________________
૨૧૦
અનુભવ સંજીવની કે સત્ સિદ્ધાંતની બાબતમાં કાંઈપણ વિપરીતતાનો સ્વીકાર, અથવા યથાસ્થાને અસ્વીકાર થાય ત્યારે ત્યાં મતાર્થીપણું ગણવા યોગ્ય છે. આવું મતાર્થીપણું આત્માર્થથી વિરુદ્ધ હોવાથી, આત્મકલ્યાણનું ઘાતક છે. શ્રીમદ્ પ્રભુ કહે છે કે – હોય મતાર્થી જીવ, તે અવળો લે નિર્ધાર.' – આ વચનામૃતમાં ઘણી ગંભીરતા રહેલી છે. સત્ દેવ-ગુરુ-ધર્મ-સપુરુષના વિષયમાં, કોઈપણ પ્રકારનો છળ ગ્રહણ થઈ, વિપરીત અભિપ્રાય થાય, ત્યાં આત્માર્થથી રહિત થવાય છે, અને દર્શનમોહ તીવ્ર થાય છે, મતિને અવશ્ય આવરણ આવે છે. મતિ મૂઢાઈ જઈને, બીડાય જઈને, જ્ઞાન વિવેકને ચુકે છે.
જ્ઞાની પુરુષની આજ્ઞાનુસાર સિદ્ધાંતને ગ્રહણ કરવાને બદલે, સ્વચ્છેદે પોતાનો મત બંધાવો તેમાં આત્માર્થીપણું નથી, મતાર્થીપણું છે તેને લીધે કુતર્ક થાય છે, વિરાધના થાય છે, તેથી મહાન અપરાધ છે.
(૭૫૯)
એક જ્ઞાનમાં જ એકાગ્ર થઈને જ્ઞાનમાં જ ચેત રાખવી તે જ્ઞાનના સંચેતનરૂપ જ્ઞાન ચેતના છે. તેનાથી જ્ઞાનની શુદ્ધિ / નિર્મળતા થાય છે, પૂર્ણતા પણ તેનાથી થાય છે. મોક્ષમાર્ગના પ્રારંભથી અંત સુધી આ પ્રકાર છે તે મુખ્ય છે.
નીવ પર્વ એળ: જ્ઞાનં . જીવ જ એક જ્ઞાન છે. તેથી જ્ઞાનને અને જીવને અવ્યતિરેક છે. તે નિ સંશય છે, અર્થાત્ શંકા કરવા યોગ્ય નથી. તેમ પરમાર્થે યોગ્ય જ છે. આ રીતે જીવને જ્ઞાનથી કહેવામાં પારમાર્થિક પ્રયોજન રહેલું છે. એવો શ્રીગુરુનો આશય સમજવા યોગ્ય છે.
શુદ્ધ જ્ઞાનમય સમયસાર, તે સત્યાર્થ પરમાત્મારૂપ છે તેથી પોતાને એક જ્ઞાનમયપણે અનુભવવાનું શ્રીગુરુનું ફરમાન છે.
(૭૬O)
*
*
શુભરાગ અને સદાશ્રિત ત્યાગાદિ, તે અશુદ્ધ દ્રવ્યના અનુભવના સ્વરૂપ હોવાથી, તેને વ્યવહારને પરમાર્થપણાનો અભાવ છે તેથી જેને વ્યવહારનું શુભરાગ અને દ્રવ્યક્રિયાનું મમત્વ વર્તે છે, તે વિવેક શૂન્ય જીવો, પરદ્રવ્યને જ આત્મા માનનારા, કેવળ રાગને જ સાધે છે.
તાત્પર્ય એ છે કે વ્યવહારનો પક્ષ છે, તે પરમાર્થના વિપક્ષમાં છે. તેને શ્રીગુરુ, આત્માને દેખવા માટે અંધ થયેલાં કહે છે.
તેથી શુદ્ધ જ્ઞાન એક જ પરમાર્થે અનુભવવા યોગ્ય છે. કારણકે તે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. જ્ઞાનદ્વારા આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે અવલોકવામાં જે નિપુણ છે, તે વિશુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે આત્મામય જીવન જીવે છે. - આ પારમાર્થિક વિવેક છે.
(૭૬૧)
જ્ઞાનમાત્ર, સદાય અસ્મલિત, એક વસ્તુનું નિષ્કપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુને તત્ક્ષણ જ ભૂમિકાની (સાધકપણાની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. તે