવની
૪૬૭
// સત્–શ્રવણનો ભાવ રહે તે સારું છે, સત્-શ્રવણમાં ઉલ્લાસ આવે તે વધુ સારું છે, તથાપિ તે પૂરતુ નથી. અર્થાત્ તેટલેથી અટકવું ન જોઈએ. સત્ન પિરણમન થવા અર્થે પુરુષાર્થથી તેનો પ્રયોગ થવો ઘટે નહિતો બધું (શ્રવણ અને ઉલ્લાસ) નિષ્ફળ જાય. અથવા એટલી હદે ઉલ્લાસ આવવો જોઈએ કે તે આગળ વધી પ્રયોગમાં પરિણમે, તેમ થયા વિના રહે નહિ. જેને સપ્રાપ્તિનો લાભ સમજાય, તે પુરુષાર્થ કરવા માટે પાછળ પડી જાય. એવી સ્વકાર્યની લગની લાગે.
(૧૮૩૮)
–
બુદ્ધિની – જ્ઞાનની વિશાળતા જીવને અનેક પ્રકારના દોષ નહિ ઉત્પન્ન થવાનું કારણ બને છે અને જે કોઈ જીવમાં ગુણ હોય તે સમજી ને સ્વીકારવાનું કારણ બને છે. તેમજ જ્ઞાનીના વચનો અને શાસ્ત્ર વચનોની અપેક્ષાઓ આત્મકલ્યાણના પારમાર્થિક દૃષ્ટિકોણથી સમજીને સાધનાનું કારણ બને છે. ક્ષમા, વાત્સલ્ય અને પ્રભાવના વિશાળતામાંથી પાંગરે છે, વા જન્મે છે. (૧૮૩૯)
કર્ણાનુયોગમાં જીવના વિભાવ પરિણામોના નિમિત્તે અનંત પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ આદિ કર્મ બંધાય છે, તેનો વિસ્તાર છે. જ્ઞાનીપુરુષ તેમાંથી પરમાર્થ દર્શાવે છે કે કોઈપણ કર્મ બંધ અનાદિ અનંત નથી, તેથી જીવને મોક્ષનો અવકાશ છે. જીવ કોઈપણ સમયે મોક્ષ અર્થે પ્રયાસ કરી શકે છે. આથી પાત્રજીવને પુરુષાર્થની પ્રેરણા મળે છે.
(૧૮૪૦)
(જ્ઞાનના પરપ્રકાશપણાનો નિષેધ કર્તવ્ય નથી. પરંતુ પરલક્ષ અને પરસન્મુખતા કે જે સ્વને ચુકીને થાય છે અને જે જ્ઞાનનો વિભાવ છે, તેનો નિષેધ યોગ્ય છે. વાસ્તવમાં તો ‘સ્વ’ના જ્ઞાનપૂર્વક પરનું જ્ઞાન સહજ હોય છે. ‘સ્વ’ ‘પર’ અપેક્ષિત હોય છે. પરની અપેક્ષા વિના ‘સ્વ’કહી શકાતુ નથી. તેથી પર જણાતુ નથી' તેવુ એકાંતે ન હોય. (૧૮૪૧)
*
- જિજ્ઞાસા : આત્મા અનુભૂતિ સંપન્ન એવા મહાત્માઓની વાણી-દ્રવ્યશ્રુત આજે પણ વિદ્યમાન છે, ઉપલબ્ધ છે, તેનો પરમાર્થ શું ?
સમાધાન : જે દ્રવ્યશ્રુતમાં અપૂર્વ એવું પરમાત્મપદ અને તેની પ્રાપ્તિનો ઉપાય સ્પષ્ટ દર્શાવ્યો છે, અને તેને લીધે એકાવતારી આજે પણ થઈ શકાય છે, તેવી સંભાવના જાણી સુપાત્ર જીવને તથા પ્રકારની પ્રેરણા અને વીર્યોલ્લાસનું કારણ છે. આવું બળવાન નિમિત્તત્વ જે વચનયોગને વિષે રહ્યું છે, તે નિશ્ચિતપણે પૂજનીય છે, અભિવંદનીય છે.
(૧૮૪૨)
*
બાહ્યદૃષ્ટિવાન જીવ અનુભવને સમજતો નથી, તેને અનુભવની મહિમા-અધિકતા આવતી નથી,