________________
૨૦૭
અનુભવ સંજીવની
અજ્ઞાનત્વનું પરિણમન છે. ત્યાં જીવ જ્ઞાન ઉપર શેયની અસર થયાનો અનુભવ કરે છે, તે અનુભવની ભૂલ છે. જાણપણાની ભૂલ સમજણથી મટે છે, પરંતુ અનુભવની ભૂલ ટાળવા ઘણો પુરુષાર્થ જોઈએ. અંતર્ અવલોકનનો સૂક્ષ્મ અભ્યાસ જોઈએ.
પ્રથમ, અંતર્ અવલોકનથી પર વિષયને ભોગવવાનો રસ તૂટે, પછી એકત્વપણે અનુભવની ભૂલ જણાય, અને જણાયા પછી ટળે. સમયસાર ગાથા ૯૨-૯૩માં આ વિષય છે. (૭૪૮)
સ્વરૂપના વિકલ્પ દ્વારા સ્વરૂપમાં અહંભાવ થાય, ત્યાં સુધી આત્મામય પરિણમન નથી, પરંતુ વેદનપૂર્વક સ્વરૂપલક્ષ સહિત પરિણમન તે આત્મામય પરિણમન છે. જ્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી બાહ્યવૃત્તિ છે, વેદનમાં સ્વપણે પોતાનો અનુભવ તે અંતવૃત્તિ છે. વેદનથી જ અસ્તિત્વ ગ્રહણ છે. જ્ઞાનવેદન સિવાઈ, માત્ર સ્વરૂપના વિકલ્પમાં અસ્તિત્વ ગ્રહણ નથી. તેથી મોક્ષમાર્ગીને સવિકલ્પ દશામાં, પરિણતિમાં વેદન છે. જેટલું વેદન છે, તેટલો જ ધર્મ છે. અને તે જ મુખ્ય છે. વિકલ્પની મુખ્યતા નથી.
(૭૪૯)
A
૫/૧. સંયોગોની અનુકૂળતાના અભિપ્રાયને લીધે અનેક પદાર્થોની ભોગાદિ કામનાની અગ્નિ જેના પરિણામમાં બળે છે, તે મુમુક્ષુતામાં એવો પ્રતિબંધ છે, કે જે ભોગમાં અનાસક્તિ અને સંસાર (ઉદય) પ્રત્યે ઉદાસીનતાને રોકે છે.
૨. જીવને માન- સત્કારાદિની કામના રહેવાથી તેનું વારંવાર સ્ફુરવું થાય છે, તેથી માનાદિનું પાતળાપણું જે મુમુક્ષુની પાત્રતામાં હોવું ઘટે, તે થતું નથી. આ માન સંબંધિત પ્રતિબંધ છે. ગુપ્ત રહીને, અજાણ રહીને નિજહિત સાધી લેવાની ભાવના / વૃત્તિ મુમુક્ષુને રહેવી જોઈએ.
૩. અશાતા થઈ આવતાં આકુળ-વ્યાકુળતા થવા લાગે તે દેહ પ્રત્યેની મૂર્છા છે. તેનું અલ્પત્વ થવું ઘટે છે. (પ્રયત્નપૂર્વક)
મુમુક્ષુની ભૂમિકામાં આ પ્રકારે ગુણો, તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, તે ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે. જો ઉક્ત પ્રતિબંધ યુક્ત દશા હોય તો, આત્મજ્ઞાનની પૂર્વ ભૂમિકા નહિ હોવાથી, આત્મજ્ઞાન થતું નથી.
(૭૫૦)
‘જ્ઞાનમાત્ર’ કહેતાં પરમાર્થ છે તે શુભાશુભ ભાવથી રહિત તો છે જ, પરંતુ નયપક્ષની પણ રહિત જ છે. તેથી જ નયપક્ષથી રહિત થઈને અનુભવ ગોચર થાય છે. તેને જ ‘ચિન્માત્ર’ અથવા ‘સ્વભાવ’ એવા અનેક નામો કહેવાય છે.
દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય- અનિત્ય, સામાન્ય-વિશેષ, વગેરે નયના વિષયો છે. પરમ પદાર્થ ભગવાન આત્મા, નિર્ભેદ અને અનઉભય સ્વરૂપ નયાતીત છે. વેદકતા (સ્વયંની) તે તેનું પરમ