________________
૪૬૬
અનુભવ સંજીવની કોઈ કોઈ ધર્માત્માને શ્રુતજ્ઞાનની લબ્ધિ હોય છે. પૂર્વે દ્રવ્યશ્રુતની ઉપાસનાથી પ્રાપ્ત વિશુદ્ધિના ફળસ્વરૂપે અનેક વિધ પ્રકારે લબ્ધિ ઉત્પન્ન થાય છે, જે પ્રાયઃ જિનશાસન વૃદ્ધિકર હોય છે. લબ્ધિ એ જ્ઞાનની ઋદ્ધિ છે, જેનું કારણ આચરણ – સંયમ આદિ હોવા યોગ્ય છે. જ્ઞાનની સ્વરૂપ ગ્રહણ શક્તિ તે જ્ઞાનની સિદ્ધિ છે.
(૧૮૩૩)
દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મની ગમે તેવી સ્પષ્ટ સમજણ હોય, પરંતુ અંતરંગમાં તે ભાવોના અનુભવપૂર્વક ભાવભાસન હોય, તો જ તેની યથાર્થતા છે, નહિ તો ઓઘસંજ્ઞા અથવા પરલક્ષી જ્ઞાનની સ્પષ્ટતાનું સાર્થકપણું નથી. તેવી સમજણમાં અન્યથા પરિણમન થવાની સંભાવના છે. અનુભવયુક્ત સમજણ પરમાર્થને સાધે છે.
(૧૮૩૪)
૪ આત્મસ્વરૂપના અભેદ અનુભવમાં, ભેદભેદનું જ્ઞાન સમ્યફ પ્રકારે થઈ જાય છે, અર્થાત્ અભેદનું અવલંબન લેવાય છે અને ભેદોનું જ્ઞાન સહજ થાય છે. તે પહેલાં શાસ્ત્રસિદ્ધાંતથી ભેદભેદસ્વરૂપ વસ્તુને બરાબર સમજવા છતાં, તે સમજણ કાળે વિકલ્પ અને વિકલ્પનું એકત્વ ઉત્પન્ન થતું હોવાથી, વિકલ્પરૂપે પોતાનું અનુભવન અને ભેદનું અવલંબન લેવાય છે. અહીં અવલંબનની અને અનુભવનીબંન્ને ભૂલ છે, તેથી તે જ્ઞાન મિથ્યા છે; અપરિપકવ પણ છે. તેથી જ જ્ઞાનીઓએ અનુભવ . પદ્ધતિની મુખ્યતાથી બોધ આપ્યો છે.
સ્વરૂપનું ભાવભાસન થતાં ભેદ અને વિકલ્પ ગૌણ થઈ જાય છે અને અભેદ સ્વરૂપના લક્ષે પુરુષાર્થની ગતિ અને ભેદજ્ઞાનની પ્રક્રિયા સહજ ભાવે વર્તે છે. જેથી વિકલ્પનું એકત્વ અને અધ્યાસ નિવૃત થઈ અભેદસ્વરૂપના અનુભવને સધાય છે.
(૧૮૩૫)
તીર્થ પ્રવૃતિની શરૂઆત ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી દ્વારા વ્રતાદિ વિધિ વડે થઈ અને મુક્તિગામી એવા શ્રી શ્રેયાંસકુમાર દ્વારા દાન-વિધિ વડે થઈ. જેની પરંપરા વર્તમાનમાં ચાલુ છે. વ્રત–સંયમ ઉપાસતા ઉદાસીનતાની પ્રાપ્તિ થઈ, આત્મમાર્ગ – અધ્યાત્મમાર્ગ સુગમ થાય છે અર્થાતુ આસક્તિનો અવરોધ દૂર થાય છેઃ
દાન – પ્રાપ્ત સંયોગોનું સ્વામિત્વ છૂટવાથી ઉદ્ભવતો સ્વ સ્વરૂપમાં સ્વામિત્વ ભાવ – આમ બંન્નેનો સુમેળ ધર્મ અને ધર્મપ્રભાવનામાં પરિણમે છે.
(૧૮૩૬)
V જેને જીવનું સ્વરૂપ સમજાય છે, તેને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ થઈ ષ આવતો નથી, સંસારીને દુઃખી જોઈ કરુણા આવે છે, મોક્ષમાર્ગી કે માર્ગેચ્છાવાન જોઈ પ્રેમ–વાત્સલ્ય આવે છે, પરમેષ્ટિપદ પ્રાપ્ત જીવ પ્રત્યે પૂજ્ય ભાવ આવે છે. યથાર્થતામાં આવું સહજ હોય છે. (૧૮૩૭)