________________
૨૦૮
લક્ષણ છે.
અનુભવ સંજીવની
(૭૫૧)
ज्ञानम् एव परमार्थ मोक्ष कारणम् विहितम् ।
-
જ્ઞાનને જ આગમમાં પરમાર્થપણે મોક્ષનું કારણ ફરમાવવામાં આવ્યું છે. કોઈપણ શુભાશુભ ભાવને નહિ તે આ પ્રમાણે જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન, જે મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત છે અર્થાત્ જે જ્ઞાન સ્વયંની સન્મુખ થયું તે જ સમ્યક્ થયું. (અવિનાભાવીપણે પ્રતીતિ થાય છે.) જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન તે સ્વસંવેદનરૂપ પરિણમન – સ્વાનુભૂતિરૂપ પરિણમન, જે અજ્ઞાનથી પ્રતિપક્ષભૂત છે.
જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન, તે જ્ઞાનની શાનમાં લીનતા / રમણતા, જે કષાયભાવથી પ્રતિપક્ષભૂત છે.
આ પ્રકારે સુગમપણે પ્રયોગાન્વિત થવા અર્થે મોક્ષના કારણરૂપ ભાવો, ભગવંતે નિરૂપણ કર્યા છે.
(૭૫૨)
જીવને પોતાને તો સ્વભાથી જ્ઞાતાપણું છે. સ્વયંનું જ્ઞાતાપણું અનાદિથી ભૂલેલો જીવ પોતાના પુરુષાર્થને, ઉદયમાં રાગી થઈ, અન્ય કાર્યને કરવામાં યોજે છે. ત્યાં કર્તૃત્વને / એકત્વભાવને પામે છે, અને બંધાય છે. આમ જ્ઞાનમાત્ર એવા સ્વરૂપનું અજ્ઞાન જ જીવને રાગ કરવા પ્રેરે છે, રાગમાં ઉત્સાહિત કરે છે. એટલે કે પોતાના મહાનપદના બેભાનપણાને લીધે, જીવ પોતાને વર્તમાન ઉદયજનિત અવસ્થારૂપે માનીને, અનેક કલ્પિત કાર્યો માટે સ્વામિત્વભાવે ઉત્સાહિત થઈ પ્રવર્તે
છે.
પરંતુ જ્ઞાની જ્ઞાતાપણાને લીધે, ઉદય પ્રત્યે તેમને રાગ નહિ હોવાથી નિરુધમ થઈ, જ્ઞાતાપણાના પુરુષાર્થમાં વર્તે છે. (૭૫૩)
·
અનઉભય સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપે જાણનક્રિયામાં પ્રતિષ્ઠિત છે, તેથી જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું છે. તેમાંથી, તેના આધારે જ્ઞાનને ગૃહણ કરવું – સ્વરૂપે ગ્રહણ કરવું, નિજરસથી ગ્રહણ કરવું અને તે પ્રકારે ગૃહિત જ્ઞાનના અવલંબને જાણનક્રિયા માત્ર જ્ઞાતા ભાવે પરિણમતાં, સંવર ઉત્પન્ન થાય છે. સર્વ વિભાવ ભાવોથી ભિન્નતા થઈ જાય છે અને અનાદિ રાગનો આધાર છૂટી જાય છે. જ્યાં સુધી રાગનો આધાર છૂટતો નથી, ત્યાં સુધી પુરુષાર્થ રાગ સાથે જોડાઈને વર્તે છે, તેથી વિપરીતતા સધાય છે. રાગનો આધાર છોડાવવાના હેતુથી, જ્ઞાનના અને રાગના પ્રદેશો અત્યંત ભિન્ન છે, તેવું પરમાગમમાં વિધાન છે. તે પરમાર્થનું જ પ્રતિપાદક છે, તેમાં સંશય કર્તવ્ય નથી.
(૭૫૪)