________________
અનુભવ સંજીવની
૨૦૯ /પ્રશ્ન – જ્ઞાનનો અનુભવ કઈ રીતે કરવો ? ઉત્તર – જ્ઞાન સ્વયં સ્વ-સંવેદ્યમાન છે, અનુભૂતિ સ્વરૂપ છે.
પરંતુ શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ભેદો જણાય છે, તે ગૌણ કરીને, જ્ઞાન સામાન્યનું અવલંબન લેવાથી અર્થાત્ તેનો મુખ્ય કરીને અનુભવ કરવાથી, સ્વસંવેદન પ્રગટપણે અનુભવમાં આવે છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે છે, ત્યારે જ્ઞાનનાં સર્વ ભેદો આપોઆપ ગૌણ થઈ જાય છે. જ્ઞાનના સર્વ ભેદો એક જ્ઞાન જ છે. તે જ એક પરમાર્થ છે, કે જેને પામીને – અનુભવીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે તેથી આ જ્ઞાન જ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય
(૭૫૫)
ક
/ જે મોહ સમસ્ત જગતને ઉન્મત્ત બનાવે છે, જેને લીધે આ સમસ્ત સંસારનો વિશાળ વિસ્તાર છે, અને જેને જીતવું અતિ અતિ દુષ્કર છે, એવા મહા બળવાન મોહને પણ સહજ રમત માત્રમાં જે જ્ઞાન ઉડાડી દે છે, અને વચનાતીત આનંદની પ્રાપ્તિથી જે મસ્ત છે, તે આત્મ જ્ઞાન કેમ વંદનીય ન હોય ? સ્તુતિ કરવા યોગ્ય ન હોય ? પૂજનીય કેમ ન હોય ?
(૭પ૬)
જ્ઞાન વેદનમાં રહેવાની શ્રી જિનની આજ્ઞા છે. શ્રી જિનનું દર્શન કરતાં એટલે સ્વરૂપ જોતાં તે જ પ્રતિબોધ થાય છે. જ્ઞાનવેદનમાં રહેતાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે. જ્ઞાન-સામાન્યનો આવિર્ભાવ થતાં જ્ઞાનવિશેષનો સહજ તિરોભાવ થાય છે.
જ્ઞાન વિશેષનો તિરોભાવ થતાં, જીવને પરસંગ થવાના ભાવનો અવકાશ જ રહેતો નથી. પરસંગ ભાવના અભાવથી સહજ રાગનો અભાવ છે. રાગના અભાવથી બંધનો અભાવ છે, બંધના અભાવથી ઉદયસંસારનો અભાવ છે, તેથી સર્વ દુઃખનો અભાવ છે. આમ જિનાજ્ઞાનું ફળ અનંત સુખ છે.
(૭૫૭)
Vમોક્ષાર્થી જીવને આચાર્ય ભગવાનની આ આજ્ઞા છે કે હું શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું.' – એ સિદ્ધાંતનું સેવન કરો.
अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योति: एव सदा एव अस्मि । આ આખા સમયસારનો સાર અથવા મંત્ર આપેલ છે.
(૭૫૮)
'મતાર્થીપણું, આત્માર્થીતાથી પ્રતિપક્ષભૂત છે. આત્માર્થીને અસત્યનો સ્વીકાર ન હોય અથવા સત્યનો અસ્વીકાર ન હોય; (ભયથી, લોભથી કે માનથી.)
માત્ર કુળધર્મનું મમત્વ હોય, તે જ મતાર્થી એ સ્થૂળ પ્રકાર છે. સૂક્ષ્મપણે વિચારતાં, સપુરુષ,